બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

logo

રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો

logo

લોકસભા ચૂંટણી 2024: રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનનથી રાજકારણ ગરમાયું, CR પાટીલના આક્ષેપ પર શક્તિસિંહ ગોહિલનો પલટવાર

VTV / સ્પોર્ટસ / Cricket / Not for captainship but they didn't even consider for vice captainship, this star player of Team India was ignored by BCCI

ક્રિકેટ / કેપ્ટન તો શું વાઇસ કેપ્ટનને લાયક પણ ન સમજ્યો, ટીમ ઈન્ડિયાના આ સ્ટાર ખેલાડીને BCCI એ કર્યો ઇગ્નોર

Megha

Last Updated: 04:26 PM, 3 October 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

એક એવો ખેલાડી હતો જે કેપ્ટન બનવાનો સૌથી મોટો દાવેદાર હતો પણ સિલેક્ટર્સએ એ ખેલાડીને કેપ્ટનને તો દૂર પણ વાઈસ કેપ્ટન પણ ન બનાવ્યો. ચાલો જોઈએ કોણ છે એ ખેલાડી..

  • ODI સીરિઝ માટે ટીમ ઈન્ડિયાની જાહેરાત કરી દીધી
  • કેપ્ટન બનવાનો દાવેદાર હતો આ ખેલાડી 
  • સિલેક્ટર્સએ એ ખેલાડીને કેપ્ટનને તો દૂર પણ વાઈસ કેપ્ટન પણ ન બનાવ્યો

સિલેક્ટર્સએ ODI સીરિઝ માટે ટીમ ઈન્ડિયાની જાહેરાત કરી દીધી છે અને તેમાં શિખર ધવનને કેપ્ટન બનાવવામાં આવ્યો છે અને તેની સાથે જ સાથે જ શ્રેયસ અય્યરને વાઇસ કેપ્ટન બનાવવામાં આવ્યો છે. પણ આ બધા વચ્ચે એક એવો ખેલાડી હતો જે કેપ્ટન બનવાનો સૌથી મોટો દાવેદાર હતો પણ સિલેક્ટર્સએ એ ખેલાડીને કેપ્ટનને તો દૂર પણ વાઈસ કેપ્ટન પણ ન બનાવ્યો. આજે અમે તમને એ જ ખેલાડી વિશે જણાવવા જઈ રહ્યા છીએ. 

કેપ્ટન બનવાનો દાવેદાર હતો આ ખેલાડી 
જ્યારે સિલેક્ટર્સએ ટી20 વર્લ્ડ કપ માટે ટીમ ઈન્ડિયાનું એલન કર્યું હતું એ સમયે ટીમમાં સંજુ સેમસનને જગ્યા નહતી આપી પણ એ સમયે બીસીસીઆઈએ ન્યુઝીલેન્ડ એ ની સામે કેપ્ટન બનાવ્યો હતો અને તેના પરથી એવું લાગી રહ્યું હતું કે સાઉથ આફ્રિકા સામેની ODI સિરીઝમાં સંજુ સેમસનને ટીમનો કેપ્ટન બનાવવામાં આવશે. પણ કેપ્ટન બનાવવાની વાત તો દૂર રહી સિલેક્ટર્સએ તેને વાઈસ કેપ્ટન પણ ન બનાવ્યો. જણાવી દઈએ કે સિલેક્ટર્સએ સંજુ સેમસનની જગ્યાએ શ્રેયસ અય્યરને વાઇસ કેપ્ટનની જવાબદારી સોંપી છે. 

કેપ્ટનશિપનો છે ખાસ્સો અનુભવ
આપણે બધા જાણીએ જ છીએ કે IPL 2022માં સંજુ સેમસને શાનદાર પ્રદર્શન કર્યું હતું અને તેની કેપ્ટનશીપમાં જ રાજસ્થાન રોયલ્સ ફાઇનલમાં પહોંચી હતી. સંજુ સેમસન ટીમની બોલિંગમાં ખૂબ જ સારી રીતે ફેરફાર કરે છે અને તેના કારણે જ તેને વેસ્ટ ઈન્ડિઝ અને ઝિમ્બાબ્વે ટુર માં શાનદાર રમત દેખાડી હતી. સંજુ સેમસને ભારત માટે અત્યાર સુધી 16 T20 મેચમાં 296 રન બનાવ્યા અને ભારતીય ટીમને ઘણી મેચ જીતવામાં મદદ કરી છે.  

વિસ્ફોટક બેટિંગ કરે છે સંજુ સેમસન
IPL 2022 થી સંજુ સેમસન ખૂબ જ સારા ફોર્મમાં ચાલી રહ્યો છે અને તે કોઈપણ બેટિંગ ઓર્ડર પર સારા રન બનાવી શકે છે. જો કે આ સાથે જ સૌથી મહત્વની વાત એ છે કે તે કોઈપણ ઓર્ડર પર બેટિંગની સાથે સાથે વિકેટકીપિંગ પણ ખૂબ જ સારી રીતે કરી લે છે. 

વનડે સિરીઝ માટે ટીમ ઈન્ડિયા
શિખર ધવન (કેપ્ટન), શ્રેયસ ઐયર (વાઈસ-કેપ્ટન), ઋતુરાજ ગાયકવાડ, શુભમન ગિલ, રજત પાટીદાર, રાહુલ ત્રિપાઠી, ઈશાન કિશન (વિકેટકીપર), સંજુ સેમસન (વિકેટકીપર), શાહબાઝ અહેમદ, શાર્દુલ ઠાકુર, કુલદીપ યાદવ, રવિ બિશ્નોઈ, મુકેશ કુમાર, અવેશ ખાન, મોહમ્મદ સિરાજ, દીપક ચાહર.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ