બ્રેકિંગ ન્યુઝ

logo
logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

logo

રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો

logo

લોકસભા ચૂંટણી 2024: રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનનથી રાજકારણ ગરમાયું, CR પાટીલના આક્ષેપ પર શક્તિસિંહ ગોહિલનો પલટવાર

logo

રાહુલ ગાંધીના રાજા-મહારાજાઓ અંગેના નિવેદન મુદ્દે સી.આર.પાટીલે આપી પ્રતિક્રિયા, રાજા-મહારાજાઓને થયેલા અનુભવોથી જ તેઓ કોંગ્રેસથી દૂર થયા

VTV / ભારત / Nishu Deshwal was active on YouTube for 7 years had 14 lakh subscribers tractor stunt craze took his life.

શોખ ભારે પડ્યો / સ્ટંટ રિલના શોખીનો ચેતજો! ફેમસ યુટુબરનું ટ્રેક્ટર નીચે ચગદાઈ જતાં મોત, બે ટાયર ઉંચા કરતાં બની ઘટના

Pravin Joshi

Last Updated: 05:58 PM, 28 February 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

રીલનો શોખ આજકાલ ખૂબ જ સામાન્ય બની ગયો છે. સોશિયલ મીડિયા પર દરેક પ્રકારની રીલ જોઈ શકાય છે. પછી તે ડાન્સ રીલ હોય કે સ્ટંટીંગ. 22 વર્ષીય નિશુ દેશવાલે રીલ બનાવતી વખતે જીવ ગુમાવ્યો હતો. નિશુના સ્ટંટથી તેનો સુખી પરિવાર બરબાદ થઈ ગયો.

હાલમાં પ્રખ્યાત થવા માટે લોકો શું શું કરે છે? સોશિયલ મીડિયા પર રીલ અપલોડ કરવાની લત પણ યુવાનોમાં ખૂબ જોવા મળી રહી છે. રીલ્સમાં કેટલાક લોકો ડાન્સ કરે છે તો કેટલાક સ્ટંટ કરે છે. પરંતુ આ સ્ટંટ કેટલા મોંઘા હોઈ શકે તેનું જીવંત ઉદાહરણ 22 વર્ષીય યુટ્યુબર નિશુ દેશવાલ છે. જે હવે આ દુનિયામાં નથી. હરિયાણાના પાણીપત જિલ્લામાં રહેતો નિશુ દેશવાલ સોશિયલ મીડિયા પર ઘણી એક્ટિવ રહેતો હતો. તેના યુટ્યુબ વીડિયો પર તેને ઘણા વ્યુઝ મળતા હતા.

સુખી પરિવાર બરબાદ થઈ ગયો

નિશુના સ્ટંટીંગના શોખને કારણે તેનો સુખી પરિવાર બરબાદ થઈ ગયો. સમગ્ર મામલાની વાત કરીએ તો નિશુ ટ્રેક્ટર પર સ્ટંટ કરતી વખતે વીડિયો બનાવી રહ્યો હતો. પરંતુ તેણે વિચાર્યું પણ નહીં હોય કે તેનો આ શોખ તેના મૃત્યુનું કારણ બની જશે. સ્ટંટ દરમિયાન નિશુ દેશવાલ ટ્રેક્ટરની નીચે દબાઈ ગયો હતો. જેના કારણે તેનું મોત થયું હતું. આ સમયનો એક વીડિયો પણ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. જેમાં જોઈ શકાય છે કે યુવક સ્ટંટ કરતી વખતે ટ્રેક્ટરને બે ટાયર પર ઊંચકીને બેલેન્સ કરતો જોવા મળે છે.

અચાનક ટ્રેક્ટર પાછળની તરફ પલટી જાય છે અને યુવક સ્ટીયરીંગ વ્હીલ અને સીટ વચ્ચે ફસાઈ જાય છે. જેના કારણે તેનું મોત થયું હતું. તમને જણાવી દઈએ કે, નિશુના લગ્ન દોઢ વર્ષ પહેલા જ થયા હતા. તેમને 6 મહિનાનો પુત્ર પણ છે. એટલું જ નહીં નિશુ દેશવાલ બે ભાઈઓમાં નાનો હતો. તેના પિતા ખેડૂત છે. 22 વર્ષીય નિશુ તેના મિત્રો સાથે રીલ બનાવવા નદી કિનારે ગયો હતો. 

વધુ વાંચો : ભૂલથી વરરાજા સાથે જાનૈયાઓ આગલા દિવસે જ પહોંચી ગયા દુલ્હનના ઘરે, મચી દોડમદોડ, થઇ જોવાજેવી

નિશુની યુટ્યુબ પર HR-PB Tractors નામની પોતાની ચેનલ હતી. યુટ્યુબ પર તેના 13 લાખ 60 હજાર ફોલોઅર્સ હતા. યુટ્યુબરના મૃત્યુ બાદ તેનો આખો પરિવાર શોકમાં છે. તે ઘણીવાર સ્ટંટ કરતી વખતે વીડિયો શેર કરતો હતો. પરંતુ નિશુએ પણ વિચાર્યું ન હતું કે તેનો સ્ટંટ એક દિવસ તેના મૃત્યુનું કારણ બનશે.

VTV Gujarati Newsની તમામ અપડેટ સૌથી પહેલા મેળવવા માટે અમારી WhatsApp ચેનલ ફોલો કરો

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ