બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

logo

રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો

logo

લોકસભા ચૂંટણી 2024: રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનનથી રાજકારણ ગરમાયું, CR પાટીલના આક્ષેપ પર શક્તિસિંહ ગોહિલનો પલટવાર

VTV / ધર્મ / ગુજરાત / ભાવનગર / Nishkalank Mahadev Temple history This temple of Mahadev is submerged in sea water for 14 hours a day

શ્રાવણ યાત્રા / શ્રીકૃષ્ણએ કાળી ધજા આપી અને મહાદેવે પાંડવોનો કલંક કર્યો દૂર: દિવસમાં 14 કલાક સુધી સમુદ્રના પાણીમાં ડૂબેલું રહે છે મહાદેવનું આ મંદિર

Megha

Last Updated: 11:23 AM, 18 August 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Nishkalank Mahadev Temple: સમુદ્રમાં બિરાજમાન નિષ્કલંક મહાદેવના દર્શન કરવો એક લ્હાવો છે. દિવસમાં બે વખત સમુદ્રના જળથી જળાભિષેક થાય છે અને દરિયામાં ઓટના સમયે લોકો દર્શન કરવા આવે છે.

  • દિવસના લગભગ 14 કલાક સુધી સમુદ્રના પાણીમાં ડૂબેલું રહે છે આ મંદિર 
  • દરિયામાં 1.5 કિલોમીટર ચાલીને દર્શન કરવા પંહોચે છે લોકો 
  • નિષ્કલંક મહાદેવ તરીકે કેમ ઓળખાય છે? જાણો રોચક કહાની 

Nishkalank Mahadev Temple: અરબી સમુદ્રમાં આવેલું આવું જ એક અનોખું મંદિર એટલે ગુજરાતના ભાવનગરમાં કોળીયક પાસે આવેલું નિષ્કલંક મહાદેવ મંદિર. પરંપરાગત પ્રવાસીઓ કદાચ આ સ્થળ વિષે કદાચ વિશેષ માહિતી નહિ ધરાવતા હોય પણ આ મંદિર પૌરાણિક મહત્વ તેમજ કુદરતી સુંદરતા બંને દ્રષ્ટિએ અનેરું સ્થાન ધરાવે છે. 

નિષ્કલંક મહાદેવના દર્શન કરવો એક લ્હાવો છે
શ્રાવણ માસમાં મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓએ અહીં દર્શનનો લાભ લઈ છે. મહત્વનું છે કે ભાદરવી અમાસે આ સ્થળે પ્રતિ વર્ષ શ્રાવણના અંતિમ દિવસે ભાદરવી લોક મેળો ભરાય છે. આ દિવસે સમુદ્ર સ્નાન કરવાનું અનેરું મહત્વ હોઈ છે. આ દિવસે મંદિર પર ધજા રાજવી પરિવાર દ્વારા ચડાવવામાં આવે છે. અમાસના દિવસે સમુદ્ર સ્નાન તેમ જ અસ્થિ પધરાવવાનું વિશેષ મહત્વ છે. ભાવનગરથી 30 કિલોમીટર દૂર આવેલું કોળિયાક ગામ અને અહીં સમુદ્રમાં બિરાજમાન નિષ્કલંક મહાદેવના  દર્શન કરવો એક લ્હાવો છે. આ શિવલિંગ પર દિવસમાં બે વખત સમુદ્રના જળથી જળાભિષેક કરવામાં આવે છે અને  દિવસમાં બે વખત ઓટના સમયે લોકો અહીં દરિયામાં 1.5 કિલોમીટર ચાલીને દર્શન કરવા આવે છે.  અહીં દરિયા કિનારે અનેક શિવ મંદિરો અને દેવીઓના મંદિર આવેલા છે જેમાં સૌથી પ્રાચીન મંદિર નિષ્કલંક મહાદેવનું મંદિર માનવામાં આવે છે.

નિષ્કલંક મહાદેવ તરીકે કેમ ઓળખાય છે?
નિષ્કલંક એટલે કે નિષ-કલંક. જ્યાં કોઈ જ કલંક નથી તે જગ્યા. આ મંદિરની કથા મહાભારતનાં સમયની હોવાનું માનવામાં આવે છે. અહીં મહાભારત યુગમાં પાંડવોએ સમુદ્ર મધ્ય શિવલિંગની સ્થાપના કરી અને સ્નાન કરવાથી નિષ્કલંક થયાની લોકવાયકા છે. કુરુક્ષેત્રનાં યુદ્ધની પૂર્ણાહુતિ બાદ પાંડવો તેમના સેંકડો સબંધીઓના મૃત્યુ બદલ પોતાને અપરાધી માની રહ્યા હતા અને એમને શ્રીકૃષ્ણ પાસે ક્ષમા માંગી. એ સમયે શ્રીકૃષ્ણએ એમને એક કાળી ધજા આપીને કહ્યું કે જ્યાં આ કાળી ધજા સફેદ થઈ જાય ત્યાં મહાદેવની તપસ્યા કરજો. પોતાના પાપોનું પ્રાયશ્ચિત કરવા પાંડવો  કોળીયક ભૂમિ પર આવી પંહોચ્યાં અને ત્યાં તપસ્યા કરી. અંતે શિવ એમના તપથી ખુશ થયા અને મહાદેવ પાંચ શિવલિંગ તરીકે ત્યાં પ્રગટ થયા હતા. ત્યારે પાંચ શિવલિંગની સ્થાપના થઈ અને નિષ્કલંક મહાદેવ મંદિર અસ્તિત્વમાં આવ્યું. આજે આ શિવલિંગ નિષ્કલંક મહાદેવ તરીકે ઓળખાય છે. 

14 કલાક સુધી સમુદ્રના પાણીમાં ડૂબેલું રહે છે આ મંદિર 
સમુદ્રની મધ્યે આવેલું હોવાથી નિષ્કલંક મહાદેવનાં દર્શન દરરોજ કોઈ ચોક્કસ સમય પૂરતાં જ મર્યાદિત બની જાય છે. દર્શનનો સમય સંપૂર્ણપણે ભરતી-ઓટ પર આધારિત છે અને ભરતી-ઓટ હિન્દુ મહિનાઓની તિથી અનુસાર બદલાય છે. પૂનમ તેમજ અમાસે ભરતી તેમજ ઓટ સવિશેષ જોવા મળે છે. દિવસના 24 કલાકમાં લગભગ 14 કલાક આ મંદિર દરિયામાં રહે છે. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ