તમારા પાકિટમાં જો ડ્રાઇવિંગ લાઇસેન્સ અને ગાડીની RCની કોપી નથી તો પણ તમારે પોલીસથી ડરવાની કોઇ જરૂર નથી. ગવર્નમેન્ટની નવી સુવિધા બાદ તમારી જરૂરી કાગળોની હાર્ડકોપી સાથે રાખવાની ચિંતા છોડી દો.
હકીકતમાં તમે હાર્ડકોપીની જગ્યા ડ્રાઇવિંગ લાઇસેન્સ અને ગાડીની આરસીની સોફ્ટ કોપી જ પોલીસને દેખાડી શકો છો. આ કામ તમે મોબાઇલથી કરી શકો છો. એના માટે તમારે તમારા સ્માર્ટફોનમાં DigiLocker Appને ડાઉનલોડ કરવી પડશે. ડાઉનલોડ કર્યા બાદ તમે એમાં તમારા જરૂરી ડોક્યુમેન્ટ સ્ટોર કરી શકો છો. અહીંયા ડોક્યુમેન્ટ અપલોડ કર્યા બાદ એને રાખવાની ઝંઝટ પૂરી થઇ જશે. આ ગવર્મેન્ટ એપ પૂરી રીતે સિક્યોર છે.
DigiLocker માં દરેક જરૂરી ડોક્યુમેન્ટ જેમ કે પાન કાર્ડ પાસપોર્ટ માર્કશીટ ડિગ્રીને સ્ટોર કરવામાં આવી શકે છે. જો તમારે ક્યાંય તમારો ડોક્યુમેન્ટ મોકલવાના છે તો તમે ડોક્યુમેન્ટની ડિજીટલ કોપી સીધી શેર કરી શકો છો. થોડાક દિવસોમાં એમાં 1GB સુધીનું સ્ટોરેજ કરવામાં આવી શકશે. DigiLocker App ને યૂઝર એમના gOOgle અને facebook અકાઉન્ટથી લિંક કરી શકો છો.
DigiLocker ને ગૂગલ પ્લે સ્ટોરથી ડાઉનલોડ કરો ઇન્સ્ટોલ કર્યા બાદ એને ઓપન કરો. વેલકમ સ્ક્રીન પર તમને બે વિકલ્પ જોવા મળશે. એક sign in નું હશે અને બીજું sign upનું હશે. જો તમે પહેલાથી તમારું અકાઉન્ટ ક્રિએટેડ છે તો sign in પર ક્લિક કરીને લોગઇન કરો. જો તમે પહેલી વખત એનો ઉપયોગ કરવા જઇ રહ્યા છો તો sign upના વિકલ્પ પર જાવ.
અહીંયા તમારે મોબાઇલ નંબર નાંખવો પડશે. પછી તમારા રજિસ્ટર્ડ મોબાઇલ નંબર પર OTP આવશે. એના દ્વારા વેરિફિકેશન કરવામાં આવશે. વેરિફિકેશનની પ્રોસેસ થયા બાદ તમે તમારું નામ અને પાસવર્ડ ક્રિએટ કરી શકો છો.
DigiLockerનું એક્સેસ કરવા માટે તમારે આધાર નંબરને એનાથી લિંક કરવું પડશે. Tap On Link Aadhar ના વિકલ્પ પર ક્લિક કરો અને અહીંયા 12 અંકોનો આધાર નંબર નાંખો. પછી OTP દ્વારા વેરિફિકેશન કરવામાં આવશે. હવે તમે તમર ડોક્યુમેન્ટને સ્ટોર કરવા માટે DigiLocker નો ઉપયોગ કરી શકો છો.