બ્રેકિંગ ન્યુઝ
VTV / લાઈફસ્ટાઈલ / ટેક અને ઓટો / Tech tips dont do these things with your phone will save from blast
Last Updated: 11:27 AM, 11 March 2024
તમે ઘણીવાર મોબાઈલ ફોન ફાટવાના, તેની બેટરીમાં બ્લાસ્ટ થવાના અને તેને કારણે યુઝરને ઈજા થવાના સમાચાર સાંભળ્યા હશે. કેટલાક કિસ્સામાં જો મોબાઈલ ફોન કાન પાસે હોય કે હાથમાં હોય અને બ્લાસ્ટ થાય તો યુઝરનું મૃત્યુ પણ થઈ જાય છે. તો કેટલાક કિસ્સામાં યુઝર ગંભીર રીતે દાઝી જાય છે. જુદી જુદી કંપનીના જુદા જુદા મોબાઈલ ફોન ક્યારેક બ્લાસ્ટ થતા હોય, છે, જેની પાછળ કેટલાક ટેક્નિકલ કારણો હોય છે. ફોનમાં બ્લાસ્ટ થવો કે આગ લાગવાની ઘટનાઓ લાંબા સમયથી ચાલતી આવે છે, પરંતુ છેલ્લા કેટલાક મહિનાઓમાં આવી ઘટનાઓ વધી છે. પરંતુ જો તમે થોડીક સાવચેતી રાખો, તો સ્માર્ટ ફોનને બ્લાસ્ટ થવાથી બચાવી શકો છો.
ADVERTISEMENT
આના માટે તમારે નીચે આપેલા 5 મુદ્દા પર ધ્યાન આપવાનું છે.
ADVERTISEMENT
કોઈ પણ મોબાઈલ કંપની પોતાના હેન્ડસેટ સાથે એક ચાર્જર અને કેબલ આપતી હોય છે. આ ચાર્જર અને કેબલ તમારા ફોનની બેટરીને ધ્યાનમાં રાખીને ડિઝાઈન કરવામાં આવ્યા હોય છે, જેથી ફોનને નુક્સાન ન થાય. આવા ચાર્જર અને કેબલ ફોનને જરૂર પૂરતો જ પાવર આપે છે, જેને કારણે બેટરી ફૂલી નથી જતી. પરંતુ જ્યારે ચાર્જર કે વાયર બગડી જાય તો આપણે માર્કેટમાંથી પોતાની રીતે નવો કેબલ કે એડપ્ટર લઈએ છીએ અને ફોન ચાર્જ કરીએ છીએ. આવી રીતે ચાર્જિંગ કરવાથી તમારા ફોનના હાર્ડવેરને નુક્સાન થઈ શકે છે, તેને કારણે તમારા શોટ સર્કિટ પણ થઈ શકે છે.
ADVERTISEMENT
ઘણીવાર આપણા હાથમાથી ફોન પડી જાય છે અને તેની બોડી તૂટી જાય છે. આવી સ્થિતિમાં ફોનના ઈન્ટરનલ પાર્ટ્સ પણ તૂટે છે, તેમાં રહેલા કેમિકલ્સ બહાર નીકળી શકે છે. જો તમે આવા તૂટેલા ફોનનો ઉપયોગ કરો છો, તો આવા કેમિકલ્સ ફોનમાં રાસાયણિક પ્રક્રિયા કરી શકે છે. જેને કારણે ફોન ગરમ થઈ જવો, શોર્ટ સર્કિટ થવું કે આગ લાગવાની દુર્ઘટના બની શકે છે.
ADVERTISEMENT
ફોનનો ઉપયોગ વધી ગયો છે, એ આપણે બધા જ જાણીએ છીએ. ઘણા લોકો ફોનમાં સતત ગેમ રમતા હોય છે, કે પછી ફોનને સતત વાપરતા હોય છે, આના લીધે ફોન ગરમ થઈ શકે છે. જો કે ફોન ગરમ થશે કે નહીં તે તેમાં રહેલા ચિપસેટ પર આધાર રાખે છે. હવે મોબાઈલ કંપનીઝ એવા ચિપસેટ યુઝ કરે છે, જે ફોનને ઠંડો રાખે છે. પરંતુ આપણી કોશિશ એવી હોવી જોઈએ કે ફોન ગરમ થાય, તેટલો યુઝ ન કરો.
ADVERTISEMENT
જ્યારે તમારો ફોન ચાર્જ થઈ રહ્યો છે, તેટલો સમય ફોનનો ઉપયોગ ન કરો. પાવરમાં અપડાઉન થવાને લીધે ચાર્જિંગ સમયે ફોન ઓવરહીટ થવાની, બ્લાસ્ટ થવાની શક્યતાઓ વધી જાય છે. એટલે આવા સમયે ફોનનો ઉપયોગ કરવાનું ટાળો. સાથે જ ફોનને લાંબા સમય સુધી, આખી રાત ચાર્જિંગમાં મૂકીને ન સુવો. આવી સ્થિતિમાં પણ ફોનમાં બ્લાસ્ટ થવાની શક્યતા વધી જાય છે.
ADVERTISEMENT
ક્યારેક કારમાં ટ્રાવેલ કરતા સમયે આપણે ફોનને ડેશબોર્ડ પર મૂકીએ છીએ, જ્યાં સીધો તડકો આવતો હોય છે. આવી સ્થિતિમાં ફોન ગરમ થઈ શકે છે. એટલે ફોનને એવી જગ્યાએ ન રાખો, જ્યાં ફોન ગરમ થઈ શકે. ફોન ગરમ થાય, તો તેની અંદર રહેલા કેમિકલ્સ નુક્સાન પહોંચાડી શકે છે. આ રાસાયણિક પ્રક્રિયા ફોનમાં બ્લાસ્ટ કરી શકે છે.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.