બ્રેકિંગ ન્યુઝ

logo
logo

મહાદેવ બેટિંગ એપ કેસ: અભિનેતા સાહિલ ખાનની મુંબઈ પોલીસની SIT દ્વારા ધરપકડ

logo

લોકસભા ચૂંટણી 2024: PM નરેન્દ્ર મોદીનો આજે ઝંઝાવાતી ચૂંટણી પ્રચાર, કર્ણાટકમાં 4 રેલીને કરશે સંબોધન

logo

લોકસભા ચૂંટણી 2024: પૂર્વ PAAS કન્વીનર અલ્પેશ કથીરિયા અને ધાર્મિક માલવિયા CR પાટીલની હાજરીમાં ભાજપમાં જોડાયા

logo

લોકસભા ચૂંટણી 2024 / 'કોંગ્રેસ અને આપ પાર્ટીના લોકો જુઠ્ઠાણાં ચલાવે છે' અમિત શાહે વિપક્ષને આડે હાથ લીધું

logo

લોકસભા ચૂંટણી: કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહની ગોધરામાં વિજય સંકલ્પ સભા, જનસભામાં મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા

logo

લોકસભા ચૂંટણી 2024: મુંબઈ નોર્થ સેન્ટ્રલથી પૂનમ મહાજનનું પત્તુ કપાયું, આતંકી કસાબને ફાંસી અપાવનારા ઉજ્જવલ નિકમને ભાજપે ટિકિટ આપી

VTV / ગુજરાત / Now Lion Safari Park has also been built in Dadra Nagar Haveli of Sangh Pradesh near Valsad

દક્ષિણ ગુજરાત / સિંહદર્શન માટે હવે ગીરનો ધક્કો નહીં, આ જાણીતા સ્થળે પણ સંભળાશે ડાલા મથ્થાની ડણક, પ્રવાસીઓ રોમાંચિત

Kishor

Last Updated: 11:24 PM, 10 January 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

પ્રવાસીઓને સિંહદર્શન માટે અગાઉ ગીર જવું પડતું હતું પરંતુ હવે દક્ષિણ ગુજરાત સહિત મહારાષ્ટ્રના પ્રવાસીઓ પોતાની નજીકમાં જ સિંહ દર્શન કરી શકે છે. કારણકે હવે વલસાડની નજીક આવેલા સંઘ પ્રદેશ દાદરા નગર હવેલીમાં પણ લાયન સફારી પાર્ક બનાવાયુ છે.

  • હવે સિંહની ડણક સંભળાશે દક્ષિણમાં
  • પ્રવાસીઓને ઘર આંગણે મળશે સિંહ જોવાનો લહાવો
  • દાદરા નગર હવેલીમાં પણ જોઈ શકાશે સાવજ

દાદરા નગર હવેલીના પાટનગર સેલવાસથી 12 કિલોમીટર દૂર આવેલા વાસોણા વિસ્તારમાં લાયન સફારી પાર્ક બનાવવામાં આવેલું છે. 20 હેક્ટર વિસ્તારમાં બનાવેલ આ લાયન સફારી પાર્કમાં હવે ત્રણ સિંહ જોવા મળી રહ્યા છે. ગુજરાતથી લાવવામાં આવેલા આ ત્રણ સિંહ કુદરતી જંગલ વિસ્તારમાં દેખાઈ રહ્યા છે.

વાસોણા વિસ્તારમાં બનાવાયું લાયન સફારી પાર્ક

આ સફારી પાર્કમાં હાલ અશોકા નામનો સિંહ અને ગિરજા અને મીરા નામની સિંહણ રાખવામાં આવેલી છે. દાદરા નગર હવેલી એક પ્રવાસન સ્થળ છે. અહીં જંગલ પહાડો અને નદીઓ જેવા કુદરતી વાતાવરણને  માણવા મોટી સંખ્યામાં પ્રવાસીઓ દર વર્ષે આવે છે. ત્યારે પ્રવાસીઓ માટે લાયન સફારી પાર્ક જેવું એક નવું નજરાણું જોવા મળી રહ્યું છે. જેમાં હિંસક વન્યજીવને જોવા માટે વન વિભાગ દ્વારા ખાસ વ્યવસ્થા કરવામાં આવી છે. આ લાયન સફારીમાં પ્રવાસીઓ માટે ખાસ બે બસોની વ્યવસ્થા કરવામાં આવી છે. માત્ર 25 રૂપિયા જેવી નજીવી ટિકિટમાં પ્રવાસીઓ અડધો કલાક સુધી આ 20 હેક્ટરમાં બનાવવામાં આવેલ જંગલમાં સિંહના દર્શન કરી શકે છે.

20 હેક્ટર વિસ્તારમાં ફેલાયેલુ લાયન સફારી પાર્ક

મહત્વનું છે કે સંઘપ્રદેશ દાદરા નગર હવેલીમાં પ્રવાસનને વેગ આપવા માટે બનાવેલા આ લાયન સફારી પાર્ક દ્વારા લોકોને ઘર આંગણે સિંહદર્શનનો મોકો મળી રહ્યો છે. અગાઉ આ લાયન સફારીમાં માત્ર એક જ સિંહ હતો. જો કે, હવે સિંહ અને સિંહણ લાવવામાં આવ્યા છે.  જેને પગલે હવે આ પંથકમાં પણ ડાલામથ્થાની ડણક સાંભળવા મળી રહી છે.20 હેક્ટર વિસ્તારમાં ફેલાયેલા લાયન સફારી પાર્કમાં હવે ગુજરાતથી લાવવામાં આવેલા ત્રણ સિંહ કુદરતી જંગલ વિસ્તારમાં વિચરણ કરી રહ્યા છે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ