ફ્રાંસનાં ફેમસ ભવિષ્યવક્તા નાસ્ત્રેદમસે નવી ભવિષ્યવાણી કરી છે કે 2024માં ભયંકર યુદ્ધ થઈ શકે છે અને એક ઘાતકી સુનામી પણ આવી શકે છે. વાંચો વિસ્તારથી..
ફ્રાંસનાં ફેમસ ભવિષ્યવક્તાની ભવિષ્યવાણી
2024માં વિશ્વમાં આવી શકે છે ભયાનક સુનામી
વિશ્વ યુદ્ધને લઈને પણ કરી છે ભવિષ્યવાણી
નાસ્ત્રેદમસની ભવિષ્યવાણી મોટાભાગે ચર્ચાનો વિષય બનતી હોય છે. એવું માનવામાં આવે છે કે તેમની ઘણી ભવિષ્યવાણી સાચી થઈ છે. આ જ કારણોસર લોકો તેમના પર વિશ્વાસ રાખે છે. 14 ડિસેમ્બર 1503નાં ફ્રાંસમાં જન્મેલા નાસ્ત્રેદમસ એક શિક્ષકની સાથે-સાથે એક ડોક્ટર પણ હતાં. આ સિવાય તેઓ ભિન્ન-ભિન્ન પ્રકારની ભવિષ્યવાણી પણ કરતાં હતાં. કહેવાય છે કે વર્ષ 1566માં પોતાના નિધન પહેલા તેમણે 6 હજારથી પણ વધારે ભવિષ્યવાણી કરી હતી. હાલમાં 2024ને લઈને તેમની ભવિષ્યવાણી ચર્ચામાં છે. મીડિયા રિપોર્ટ અનુસાર 2024ને લઈને નાસ્ત્રેદમસની ભવિષ્યવાણી અનુસાર શાહી પરિવારમાં એક નાટકીય ઘટના બની શકે છે, યુદ્ધ થઈ શકે છે અને એક ભયંકર મોટી સુનામી પણ આવી શકે છે.
કયા રાજાને લઈને કરી ભવિષ્યવાણી?
નાસ્ત્રેદમસની એક ભવિષ્યવાણીમાં દ્વીપોનાં રાજાને બળપૂર્વક બહાર નિકાળવાની ઘટનાનો સંદર્ભ આપવામાં આવ્યો છે. જો કે તેમાં કોઈ વિશેષ શાહી વ્યક્તિનો સંદર્ભ આપવામાં આવ્યો નથી પણ કેટલાક વિશેષજ્ઞોનું માનવું છે કે આ કિંગ ચાર્લ્સ હોઈ શકે છે જે દેશનિકાલ માટે તૈયાર છે. નાસ્ત્રેદમસની ભવિષ્યવાણી કહે છે કે દ્વીપોનાં રાજાને બળપૂર્વક જબરદસ્તી બહાર કાઢવામાં આવશે અને તેની જગ્યાએ કોઈ એવા વ્યક્તિની નિમણૂક કરવામાં આવશે જે શાહી ખાનદાન સાથે કોઈ સંબંધ ધરાવતો નથી.
દુનિયામાં આવશે ભયાનક સુનામી
નાસ્ત્રેદમસની સુનામીવાળી ભવિષ્યવાળીને લઈને દાવો કરવામાં આવી રહ્યો છે કે ભયંકર પૂર દુનિયાનાં કેટલાક હિસ્સાઓને પ્રભાવિત કરશે જે બાદ ભયાનક અકાળ આવશે. પૃથ્વી વધારે સૂકાઈ જશે અને કીડાઓનો આતંક ફેલાઈ જશે જેનાથી અકાળની સંભાવના બનશે.
યુદ્ધ થશે
આ સિવાય નાસ્ત્રેદમસની ત્રીજી ભવિષ્યવાળી અનુસાર 2024માં એક આંતરરાષ્ટ્રીય સંઘર્ષ છેડાઈ શકે છે. વિશેષજ્ઞો અનુસાર નાસ્ત્રેદમસનો આ ઈશારો એશિયામાં વધી રહેલા સંઘર્ષની તરફ છે.