બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

logo

રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો

logo

લોકસભા ચૂંટણી 2024: રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનનથી રાજકારણ ગરમાયું, CR પાટીલના આક્ષેપ પર શક્તિસિંહ ગોહિલનો પલટવાર

VTV / ભારત / Nitish Kumar rejected the proposal of the coordinator of the INDIA coalition

BIG BREAKING / 'મને કોઈ જ રસ નથી', નીતિશ કુમારે ફગાવ્યો INDIA ગઠબંધનના સંયોજકનો પ્રસ્તાવ, બેઠક ખતમ

Vishal Khamar

Last Updated: 02:27 PM, 13 January 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ઈન્ડિયા એલાયન્સની બેઠક સમાપ્ત થઈ ગઈ છે. સૂત્રો દ્વારા મળતી માહિતી મુજબ નીતિશ કુમારે સંયોજક પદ લેવાનો ઈન્કાર કરી દીધો છે. કહેવામાં આવી રહ્યું છે કે તેમને સંયોજક પદની ઓફર કરવામાં આવી હતી, પરંતુ તેમણે કહ્યું કે તેમને કોઈ પદ જોઈતું નથી.

  • વર્ચ્યુઅલી બેઠકમાં નીતિશ કુમારને કન્વીનર બનાવવાનો પ્રસ્તાવ મુકાયો
  • સીટોની વહેંચણીને લઈને યોજાયેલી ઈન્ડિયા એલાયન્સની બેઠક પૂર્ણ
  • બેઠકમાં મમતા બેનર્જી તેમજ ઉદ્ધવ ઠાકરે જોડાયા ન હતો

 લાંબા સમય બાદ ઈન્ડિયન એલાયન્સની બેઠક યોજાઈ હતી. પરંતુ હજુ સુધી કોઈ મોટો નિર્ણય લેવામાં આવ્યો નથી. કહેવામાં આવી રહ્યું હતું કે આ બેઠકમાં નીતિશ કુમારને ઈન્ડિયા એલાયન્સના સંયોજક જાહેર કરી શકાયા હોત, પરંતુ એવું થયું નહીં. સૂત્રો પાસેથી માહિતી મળી રહી છે કે નીતિશ કુમારને કન્વીનર બનાવવાનો પ્રસ્તાવ હતો, પરંતુ તેમણે પોતે જ ના પાડી દીધી હતી.

આવતીકાલથી રાહુલ ગાંધીની ભારત જોડો ન્યાય યાત્રા શરૂ થશે
સુત્રો દ્વારા મળતી માહિતી મુજબ આ બેઠકનો હેતુ ઘટક પક્ષો વચ્ચે વાતચીતના અભાવને ખતમ કરવાનો હતો. જાણવા મળી રહ્યું છે કે કોંગ્રેસે બેઠકમાં હાજર પક્ષોને આવતીકાલથી શરૂ થઈ રહેલી રાહુલ ગાંધીની ભારત જોડો ન્યાય યાત્રા માટે સહયોગ કરવાની અપીલ કરી છે.

વધુ વાંચોઃ નિયમોની ઐસી કી તૈસી કરનાર 3 બેંકોને RBIએ ફટકાર્યો કરોડોનો દંડ, શું ગ્રાહકોને થશે કોઇ નુકસાન?

બેઠકમાં મમતા બેનર્જી અને ઉદ્ધવ ઠાકરે જોડાયા ન હતો
તમને જણાવી દઈએ કે આ બેઠકમાં મમતા બેનર્જી અને ઉદ્ધવ ઠાકરે જોડાયા ન હતા. એવું કહેવામાં આવી રહ્યું છે કે તેમના કેટલાક કાર્યક્રમો પહેલાથી જ નિર્ધારિત હતા તેથી તેઓ હાજર રહ્યા ન હતા. પરંતુ આ બેઠકમાં નીતિશ કુમાર, લાલુ યાદવ, મલ્લિકાર્જુન ખડગે, રાહુલ ગાંધી, સ્ટાલિન સહિત ઘણા મોટા નેતાઓ હાજર રહ્યા હતા.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ