બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

logo

રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો

logo

લોકસભા ચૂંટણી 2024: રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનનથી રાજકારણ ગરમાયું, CR પાટીલના આક્ષેપ પર શક્તિસિંહ ગોહિલનો પલટવાર

VTV / ગુજરાત / રાજકોટ / NSUI workers today protested against the continuous fee hike in schools in Rajkot

વિરોધ / બાપ રે! જુનિયર કેજીની ફી 1.99 લાખ! રકમ સાંભળીને જ ચક્કર આવી જાય..., છેલ્લાં 6 વર્ષમાં રાજકોટની ખાનગી સ્કૂલોમાં ફીમાં તોતિંગ વધારો

Malay

Last Updated: 01:48 PM, 22 February 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

રાજકોટ શહેરની ખાનગી શાળાઓમાં થઈ રહેલા સતત ફી વધારાનો આજે NSUIના કાર્યકર્તાઓએ વિરોધ નોંધાવ્યો. NSUIની ટીમ દ્વારા FRC ઓફિસમાં તાળાબંધી કરી ભાજપ વિરોધી સૂત્રોચ્ચાર કરવામાં આવ્યા હતા.

  • રાજકોટની ખાનગી શાળાઓની ફી મામલે મનમાની 
  • FRCની ઓફિસ ખાતે NSUIના કાર્યકર્તાઓ પહોચ્યા
  • NSUIની ટીમ દ્વારા FRC ઓફિસમાં કરી તાળાબંધી

રાજકોટ શહેરની ખાનગી શાળાઓમાં સતત ફી વધારો થઈ રહ્યો છે. છેલ્લા 6 વર્ષમાં રૂ.9800થી લઈને રૂ.54,100નો ફી વધારો થઈ ચૂક્યો છે. ત્યારે આજે આ ફી વધારાનો NSUIની ટીમ દ્વારા FRC ઓફિસમાં તાળાબંધી કરી વિરોધ નોંધાવામાં આવ્યો. આજે મોટી સંખ્યામાં NSUIના કાર્યકરો FRC ઓફિસ ખાતે વિવિધ લખાણોવાળા બેનરો લઈને પહોંચ્યા હતા. અહીં NSUIના કાર્યકરોએ FRC ઓફિસને તાળા મારીને ભાજપ સરકાર વિરોધી સૂત્રોચ્ચાર કર્યા હતા.  

રોહિતસિંહ રાજપૂતે કર્યા આકરા પ્રહારો
આ મામલે વિદ્યાર્થી નેતા અને કોંગ્રેસના પ્રવક્તા રોહિતસિંહ રાજપૂતે જણાવ્યું કે, રાજ્ય સરકાર દ્વારા 2018માં ફી નિયંત્રણ કાયદો લાવવામાં આવ્યો હતો, ત્યાર બાદ રાજ્યના ચાર ઝોનમાં FRCની ઓફિસો બનાવવામાં આવી હતી. પરંતુ ક્યાંકને ક્યાંક FRCની ઓફિસ એ માત્ર સંચાલકોને કરોડપતિ બનાવવાની ઓફિસ હોય એવું સ્પષ્ટ પણે લાગી રહ્યું છે. એફઆરસી એટલે વિદ્યાર્થીઓની ફીના રૂપિયે બનો કરોડપતિ. FRC એટલે સ્કૂલ સંચાલકોનું વાલીઓને લૂંટવાનું સરકારી લાયસન્સ.

જુનિયર કેજીની ફી રૂ.1.99 લાખ પર પહોચી
તેઓએ જણાવ્યું કે, છેલ્લા 6 વર્ષમાં રૂ.9,800થી લઈ રૂ.54,100નો ફી વધારો કરાયો છે. એસ.એન.કે સ્કૂલમાં જુનિયર કેજીની ફી રૂ.1.99 લાખ પર પહોચી છે. વર્ષ 2017-18માં ફી રેગ્યુલરી કમિટી બનાવવામાં આવી હતી. FRC અંતર્ગત પ્રાથમિક શાળામાં રૂ.25 હજાર ફી નિયત કરાઈ હતી. માધ્યમિક શાળામાં રૂ.27 હજાર, ઉચ્ચતર માધ્યમિકની રૂ.30 હજાર નિયત હતી. પરંતુ રાજકોટ શહેરની ખાનગી શાળાઓમાં સતત  ફી વધારો થઈ રહ્યો છે. 

2-2 લાખ ફી લે તો પણ સ્કૂલ નુકસાનમાંઃ રોહિતસિંહ 
રોહિતસિંહ રાજપૂતે પુરાવા રજૂ કરીને જણાવ્યું કે, શહેરની SNK સ્કૂલે 1 લાખ 90 હજારનો ફી વધારો માંગ્યો છે. આ સ્કૂલે એવા અનેક ખોટા ખર્ચ દેખાડ્યા છે. સોંગદનામા મુજબ એસએનકે સ્કૂલ દોઢ કરોડ રૂપિયા નુકસાનમાં જઈ રહી છે.  6 હજાર વિદ્યાર્થીઓની 2-2 લાખ ફી લે તોય કોઈ સ્કૂલ આવી રીતે ખોટમાં જાય ખરી. આ વાત ગળે ઉતરે એવી છે જ નહીં. સાથે જ આ ફીમાં વિદ્યાર્થીઓને કોઈપણ જાતનું ફ્રી ટ્રાન્સપોર્ટેશન આપવામાં આવતું નથી. 

તેઓએ જણાવ્યું કે,  આવા કરોડોના અનેક ખોટા ખર્ચ દર્શાવી સરકારને ગેરમાર્ગે દોરી વાલીઓના ખિસ્સા પર ભારણ વધારવાનું કામ આ તમામ શાળા સંચાલકો અને FRC કરી રહી છે. આવી નીતિઓને કારણે વાલીઓ ઘણા હેરાન થઈ રહ્યા છે. તેઓએ આ અંગે સરકાર પાસે નિપક્ષ તપાસની માગણી કરતા જણાવ્યું હતું કે, ખાનગી સ્કૂલ સંચાલકો ફી બાબતે લગામ લાવે તે હવે જરૂરી છે. FRC કમિટીનું વિસર્જન કરી વાલીઓને ગેરમાર્ગે દોરવાનું બંધ થવું જોઈએ, આમાં વાલીઓ ખૂબ પીસાઈ રહ્યા છે.


 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ