બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

logo

રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો

logo

લોકસભા ચૂંટણી 2024: રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનનથી રાજકારણ ગરમાયું, CR પાટીલના આક્ષેપ પર શક્તિસિંહ ગોહિલનો પલટવાર

VTV / અજબ ગજબ / now scientists will predict breakup in relationship 3 months before know how

યુવાધન માટે / ત્રણ મહિના પહેલા ખબર પડી જશે કે તમારુ થવાનું છે બ્રેકઅપ? વૈજ્ઞાનિકોએ શોધી રીત

Hiralal

Last Updated: 09:38 PM, 4 January 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

આજના સમયમાં સંબંધોનું બ્રેકઅપ થવું સામાન્ય છે પરંતુ તો 3 મહિના અગાઉથી તેની ખબર પડી જાય તો સુધારાના પગલાં ભરી શકાય છે.

  • છોકરા- છોકરાઓ બ્રેકઅપ થવું સામાન્ય 
  • પરંતુ હવે 3 મહિના પહેલા ખબર પડી જશે બ્રેકઅપની
  • અમેરિકાની ઓસ્ટિન યુનિ.ના વૈજ્ઞાનિકોએ શોધી રીત 

આજના જમાનામાં બ્રેકઅપના કારણે યુવક-યુવતીઓ ઘણીવાર પોતાને જ નુકસાન પહોંચાડે છે. કેટલીકવાર વર્ષોના સંબંધોનો અંત આવી જાય છે. આ સંબંધના અંત પાછળનું કારણ શું છે તે જાણી શકાયું નથી. પરંતુ વૈજ્ઞાનિકોએ સંબંધોના અંત પાછળના કારણો શોધી કાઢ્યા છે. જેથી તમને ત્રણ મહિના પહેલા જ ખબર પડી જશે કે બ્રેકઅપ થવાનું છે.ઓસ્ટિન ખાતેની યુનિવર્સિટી ઓફ ટેક્સાસના વૈજ્ઞાનિકોએ 6,803 રેડિટ યૂઝર્સમાંથી 1,027,541 પોસ્ટનો અભ્યાસ કર્યો હતો. આ તમામ લોકોનું બ્રેક અપ થયું હતું અને તેમણે 3 મહિના પહેલા તેના સંકેત આપવા લાગ્યા હતા. યૂઝર્સના આ સંકેતો પરથી વૈજ્ઞાનિકોએ તારણ કાઢ્યું કે બ્રેકઅપની શરુઆત 3 મહિના પહેલી થઈ જતી હોય છે અને આ સમયમાં પગલાં ભરી લેવામાં આવે તો તેમાં સુધારો થઈ શકે છે. સંશોધકોએ બ્રેકઅપના બે વર્ષ પહેલાં અને બે વર્ષ પછીની પોસ્ટ્સ જોઈ હતી. આ સમય દરમિયાન વૈજ્ઞાનિકોએ પોસ્ટની ભાષામાં ફેરફાર જોયો. તેમને જાણવા મળ્યું કે પોસ્ટમાં 3 મહિના પહેલા જ બ્રેકઅપના સંકેત દેખાવા લાગ્યા હતા. જે વ્યક્તિનું બ્રેકઅપ થવાનું હોય તેની ભાષા ત્રણ મહિના પહેલાં જ બદલાઈ જાય છે.

બ્રેકઅપ્સ આ શબ્દોનો ઉપયોગ કરવાનું શરૂ કરે છે
આ સંશોધકોને જણાયું હતું કે બ્રેકઅપના સંકેતોમાં લોકોની પોસ્ટ એકદમ અલગ જ જોવા મળી હતી. બ્રેકઅપ પહેલા લોકો મારા અને મારા વિશે વધુ પોસ્ટ શેર કરવા લાગે છે. આ સિવાય ડિપ્રેશનની લાક્ષણિકતા ધરાવતા શબ્દો જેવા કે આઇ-વર્ડ, વી-વર્ડ્સ પર વધુ ધ્યાન કેન્દ્રિત કરવામાં આવ્યું હતું. બ્રેકઅપના ત્રણ મહિના પહેલાં એ વ્યક્તિની એનાલિટિકલ વિચારસરણીનો પણ અભાવ જોવા મળ્યો હતો.

બ્રેકઅપ પહેલા પ્રાઇવેટ અને અનફોર્મલ લેંગ્વેજનો ઉપયોગ
આ સિવાય રિસર્ચર્સને પોતાના રિસર્ચમાં જાણવા મળ્યું કે બ્રેકઅપ પહેલા લોકો વધારે પ્રાઇવેટ અને અનફોર્મલ લેંગ્વેજનો ઉપયોગ કરીને પોસ્ટ કરવા લાગે છે. ઉદાહરણ તરીકે, લોકો પોસ્ટમાં લખવાનું શરૂ કરે છે કે... મને ખબર નથી કે હું મારી વાર્તા કહીશ કે નહીં. મને મદદની જરૂર છે કારણ કે હું ખોવાઈ ગયો છું. પરંતુ મારી સ્ટોરી લાંબી છે, મને એ પણ ખબર નથી કે તેને શેર કરવી યોગ્ય રહેશે કે નહીં.

સંબંધો સારા હોય ત્યારે દેખાતું નથી ખરાબમાં દેખાય છે 
સંશોધન દર્શાવે છે કે આવા ફેરફારો સામાન્ય રીતે મનુષ્યમાં જોવા મળતા નથી. જ્યારે વ્યક્તિનો સંબંધ સારો ચાલી રહ્યો હોય. પરંતુ જ્યારે તેમના મનમાં કોઈ પરિવર્તન આવે છે, અથવા તે બદલાવાની તૈયારીમાં છે ... પછી તેઓ આવી ભાષાનો ઉપયોગ કરવાનું શરૂ કરે છે. આ અભ્યાસની મુખ્ય સંશોધક સારાહ સેરાજે જણાવ્યું હતું કે લોકો પહેલેથી જ જાણે છે કે તેમનું બ્રેકઅપ થવાનું છે, પરંતુ તેઓ ક્યારેય તેમની ભાષા પર ધ્યાન આપતા નથી.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ