બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

logo

રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો

logo

લોકસભા ચૂંટણી 2024: રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનનથી રાજકારણ ગરમાયું, CR પાટીલના આક્ષેપ પર શક્તિસિંહ ગોહિલનો પલટવાર

VTV / No clear national emblem, Isro logo imprints show lunar soil 'lumpy'

મૂન પર કેમ આવું / રોવરે ચંદ્રની ધરતી પર નથી પાડી અશોક સ્તંભ-ઈસરોની ચોખ્ખી છાપ? ઈસરોએ ખોલ્યું મોટું રહસ્ય

Hiralal

Last Updated: 05:54 PM, 24 September 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ચંદ્ર પર રોવરે કરેલી ઈસરો લોગો અને અશોક સ્તંભની છાપને લઈને ઈસરોનો એક નવો ખુલાસો સામે આવ્યો છે.

  • ચંદ્ર પર ઈસરો લોગો અને અશોક સ્તંભની છાપને લઈને નવો ખુલાસો
  • ઈસરો ચીફે કહ્યું- ચંદ્ર પર લોગો અને અશોક સ્તંભની ચોખ્ખી છાપ પડી નથી
  • ખૂંધવાળી અને ઉબડ-ખાબડ જમીનને કારણે ચોખ્ખી છાપ ન પડી 

23 ઓગસ્ટે ચંદ્રયાન-3ના લેન્ડીગ બાદ તેના રોવરે ચંદ્ર પર ફરવાનું શરું કર્યું હતું તે વખતે ઈસરોએ એવી માહિતી આપી હતી કે રોવરના પૈડા પર ભારતના અશોક ચક્રની છાપ અંકિત છે અને તે જેમ જેમ ફરતું જશે તેમ તેમ ચંદ્રની ધરતી પર તેની છાપ છોડતું જશે પરંતુ હવે આ કેસમાં પાછો એક ટ્વિસ્ટ આવ્યો છે.

શું જાણકારી આપી ઈસરોએ 
હવે ઈસરોએ જાણકારી આપી છે કે ચંદ્રની ધરતી પર ઈસરોનો લોગો અને અશોક ચક્રની તસવીર ચોખ્ખી છપાઈ નથી.જો કે આ પણ એક સારા સમાચાર છે અને ઈસરો તેને એક સારો સંકેત માની રહ્યું છે, કારણ કે તે દક્ષિણ ધ્રુવ ક્ષેત્રમાં ચંદ્રની જમીનના ગુણધર્મોને સમજવા માટે એક નવો સંકેત આપી રહ્યું છે.
ઈસરોના ચેરમેન એસ સોમનાથે કહ્યું કે, "તમે સાચા છો (સંદિગ્ધ લોગો અને લોગો માર્કે નવી સમજ આપી છે). આપણે પહેલેથી જ જાણીએ છીએ કે તે (માટી) અલગ છે, પરંતુ આપણે એ શોધવી પડશે આખરે એવી કઈ ચીજ છે જેને કારણે તે શોધ ચંદ્રની માટી ધૂળવાળી નહીં, પણ ખૂંધ જેવી છે. તેનો અર્થ એ કે કંઈક જમીનને બાંધી રહ્યું છે. આવી સ્થિતિમાં, આપણે એ વાતનો અભ્યાસ કરવાની જરૂર છે કે ચંદ્રના દક્ષિણ ધ્રુવની જમીનને કઈ વસ્તુ બાંધી રહી છે. ઇસરો સેટેલાઇટ ઇન્ટિગ્રેશન એન્ડ ટેસ્ટ એસ્ટાબ્લિશમેન્ટ (આઇસીઆઇટી) દ્વારા બનાવવામાં આવેલી ચંદ્રની માટીના સિમ્યુલેશન (એલએસએસ) પર આ તસવીરોનું પરીક્ષણ કરવામાં આવ્યું હતું.

પ્રજ્ઞાન અને વિક્રમ સાથે ક્યારે સંપર્ક નક્કી નહીં-ઈસરો ચીફ 
સોમનાથે કહ્યું કે ચંદ્રયાન-3ના પ્રજ્ઞાન અને વિક્રમ સાથે ક્યારે સંપર્ક સ્થાપિત થશે તે નક્કી નથી. એક અપડેટ શેર કરતા ઇસરોએ જણાવ્યું હતું કે તેણે વિક્રમ લેન્ડર અને પ્રજ્ઞાન રોવર સાથે વાતચીત સ્થાપિત કરવાના પ્રયાસો કર્યા છે, જેથી તેમની જાગવાની સ્થિતિ જાણી શકાય, પરંતુ હજી સુધી તેમના તરફથી કોઈ સંકેત મળ્યો નથી. તેની સાથે સંપર્ક સ્થાપિત કરવાના પ્રયત્નો ચાલુ રખાશે. 

ચાર દિવસ છતાંય ન જાગ્યા વિક્રમ અને રોવર 
ચંદ્ર પર સૂર્યોદય થયાને ત્રણ દિવસ વીતી ગયા છે, પરંતુ હજુ સુધી ચંદ્રયાન-3ના વિક્રમ લેન્ડર અને પ્રજ્ઞાન રોવરે ફરી કામ કરવાનું શરૂ કર્યું નથી. બંને હજુ પણ સ્લીપ મોડમાં છે અને એવી અપેક્ષા હતી કે તેઓ શુક્રવારે ફરી જાગી જશે. ચંદ્ર પર રાત પડવાને કારણે આ મહિનાની શરૂઆતમાં બંને મોડ્યુલ સ્લીપ મોડમાં મૂકવામાં આવ્યા હતા અને એક ચમત્કારની અપેક્ષા રાખવામાં આવી હતી કે જ્યારે ચંદ્ર પર ફરીથી પ્રકાશ આવશે, ત્યારે બંને સૂર્યપ્રકાશથી ચાર્જ થશે અને ફરીથી સિગ્નલ મોકલવાનું શરૂ કરશે.

ચંદ્રની રાતમાં માઈનસ 200 થી 250 ડિગ્રી સેલ્સિયસ નીચું તાપમાન
સોમનાથે કહ્યું, 'અમને ખબર નથી કે તે ક્યારે જાગશે. તે કાલે થઈ શકે છે અથવા તે ચંદ્ર દિવસના છેલ્લા દિવસે પણ થઈ શકે છે. પરંતુ અમે પ્રયાસ કરી રહ્યા છીએ. જો લેન્ડર અને રોવર જાગી જશે તો તે એક મોટી ઉપલબ્ધિ હશે. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ