બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / ટેક અને ઓટો / VIDEO A robot was seen selling ice gola on the public roads of Ahmedabad

ટેક્નોલોજી / VIDEO: અમદાવાદના જાહેર રસ્તાઓ પર બરફનો ગોળો વેચતા નજરે પડ્યો રોબોટ, ગ્રાહકો પણ ખુશ થઇ ગયા

Megha

Last Updated: 11:56 AM, 12 March 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

સોશિયલ મીડિયા પર એક વિડીયો વાયરલ થઈ રહ્યો છે જેમાં અમદાવાદમાં એક સ્ટ્રીટ કાફેમાં એક રોબોટ લોકોને બરફના ગોળા પીરસી રહ્યો છે અને તે લોકો વચ્ચે ચર્ચાનો વિષય બન્યો છે.

આ દિવસોમાં AI અને રોબોટિક્સ પર ઘણી ચર્ચા થઈ રહી છે અને તેનો ટ્રેન્ડ ઝડપથી વધી રહ્યો છે, ખેતરોમાં કામ કરવાથી લઈને રેસ્ટોરન્ટમાં વેઇટર તરીકે રોબોટ્સનો ઉપયોગ થઈ રહ્યો છે. હવે જ્યારે ટેકનોલોજી અને ટ્રેન્ડની વાત આવે ત્યારે ગુજરાતના લોકો કેવી રીતે પાછળ રહી શકે.. બરાબર ને? 

હાલ સોશિયલ મીડિયા પર એક વિડીયો વાયરલ થઈ રહ્યો છે જેમાં અમદાવાદમાં એક સ્ટ્રીટ કાફેમાં એક રોબોટ લોકોને બરફના ગોળા પીરસી રહ્યો છે અને તેને જોવા માટે ગ્રાહકોની ભીડ અહીં ઉમટી રહી છે. આ નવીન તકનીકે લોકોના મનમાં ઉત્સુકતા પેદા કરી છે અને તે સ્ટ્રીટ ફૂડના ભવિષ્યની ઝલક આપે છે.

વિડીયોમાં જોવા મળી રહ્યું છે કે એક રોબોટ છે જે લોકોને બરફના ગોળા સર્વ કરે છે. આ રોબોટિક સર્વરની રજૂઆતથી માત્ર ફૂડ શોખીનોની રુચિ જ વધી નથી પરંતુ સોશિયલ મીડિયા પર લોકોનું ધ્યાન પણ ખેંચ્યું છે. આ ગોલા સર્વ કરતાં રોબોટનો વિડીયો લોકો વચ્ચે ચર્ચાનો વિષય બન્યો છે. 

વધુ વાંચો: તમારો મોબાઈલ ફોન બ્લાસ્ટ થઈ શકે છે, ફોન અને જીવ બચાવવા આટલું કામ ન કરતા

બે વર્ષ પહેલા પણ આ જગ્યા લોકો વચ્ચે ચર્ચાનો વિષય બની હતી. એ સમયે અમદાવાદ ના  વસ્ત્રાપુર લેક પાસે રોબોટ કેફેમાં ઓટોમેટિક ભેલ, પફ, સમોસાં, ચા કોફી અને પાણીપૂરીનું મશીન લગાવવામાં આવ્યું હતું. આ રોબોટિક કેફેમાં મોટા ભાગની વસ્તુઓ રોબોટ અથવા ઓટોમેટિક મશીનથી બનાવવામાં આવતી હતી અને એ બાદ રોબોટ એને સર્વ કરતાં હતા. 

VTV Gujarati Newsની તમામ અપડેટ સૌથી પહેલા મેળ​વ​વા માટે અહીં ક્લિક કરીને અમારી WhatsApp ચેનલ ફોલો કરો 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ