Cyclone Biparjoy News: અમદાવાદ મ્યુનિશિપલ કોર્પોરેશન દ્વારા લોકોને બિપોરજોય વાવાઝોડા દરમિયાન સાવચેતી રાખવા અપીલ કરાઇ
બિપોરજોય વાવાઝોડાને લઈ હવે અમદાવાદ વહીવટ તંત્ર હરકતમાં
અમદાવાદીઓ માટે AMC તંત્રએ જાહેર કરી ગાઈડલાઇન
AMCએ ટ્વિટ કરી લોકોને સાવચેતી રાખવા અને અફવાઓથી દૂર રહેવા કરી અપીલ
બિપોરજોય વાવાઝોડાને લઈ હવે અમદાવાદ વહીવટ તંત્ર હરકતમાં આવ્યું છે. વાત જાણે એમ છે કે, અમદાવાદ મ્યુનિશિપલ કોર્પોરેશન દ્વારા લોકોને બિપોરજોય વાવાઝોડા દરમિયાન સાવચેતી રાખવા અપીલ કરાઇ છે. આ સાથે ઘરમાં જ રહેવા અને બારી-બારણાં બંધ રાખવા સૂચના અપાઈ છે. મહત્વનું છે કે, બિપોરજોય વાવાઝોડુ આવતીકાલે એટલે કે 15 જૂન માંડવી અને કરાંચી વચ્ચે મધદરિયે ટકરાશે.
સંભવિત બિપોરજોય ચક્રવાત દરમિયાન આટલું જરૂરથી કરો, જવાબદાર બનો,
અફવાઓથી દૂર રહો અને નિયત સમયે સરકાર શ્રી દ્વારા મળતી આધિકારીક તમામ સૂચનાઓનું પાલન કરો.
સુરક્ષિત રહો અને આસપાસના લોકો/પશુપક્ષીઓની સુરક્ષા પણ સુનિશ્ચિત કરો.#BiparjoyCyclonepic.twitter.com/dJnLpf4a4Z
— Amdavad Municipal Corporation (@AmdavadAMC) June 13, 2023
સંભવિત બિપોરજોય ચક્રવાતને લઈ અમદાવાદ મ્યુનિશિપલ કોર્પોરેશન દ્વારા અમદાવાદીઓને અપીલ કારીવામાં આવી છે. AMC દ્વારા ટ્વિટ કરીને ખાસ કરીને લોકોને અફવાઓથી દૂર રહેવા અને નિયત સમયે સરકાર દ્વારા મળતી આધિકારીક તમામ સૂચનાઓનું પાલન કરવા અપીલ કરાઇ છે. આ સાથે સુરક્ષિત રહેવા અને આસપાસના લોકો/પશુપક્ષીઓની સુરક્ષા પણ સુનિશ્ચિત કરવા અપીલ કરાઇ છે.
જાહેર જનતા જોગ સંદેશ
- વાવાઝોડા/વરસાદના કારણે થતી સમસ્યાના નિરાકરણ માટે 9978355303 સંપર્ક નંબર પર વ્હોટસ એપ દ્વારા પણ ફરિયાદ નોંધાવી શકાય છે.
— Amdavad Municipal Corporation (@AmdavadAMC) June 14, 2023
અમદાવાદ મ્યુનિશિપલ કોર્પોરેશન દ્વારા ટ્વિટ કરી સાવચેતી રાખવા સૂચન કર્યું છે. આ સાથે ટ્વિટમાં કહ્યું છે કે, વાવાઝોડા/વરસાદના કારણે થતી સમસ્યાના નિરાકરણ માટે 9978355303 સંપર્ક નંબર પર વ્હોટસ એપ દ્વારા પણ ફરિયાદ નોંધાવી શકાય છે. મહત્વનું છે કે, બિપોરજોય વાવાઝોડાને લઈ તંત્ર પણ એલર્ટ મોડ પર છે.
સંભવિત બીપરજોય વાવાઝોડા સામે સાવચેતી એ જ સલામતી.
અફવાઓથી દૂર રહી, તંત્ર તરફથી આપવામાં આવતી સાચી માહિતી પર જ ધ્યાન રાખો. આફત સામે પૂર્વ તૈયારી એ જ એકમાત્ર ઉપાય.#BiparjoyCyclonepic.twitter.com/2JS0ECMx9a
— Amdavad Municipal Corporation (@AmdavadAMC) June 13, 2023
આ તરફ AMCએ ટ્વિટમાં કહ્યું છે કે, ચોમાસા દરમિયાન શહેરમાં ઉપસ્થિત થનાર કોઇપણ પરિસ્થિતિને પહોંચી વળવા માટે તંત્ર સુસજ્જ છે સંભવિત બીપરજોય વાવાઝોડા સામે સાવચેતી એ જ સલામતી હોવાનું પણ ટ્વિટમાં ઉમેર્યું છે. AMC દ્વારા અફવાઓથી દૂર રહી, તંત્ર તરફથી આપવામાં આવતી સાચી માહિતી પર જ ધ્યાન રાખવા અપીલ કરાઇ છે.