બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

logo

રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો

logo

લોકસભા ચૂંટણી 2024: રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનનથી રાજકારણ ગરમાયું, CR પાટીલના આક્ષેપ પર શક્તિસિંહ ગોહિલનો પલટવાર

VTV / વિશ્વ / Now the fights over who will do the housework! Government is bringing App

OMG! / લો બોલો! હવે ઘરના કામ કોણ કરશે તેના ઝઘડા ખતમ! App લાવી રહી છે સરકાર, જાણો કયા દેશમાં લેવાયો આવો નિર્ણય

Priyakant

Last Updated: 02:43 PM, 22 May 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

એક એપ લોન્ચ થવા જઈ રહી છે કે, પતિ ઘરના કામ કરી રહ્યા છે કે નહીં. આ એપ પત્નીઓને જાણ કરશે કે, તેમના પતિ ઘરના કામકાજમાં કેટલો સમય વિતાવે છે

  • હવે ઘરના કામ કોણ કરશે તેના ઝઘડા ખતમ થઈ જશે 
  • સ્પેનની સરકાર લાવી રહી છે એપ, ઉનાળામાં લોન્ચ થઈ શકે છે આApp
  • આ App પત્નીઓને જાણ કરશે કે, તેમના પતિ ઘરના કામકાજમાં કેટલો સમય વિતાવે છે 

સામાન્ય રીતે દરેક પરિવારમાં લગભગ ઘરના કામ કોણ કરશે તેના ઝઘડા થતાં હોય છે. જોકે હવે ઘરના કામ કોણ કરશે તેના ઝઘડા ખતમ થઈ જશે તેવી કવાયત શરૂ કરાઇ છે. વાત જાણે એમ છે કે, સ્પેનની સરકાર એ જાણવા માટે એક એપ લોન્ચ કરવા જઈ રહી છે કે, પતિ ઘરના કામ કરી રહ્યા છે કે નહીં. આ એપ પત્નીઓને જાણ કરશે કે, તેમના પતિ ઘરના કામકાજમાં કેટલો સમય વિતાવે છે. આ એપ લાવવાનો હેતુ ઘરના કામકાજને સ્ત્રી અને પુરુષ વચ્ચે વહેંચવાનો છે.

શું છે આ એપ અને એ શું કામ કરશે ? 
સ્પેનની સરકાર દ્વારા આ કવાયત શરૂ કરાઇ છે. જે મુજબ એપ ટ્રેસ કરશે કે ઘરના દરેક સભ્ય કામ પર કેટલો સમય વિતાવે છે. આ માટે સરકાર બે કરોડ રૂપિયાનો ખર્ચ કરી રહી છે. જોકે આ એપ કેવી રીતે કામ કરશે તે અંગે કોઈ માહિતી આપવામાં આવી નથી. એપ લોન્ચ થયા બાદ સ્પેન પહેલો દેશ હશે જે પુરુષો અને મહિલાઓના ઘરેલુ કામ પર નજર રાખશે.

સ્પેન ક્યારે આ એપ લોન્ચ કરી શકે ?  
આશા છે કે, એપ પુરુષોનું વજન ઓછું કરશે. સ્પેનના જેન્ડર ઈક્વાલિટી મિનિસ્ટર એન્જેલા રોડ્રિગ્ઝે જણાવ્યું કે, આ એપ આ ઉનાળામાં લોન્ચ કરવાની યોજના બનાવી રહી છે. આ એપ ઘરને વધુ સારી રીતે ચલાવવામાં મદદ કરશે. ઉદાહરણ તરીકે રસોડાને સાફ કરવામાં 20 મિનિટ લાગી શકે છે. તે તેના પર નિર્ભર કરે છે કે, શું કોઈએ વોશ-અપ લિક્વિડ ખરીદવાનું યાદ રાખ્યું છે અથવા તેણે ખરીદીની સૂચિ બનાવી છે.

આ સાથે પુત્ર, પુત્રી, પિતા, માતા અથવા પતિ-પત્ની વચ્ચે ઘરનું કામ વહેંચવા માટે આ કરી શકાય છે. અત્યારે આ લોકોમાં કામની વહેંચણીમાં મોટી અસમાનતા છે. તેણે કહ્યું કે અમે મહિલાઓ ઘરના કામમાં પુરૂષો કરતાં વધુ સમય વિતાવીએ છીએ.  નેશનલ સ્ટેટિસ્ટિક્સ ઇન્સ્ટિટ્યૂટના સર્વેમાં ભાગ લેનારી લગભગ અડધી મહિલાઓએ કહ્યું કે, તેઓ મોટાભાગનું કામ તેમના ઘરનું કરે છે. તો સામે 15% કરતા ઓછા પુરુષોએ કહ્યું કે, તેઓ મોટાભાગનું ઘરકામ કરે છે.

જાણો આ એપની જરૂર કેમ પડી ? 
સ્પેનમાં ઘણાં વર્ષોથી ઘરેલું કામમાં સ્ત્રી-પુરુષ વચ્ચેની અસમાનતાએ કાનૂની વિવાદનો રંગ લીધો છે. એપ્રિલ 2017માં કેન્ટાબ્રિયાની એક કોર્ટે એક પુરુષને તેની પૂર્વ પત્નીને 20.62 લાખ રૂપિયા ચૂકવવાનો આદેશ આપ્યો હતો. આ વર્ષની શરૂઆતમાં વેલેઝ-માલાગાની એક અદાલતે એક ઉદ્યોગપતિને તેની ભૂતપૂર્વ પત્નીને 25 વર્ષની અવેતન ઘરેલું મજૂરી માટે રૂ. 1.83 કરોડ ચૂકવવાનો આદેશ આપ્યો હતો. આ રકમ લગ્ન સમયે લઘુત્તમ વેતનના આધારે ગણવામાં આવતી હતી.

મહિલાઓના અગણિત કામનો થશે પર્દાફાશ 
નિષ્ણાતોને આશા છે કે, સ્પેનિશ સરકારની આ એપ ઘરની આસપાસની મહિલાઓના અગણિત કામની સાથે 'માનસિક ભાર' પણ સામે લાવશે. દેશમાં મહિલા સશક્તિકરણ અને લિંગ સમાનતા દૂર કરવા માટે સતત પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. આ વર્ષે માર્ચમાં સ્પેન લિંગ સમાનતા કાયદો લાવ્યું છે. આ અંતર્ગત કોર્પોરેટ બોર્ડમાં ઓછામાં ઓછી 40% મહિલાઓ હોવી જરૂરી છે. આ સાથે કેબિનેટમાં મહિલાઓનો ક્વોટા પણ નક્કી કરવામાં આવ્યો હતો. સંસદના નીચલા ગૃહમાં મહિલાઓનો ક્વોટા 44% અને ઉપલા ગૃહમાં 39% રાખવામાં આવ્યો છે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ