બ્રેકિંગ ન્યુઝ
Hiralal
Last Updated: 10:21 PM, 30 November 2023
ADVERTISEMENT
પત્નીની અદલાબદલી કરીને સેક્સ માણવું, નવી વાત નથી. મોર્ડન સોસાયટીમાં પોશ એરિયામાં ઘણી વાર આવી ઘટનાઓ સામે આવતી હોય છે જેમાં કાંતા પતિ અથવા પતિ પાટર્નર બદલીને સેક્સ માણતા હોય છે કોઈ કિસ્સામાં પતિ કે પત્નીને ફરજ પાડવામાં આવતી હોય છે. દિલ્હીને અડીને આવેલા નોઈડામાં વાઈફ સ્વેપિંગની એક ઘટના બની છે જેનો ખુલાસો ખુદ પત્નીએ કર્યો છે.
ADVERTISEMENT
પત્નીએ કહ્યું પતિ મિત્રો સાથે સુવા માટે દબાણ કરે છે
ઉત્તર પ્રદેશના નોઈડામાં એક પરિણીત મહિલાએ તેના પતિ, તેના મિત્ર અને તેની પત્ની વિરુદ્ધ 'વાઈફ સ્વેપિંગ'ના ગંભીર આરોપ લગાવતા કેસ દાખલ કર્યો છે. પીડિત મહિલાએ દાવો કર્યો હતો કે તેનો પતિ તેને આધુનિક બનવા માટે દબાણ કરે છે. આટલું જ નહીં, તેને આધુનિક બનાવવા માટે દારૂ પીવાની ફરજ પણ પાડવામાં આવે છે. તો બીજી તરફ સાસરિયાઓ પણ દહેજ માટે દબાણ કરે છે. જ્યારે પીડિતાએ તેના પતિ અને સાસરિયાઓનો વિરોધ કર્યો તો મહિલાના પતિએ તેની સાથેના સંબંધોનો અંત લાવી દીધો. તો ત્યાં પીડિત મહિલાની ફરિયાદના આધારે પોલીસે કેસ નોંધીને મામલાની તપાસ શરૂ કરી છે. મહિલા દ્વારા દાખલ કરવામાં આવેલી એફઆઈઆરમાં પતિના મિત્ર અને તેની પત્નીના નામ પણ સામેલ છે, જેમની સાથે વાઈફ સ્વેપિંગ કરવા માટે દબાણ બનાવવામાં આવ્યું હતું.
નશાથી લઈને નોનવેજ ખાવાનું દબાણ
આ મામલો નોઈડાના સેક્ટર 137માં હાઈટેક સોસાયટીનો છે. પીડિત મહિલાએ પોલીસમાં આપેલી ફરિયાદમાં કહ્યું કે મધ્યપ્રદેશના ગ્વાલિયરની રહેવાસી છે. તેણીના લગ્ન 23 જાન્યુઆરી, 2022 ના રોજ ઉત્તર પ્રદેશના મુરાદાબાદ જિલ્લાના એક વ્યક્તિ સાથે થયા હતા. પરંતુ પછી રહેવા માટે નોઈડા આવ્યાં હતા.
મહિલાએ દાવો કર્યો હતો કે લગ્ન અને દહેજ પાછળ 2 કરોડ રૂપિયાથી વધુનો ખર્ચ થયો હતો. પીડિત મહિલાના જણાવ્યા અનુસાર, લગ્નના થોડા સમય બાદ જ તેના પતિ અને સાસરિયાઓએ તેના પર નશાથી લઈને નોનવેજ ખાવાનું દબાણ શરૂ કર્યું હતું. જો પત્ની આવું બધું કરવાની ના પાડે તો પતિ કહેતો કે તું નવા જમાનાની નથી.
પતિ સાથે સેક્સ ક્યારે કરવું તે સાસુ નક્કી કરતી
પીડિતાએ આનાથી પણ વધુ આરોપ તેની સાસુ પર મૂક્યો છે. પરિણિતાએ કહ્યું કે મારે પતિ સાથે સેક્સ ક્યારે કરવું તે સાસુ નક્કી કરતી હતી. પીડિતાએ કહ્યું કે મારી સાસુ મને કહેતી કે હું મારા પતિને ખુશ કરી શકતી નથી, તેથી તેણે પતિના મિત્રની પત્નીમાંથી શીખવું જોઈએ. તે કેટલી મોર્ડન છે. તો એમ પણ કહે છે કે તમે તમારા પતિને ખુશ કરી શકતા નથી.પીડિતાએ એ પણ જણાવ્યું કે તેની સાસુ જ નક્કી કરે છે કે તેના પતિ સાથે કયા દિવસે સંબંધ બાંધવો અને ક્યારે નહીં? પીડિતાનો દાવો છે કે તે 16 સપ્ટેમ્બર 2022ના રોજ ગર્ભવતી બની હતી.
બળજબરીથી દવા પીવડાવીને ગર્ભ પડાવી દીધો
આ વાતની જાણ થતાં સાસરિયાઓએ ગર્ભપાત કરાવવા માટે દબાણ કર્યું હતું. જ્યારે મહિલાએ ગર્ભપાત માટે ના પાડી ત્યારે તેની નણંદ મેડિકલ સ્ટોરમાંથી દવા લાવી હતી અને એક દિવસ તેને દબાણથી પીવડાવી દીધી હતી જે પછી મહિલાનો ગર્ભ પડી ગયો હતો. આ બાબતે તેમની વચ્ચે ઘણી બોલાચાલી અને ઝઘડો થયો હતો.
નોઈડાના ફ્લેટમાં થતી વાઈફ સ્વેપિંગની પાર્ટી
પીડિત મહિલાએ તેની એફઆઈઆરમાં દાવો કર્યો છે કે તેના પતિ સાથે પણ ગેરકાયદે સંબંધો હતા. આ સિવાય તે વાઈફ સ્વેપિંગ માટે પણ દબાણ કરે છે.
મહિલાએ પોલીસને જણાવ્યું કે તેના પતિના મિત્રનો નોઈડાના સેક્ટર-75માં ફ્લેટ છે. તેઓ અવારનવાર આ ફ્લેટમાં સિક્રેટ પાર્ટીઓ કરે છે. મહિલાએ દાવો કર્યો હતો કે ગયા વર્ષે 18 એપ્રિલ 2022ના રોજ તે પતિ સાથે પાર્ટીમાં ગઈ હતી. આ દરમિયાન મને બળજબરીથી દારૂ પીવડાવવામાં આવ્યો હતો. દારૂ પીધા પછી પતિએ મને કહ્યું કે... તું મારા મિત્ર સાથે સૂઈ જા. હું તેની પત્ની સાથે છું. જેને વાઈફ સ્વેપિંગ કહેવામાં આવે છે. પતિની આ વાત સાંભળીને પીડિતાના હોશ ઉડી ગયા. જ્યારે પીડિતાએ આવું કરવાની ના પાડી તો તે ગુસ્સે થઈ ગયો અને તેને છોડી દેવાની વાત કરવા લાગ્યો. તો ત્યાં હવે પીડિત મહિલાએ પતિ, પતિના મિત્ર, તેની પત્ની, તેના સાસુ, સસરા, ભાભી સહિત 9 લોકો સામે કેસ દાખલ કર્યો છે. પોતાની ફરિયાદમાં મહિલાએ દહેજ ઉત્પીડન સહિત વિવિધ કલમો હેઠળ એફઆઈઆર નોંધાવી છે. આ કેસ મહિલા પોલીસ સ્ટેશનમાં ટ્રાન્સફર કરવામાં આવ્યો છે. પોલીસે FIRના આધારે મામલાની તપાસ શરૂ કરી છે.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.