બ્રેકિંગ ન્યુઝ

logo
logo

મહાદેવ બેટિંગ એપ કેસ: અભિનેતા સાહિલ ખાનની મુંબઈ પોલીસની SIT દ્વારા ધરપકડ

logo

લોકસભા ચૂંટણી 2024: PM નરેન્દ્ર મોદીનો આજે ઝંઝાવાતી ચૂંટણી પ્રચાર, કર્ણાટકમાં 4 રેલીને કરશે સંબોધન

logo

લોકસભા ચૂંટણી 2024: પૂર્વ PAAS કન્વીનર અલ્પેશ કથીરિયા અને ધાર્મિક માલવિયા CR પાટીલની હાજરીમાં ભાજપમાં જોડાયા

logo

લોકસભા ચૂંટણી 2024 / 'કોંગ્રેસ અને આપ પાર્ટીના લોકો જુઠ્ઠાણાં ચલાવે છે' અમિત શાહે વિપક્ષને આડે હાથ લીધું

logo

લોકસભા ચૂંટણી: કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહની ગોધરામાં વિજય સંકલ્પ સભા, જનસભામાં મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા

logo

લોકસભા ચૂંટણી 2024: મુંબઈ નોર્થ સેન્ટ્રલથી પૂનમ મહાજનનું પત્તુ કપાયું, આતંકી કસાબને ફાંસી અપાવનારા ઉજ્જવલ નિકમને ભાજપે ટિકિટ આપી

VTV / now you will not get spam calls telecom operators have stopped this

TRAI / હવે ખોટા કૉલ કે મેસેજની મગજમારી નહીં! JIO, એરટેલ અને VIએ આદેશ બાદ લીધો મોટો નિર્ણય

Manisha Jogi

Last Updated: 04:05 PM, 2 May 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ટેલિકોમ રેગ્યુલેટરી ઓથોરિટી ઓફ ઈન્ડિયા (TRAI)એ ગ્રાહકોને સ્પામ કોલથી રાહત આપવા માટે મહત્ત્વપૂર્ણ પહેલ શરૂ કરી. 1 મે 2023થી આ વ્યવસ્થા લાગુ કરવામાં આવી છે.

  • હવેથી સ્પામ કોલ અને મેસેજ નહીં આવે.
  • સ્પામ કોલથી રાહત આપવા માટે મહત્ત્વપૂર્ણ પહેલ શરૂ.
  • 1 મે 2023થી આ વ્યવસ્થા લાગુ.

મોબાઈલ યૂઝર્સને હવેથી સ્પામ કોલ અને મેસેજ નહીં આવે. ટેલિકોમ રેગ્યુલેટરી ઓથોરિટી ઓફ ઈન્ડિયા (TRAI)એ ગ્રાહકોને સ્પામ કોલથી રાહત આપવા માટે મહત્ત્વપૂર્ણ પહેલ શરૂ કરી છે. જે માટે ત્રણ મોટા ટેલિકોમ ઓપરેટર્સે 30 એપ્રિલ 2023 સુધી સ્પામ રોકવા માટે જરૂરી વ્યવસ્થા કરવા માટે કહ્યું હતું. 

આ ત્રણ સર્વિસ પ્રોવાઈડરે TRAI ને જાણકારી આપી હતી કે, ગ્રાહકોને સ્પામ કોલથી રાહત આપવા માટે જરૂરી વ્યવસ્થા કરવામાં આવી હતી. હવેથી કોઈપણ ગ્રાહકને સ્પામ કોલ નહીં આવે. કદાચ ક્યારેય પણ આ પ્રકારે થશે તો માત્ર ટેકનિકલ ભૂલને કારણે થશે અને પ્રકારે થાય તેની કોઈ સંભાવના નથી. 1 મે 2023થી આ વ્યવસ્થા લાગુ કરવામાં આવી છે. 

ટેલિકોમ ઓપરેટર્સે સ્પામ કોલ કેવી રીતે બંધ કર્યા?
જિયો, એરટેલ અને આઈડિયા વોડાફોને આ માટે આર્ટિફિશિયલ ઈન્ટેલિજેન્સ ટૂલનો ઉપયોગ કર્યો છે. આ ટૂલ સ્પામ કોલને ઓળખીને તેને ત્યાં જ રોકી દેશે. જે માટે તમામ જરૂરી ટેકનિકલ વ્યવસ્થા કરવામાં આવી છે. કંપનીઓ તરફથી આ પ્રકારની ખાતરી મળ્યા પછી TRAIએ મહત્ત્વપૂર્ણ જાહેરાત કરી છે. 

અનેક વર્ષો પહેલા TRAIએ ડૂ નોટ ડિસ્ટર્બ સર્વિસ શરૂ કરી હતી. આ ટેકનિક થોડા સમય સુધી કારગર સાબિત થઈ હતી અને થોડા સમય પછી સ્પામ કોલ અને મેસેજ આવવાના શરૂ થઈ ગયા હતા. કંપનીઓએ દાવો કર્યો છે કે, આ નવું AI ટૂલ 90 ટકા સુધી કારગર સાબિત થશે. 

TRAIની સ્થાપના?
20 ફેબ્રુઆરી 1997ના રોજ TRAIની સ્થાપના થઈ હતી, જેનું હેડક્વાર્ટર દિલ્હીમાં છે. ડૉ. પી. ડી. વાઘેલા TRAIના ચેરમેન છે. આ સંગઠનનો મૂળ ઉદ્દેશ્ય ટેલિકોમ યૂઝર્સના હિતની રક્ષા કરવાનો છે. 
 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ