બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

logo

રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો

logo

લોકસભા ચૂંટણી 2024: રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનનથી રાજકારણ ગરમાયું, CR પાટીલના આક્ષેપ પર શક્તિસિંહ ગોહિલનો પલટવાર

VTV / ગુજરાત / અન્ય જિલ્લા / Notorious bootlegger Viju Sindhi arrested in Dubai

ઑપરેશન / ગુજરાતમાં દારૂના 60થી વધુ કેસ ધરાવનાર કુખ્યાત બુટલેગર વીજુ સિંધીની દુબઈમાં ધરપકડ, રેડ કોર્નર નોટિસ કરાઇ હતી જાહેર

Dhruv

Last Updated: 11:43 AM, 21 September 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ગુજરાતમાં 60થી વધુ દારૂના કેસ ધરાવનાર વડોદરાના કુખ્યાત બુટલેગરની વીજુ સિંધીની દુબઈમાં ધરપકડ કરી લેવાઇ છે. રેડ કોર્નર નોટિસના આધારે ઓપરેશન હાથ ધરાયું હતું.

  • કુખ્યાત બુટલેગર વીજુ સિંધીની દુબઈથી ધરપકડ
  • ધરપકડ માટે UAEમાં હાથ ધરાયું હતું ઑપરેશન
  • વીજુ સિંધી પર ગુજરાતમાં 60થી વધુ દારૂના કેસ

ગુજરાતમાં છેલ્લા બે દાયકાથી દારૂનો વેપાર કરનાર વડોદરાના કુખ્યાત બુટલેગર વિનોદ સિંધીની દુબઈથી ધરપકડ કરી લેવાઇ છે. વીજુ સિંધી કે જેની સામે પોલીસે રેડ કોર્નર નોટિસ જાહેર કરી હતી. ઇતિહાસમાં પહેલી વખત કોઈ બુટલેગર સામે રેડ કોર્નર નોટિસ ઈસ્યુ જાહેર કરાઇ હતી. વીજુ સિંધીને દુબઈથી અબુ ધાબી ઇન્ટરપોલના હેડક્વાર્ટર લઈ જવાયો છે.

રેડ કોર્નર નોટિસના આધારે UAEમાં ઓપરેશન હાથ ધરાયું હતું

આ અંગે UAE સુરક્ષા એજન્સીએ ભારતીય દૂતાવાસને ધરપકડની માહિતી આપી છે. વીજુ સિંધીની ધરપકડ માટે UAEમાં ઑપરેશન હાથ ધરાયું હતું. રેડ કોર્નર નોટિસના આધારે ઓપરેશન હાથ ધરાયું હતું. તમને જણાવી દઇએ કે, વીજુ સિંધી પર ગુજરાતમાં 60થી વધુ દારૂના કેસ નોંધાયા છે.

બુટલેગર વીજુ સિંધી સામે રેડ કોર્નર નોટિસ જાહેર કરાઇ હતી

સમગ્ર ગુજરાતમાં કરોડોનો દારૂનું નેટવર્ક ચલાવનાર વિનોદ સિંધી ઉર્ફે વિજુ સિંધી સામે અનેક ગુના નોંધાયેલા છે. ભૂતકાળમાં હરિયાણા, રાજસ્થાન સહિતના રાજ્યોમાંથી ગુજરાતમાં કરોડોનો દારૂ ઠાલવનાર વીજુ દુબઇ ભાગી ગયો હોવાની ચર્ચા ચાલી હતી. જોકે, આ અંગે મહેસાણા એલસીબીના પી.આઈ અજીતસિંહ વાળાએ જણાવ્યું હતું કે, વીજુને પોલીસ પકડે નહીં તે માટે અને તેની સામે ચાલી રહેલી સઘન તપાસ ફોરેનના નામે ડાયવર્ટ કરવા તેના જ માણસોએ ફેલાવેલી આ એકમાત્ર અફવા છે. હાલ તેની સામે રેડ કોર્નર નોટિસ જાહેર કરવામાં આવી છે. સ્ટેટ મોનીટરીંગ સેલ દ્વારા કાર્યવાહી કરવામાં આવી છે.

વીજુ સિંધી આખા ગુજરાતમાં દારૂની ડિલિવરી કરે છે

તમને જણાવી દઇએ કે, વિનોદ સિંધી ઉર્ફે વીજુ સિંધી આખા ગુજરાતમાં દારૂની ડિલિવરી કરે છે. જેમાં સૌરાષ્ટ્ર અને ગુજરાતની અલગ-અલગ જગ્યાએ કઈ રીતે દારૂ સપ્લાય કરવો, કઈ ગાડીમાં ક્યાં જીપીએસ લગાવવું, પોલીસથી કઈ રીતે બચવું તેમજ ક્યાં, કોને કેટલા પૈસા આપવા એ તમામ વિગતો અગાઉથી જ નક્કી હોય છે. વીજુ સિંધી દરેક ગાડી કે જેમાં દારૂ ભર્યો હોય છે એનું સતત મોનિટરિંગ કરવા માટે એના વિસ્તારમાં આવતા અલગ-અલગ લોકોને કામ સોંપતો હતો. જેના આધારે દારૂની ડિલિવરી થાય ત્યાર બાદ જ આંગડિયાથી રૂપિયા કે હવાલાથી રૂપિયા મેળવવા માટે રીતસરની વ્યવસ્થા ગોઠવી રાખતો.

જાણો રેડ કોર્નર નોટિસ એટલે શું?

રેડ કોર્નર નોટિસ રીઢા ગુનેગારોને લઈને જાહેર કરવામાં આવે છે. આ નોટિસ અન્ય દેશોની તપાસ એજન્સીઓ અને પોલીસને ગુનેગાર બાબતે સૂચિત કરે છે. આવું એટલા માટે કારણ કે કોઈપણ ગુનેગાર પોલીસ અને તપાસ એજન્સીઓથી બચવાના પ્રયત્નમાં બીજા દેશમાં જઈને રહી શકે છે. બધા દેશોની એજન્સીઓ એવા ગુનેગાર બાબતે એલર્ટ જાહેર કરી શકે છે અને તેને પકડવામાં મદદ મળી શકે છે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ