ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / ભારત / લાઈફસ્ટાઈલ / ટેક અને ઓટો / Now the hassle of DTH and cable TV will be over Modi government is bringing direct to mobile technology

પ્રી-પ્લાનિંગ / સ્માર્ટફોન યુઝર્સ માટે ગુડ ન્યુઝ: હવે DTH અને કેબલ ટીવીની ઝંઝટ થશે ખતમ, મોદી સરકાર લાવશે જોરદાર ટેક્નોલોજી

Published By: Dhruv

Last Updated: 11:30 AM, 12 March 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

મોદી સરકાર ડાયરેક્ટ ટુ મોબાઇલ ટેક્નોલોજી લઇને આવી રહ્યાં છે. જેનાથી સીધા મોબાઇલમાં જ ટીવી ચેનલ ચાલશે. ઇન્ટરનેટ કનેક્શનની મદદથી લાઇવ ટીવી જોઇ શકાશે.

ADVERTISEMENT

Technology:ભારત સરકાર દર્શકોની સુવિધા માટે ડાયરેક્ટ ટુ મોબાઇલ ટેક્નોલોજી લઇને આવી રહ્યા છે. જેમાં મોબાઇલમાં જ ટીવી ચેનલ ચાલશે. તેના માટે DTH કે કેબલ લગાવવાની જરૂર નહીં રહે. આ ટેક્નોલોજી પર લાંબા સમયથી દૂરસંચાર વિભાગની ટેકનિકલ ટીમ કામ કરી રહી છે..  જેમણે ડાયરેક્ટ ટૂ મોબાઇલ પર પોતાનો ફાઇનલ ડ્રાફ્ટ સોંપ્યો છે. આ સાથે જ આ મામલે  ઇન્ડસ્ટ્રી સાથે જોડાયેલા લોકોના મંતવ્ય લેવામાં આવી રહ્યાં છે.

શું છે D2M ટેક્નોલોજી ?
ભારતમાં સ્માર્ટ ટીવીની ડિમાન્ડ સતત વધી રહી છે. સ્માર્ટ ટીવીમાં ઇન્ટરનેટની મદદથી યુટ્યુબ જેવી એપના માધ્યમથી વીડિયો અને ફિલ્મ જોઇ શકાય છે. જોકે ટીવી ચેનલને લાઇવ જોઇ શકાતી નથી. આ સમસ્યાને દૂર કરવા માટે સરકાર એક નવી ટેક્નોલોજી લઇને આવી રહી છે. જેમાં કોઇ પણ અન્ય  કનેક્ટિવિટી વગર મોબાઇલમાં ડાયરેક્ટ ટીવી જોઇ શકાશે. આ ટેક્નોલોજીમાં મોબાઇલમાં જ એક એન્ટીના લગાવવામાં આવશે.  જેની મદદથી મોબાઇલમાં ચેનલ જોઇ શકાશે.  ઇન્ટરનલ ટીસીઇ સમિતિએ D2M પર પોતાનો રિપોર્ટ આપ્યો છે. જલ્દી આ રિપોર્ટને જાહેર કરવામાં આવશે.

વધુ વાંચોઃVIDEO: અમદાવાદના જાહેર રસ્તાઓ પર બરફનો ગોળો વેચતા નજરે પડ્યો રોબોટ, ગ્રાહકો પણ ખુશ થઇ ગયા

શું આવશે પરિવર્તન? 
મોબાઇલમાં લાઇવ ટીવી જોવા માટે મોબાઇલ ફોનના હાર્ડવેયરમાં ફેરફાર કરવા પડશે. તમારા જૂના ફોનમાં લાઇવ ટીવી નહીં ચાલે. તેના માટે નવો ફોન લેવો પડશે. જોકે આ મામલે સ્માર્ટ ફોન કંપનીઓ સરકારને કેટલાક સૂચનો આપ્યા છે. મોબાઇલ કંપનીઓના મતે સરકારે આ ટેક્નોલોજીની અમલવારીમાં ઉતાવળ ન કરવી જોઇએ. તબક્કાવાર તેને શરૂ કરવામાં આવે.

VTV Gujarati Newsની તમામ અપડેટ સૌથી પહેલા મેળ​વ​વા માટે અહીં ક્લિક કરીને અમારી WhatsApp ચેનલ ફોલો કરો 

સંકળાયેલા મુદ્દાઓ

Governor Mobile TV Technology modi ટીવી ટેક્નોલોજી મોદી સરકાર મોબાઇલ Pre-planning

Published by

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

સમાચાર શોર્ટસ

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ