બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

logo

રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો

logo

લોકસભા ચૂંટણી 2024: રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનનથી રાજકારણ ગરમાયું, CR પાટીલના આક્ષેપ પર શક્તિસિંહ ગોહિલનો પલટવાર

VTV / ભારત / Now PM Modi's planning to send humans to the moon, know by when the target to complete the mission

મિશન મૂન / હવે મનુષ્યને ચંદ્ર પર મોકલવાનો PM મોદીનો પ્લાનિંગ, જાણો ક્યાં સુધીમાં મિશનને પૂર્ણ કરવાનો ટાર્ગેટ?

Megha

Last Updated: 09:45 AM, 7 December 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ બુધવારે ચંદ્રયાન-3ના પ્રોપલ્શન મોડ્યુલને ચંદ્રથી પૃથ્વી પર લાવવાની સફળતાને ટેકનોલોજીકલ સિદ્ધિ ગણાવી હતી. ઇસરોને અભિનંદન પાઠવતા એક પોસ્ટ પણ શેર કરી છે.

  • ISROએ કહ્યું પ્રોપલ્શન મોડ્યુલ પૃથ્વીની ભ્રમણકક્ષામાં પરત ફર્યું છે
  • પ્રોપલ્શન મોડ્યુલનો ઉપયોગ લેન્ડર-રોવરને ચંદ્ર પર લઈ જવા માટે થયો હતો 
  • પીએમ નરેન્દ્ર મોદીએ આ સફળતાને ટેકનોલોજીકલ સિદ્ધિ ગણાવી હતી

ચંદ્રયાન-3 માટે પ્રોપલ્શન મોડ્યુલનો ઉપયોગ લેન્ડર-રોવરને ચંદ્ર પર લઈ જવા માટે કરવામાં આવ્યો હતો. ISROએ મંગળવારે જાહેરાત કરી પ્રોપલ્શન મોડ્યુલ પૃથ્વીની ભ્રમણકક્ષામાં પરત ફર્યું છે. ઈસરોએ આ મિશનને એક અનોખો પ્રયોગ ગણાવ્યો હતો. એવામાં હવે પીએમ મોદીએ ટ્વિટર પર એક પોસ્ટ દ્વારા ઈસરોને પણ અભિનંદન પાઠવ્યા હતા.

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ બુધવારે ચંદ્રયાન-3ના પ્રોપલ્શન મોડ્યુલને ચંદ્રથી પૃથ્વી પર લાવવાની સફળતાને ટેકનોલોજીકલ સિદ્ધિ ગણાવી હતી. ઇસરોને અભિનંદન પાઠવતા તેમણે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર એક પોસ્ટ શેર કરતાં લખ્યું હતું કે, '2040 સુધીમાં ચંદ્ર પર ભારતીય મોકલવાના આપણા ધ્યેય સહિત આપણા ભાવિ અવકાશ પ્રયાસોમાં અન્ય એક ટેક્નોલોજી માઈલસ્ટોન હાંસલ કર્યો, અભિનંદન.'

ઇન્ડિયન સ્પેસ રિસર્ચ ઓર્ગેનાઇઝેશન (ISRO) એ જણાવ્યું હતું કે અન્ય એક અનોખા પ્રયોગમાં, વિક્રમ લેન્ડર પરના HOP પ્રયોગની જેમ, ચંદ્રયાન-3નું પ્રોપલ્શન મોડ્યુલ (PM) ચંદ્રની આસપાસની ભ્રમણકક્ષામાંથી પૃથ્વીની આસપાસની ભ્રમણકક્ષામાં લાવવામાં આવ્યું હતું. 

ઈસરોએ કહ્યું કે પ્રોપલ્શન મોડ્યુલને ચંદ્રની ભ્રમણકક્ષામાંથી પૃથ્વીની ભ્રમણકક્ષામાં પાછા લાવવાના પ્રયોગનો મુખ્ય ફાયદો આગામી મિશનની યોજના કરતી વખતે થશે. ખાસ કરીને ચંદ્ર પરથી પૃથ્વી પર મિશનને પાછું લાવવામાં. હાલમાં, મોડ્યુલ માટે સોફ્ટવેર તૈયાર કરવામાં આવી રહ્યું છે, જે પ્રારંભિક તબક્કામાં છે.' ચંદ્રયાન-3 મિશનનું પ્રોપલ્શન મોડ્યુલ 17 ઓગસ્ટ 2023ના રોજ વિક્રમ લેન્ડરથી અલગ થઈ ગયું હતું અને તે ચંદ્રની આસપાસ ફરતું હતું.

ઈસરોએ મંગળવારે આ મિશનને એક અનોખો પ્રયોગ ગણાવ્યો હતો. નોંધનીય છે કે ચંદ્રયાન માટેના પ્રોપલ્શન મોડ્યુલનો ઉપયોગ લેન્ડર-રોવરને ચંદ્ર પર લઈ જવા માટે કરવામાં આવ્યો હતો. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ