બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

logo

રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો

logo

લોકસભા ચૂંટણી 2024: રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનનથી રાજકારણ ગરમાયું, CR પાટીલના આક્ષેપ પર શક્તિસિંહ ગોહિલનો પલટવાર

VTV / અજબ ગજબ / Nipah Virus Kerala: ICMR DG bahl rajiv said that India to procure 20 more doses of monoclonal antibody from Australia for Nipah treatment

એલર્ટ / કોરોના કરતાં અનેક ગણો ખતરનાક છે નિપાહ વાયરસ: કેસ વધતાં સરકારે જાહેર કર્યા ચોંકાવનારા આંકડા

Vaidehi

Last Updated: 06:06 PM, 15 September 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Nipah Virus: કેરળમાં કોરોનાથી પણ ગંભીર નિપાહ વાયરસ ફેલાઈ રહ્યું છે. જાણકારો અનુસાર નિપાહથી સંક્રમિત લોકોનો મૃત્યુદર 40-70% છે.

  • કેરળમાં કોરોનાથી પણ ગંભીર વાયરસ ફેલાઈ રહ્યો છે
  • કોઝીકોડ જિલ્લામાં નિપાહ વાયરસથી 2 લોકોનું મૃત્યુ
  • એન્ટીબોડીનાં 20 ડોઝ મંગાવવામાં આવ્યાં

Nipah Virus: કેરળમાં નિપાહ વાયરસનાં સામે આવી રહેલા કેસોને લઈને કેન્દ્ર સરકારે કેટલાક આંકડાઓ જારી કર્યાં છે. ICMRનાં ડીજી રાજીવ બહલે જણાવ્યું કે નિપાહથી સંક્રમિત લોકોનો મૃત્યુદર 40-70% છે, જ્યારે કોવિડથી મૃત્યુ પામતા લોકોનો દર 2-3% જ હતો. તેમણે કહ્યું કે નિપાહને રોકવાનાં પ્રયાસો કરવામાં આવી રહ્યાં છે. તમામ સંક્રમિત વ્યક્તિ ઈંડેક્સ પેશન્ટ (પ્રથમ સંક્રમિક દર્દી)નાં સંપર્કમાં આવ્યાં હતાં.

ઑસ્ટ્રેલિયાથી એન્ટીબોડી મંગાવવામાં આવી
ICMR ડીજી રાજીવ બહલે પ્રેસ કોન્ફેરેન્સ દરમિયાન કહ્યું કે આપણી પાસે માત્ર 10 રોગીઓ માટેનાં મોનોક્લોનલ એન્ટીબોડી ડોઝ છે. જે હજુ સુધી કોઈને પણ નથી આપવામાં આવ્યાં. ભારતે મોનોક્લોનલ એન્ટીબોડીનાં વધુ 20 ડોઝ ઑસ્ટ્રેલિયાથી મંગાવ્યા છે. સંક્રમણનાં પ્રારંભિક ચરણ દરમિયાન જ આ દવા અપાવી જોઈએ.

2 લોકોનું મોત
પહેલાં કેરળનાં કોઝિકોડ જિલ્લામાં 39 વર્ષીય એક વ્યક્તિને નિપાહ વાયરસ થયો હોવાની જાણકારી મળી હતી. આ વ્યક્તિ એક સંક્રમિત દર્દીનાં સીધા સંપર્કમાં આવ્યો હતો જેની 30 ઑગસ્ટનાં રોજ સંક્રમણથી મૃત્યુ થઈ ગયું હતું. માહિતી અનુસાર અત્યાર સુધી નિપાહ વાયરસનાં સંક્રમણને લીધે 2 લોકોનું મૃત્યુ થયું છે. રાજ્યની સ્વાસ્થ્ય મંત્રી વીના જૉર્જે શુક્રવારે આ જાણકારી આપી હતી.

સંક્રમિત 9 વર્ષનો બાળક વેન્ટિલેટર પર
દર્દીઓની સંખ્યા વધવાને લીધે રાજ્ય સરકાર એવા તમામ લોકોની તપાસ કરી રહી છે જે સંક્રમિત વ્યક્તિનાં સંપર્કમાં આવ્યાં છે અથવા તો જેને સંક્રમિત થવાનું જોખમ સૌથી વધુ છે પછી ભલે તેમનામાં કોઈ લક્ષણ ન દેખાતા હોય. રાજ્યનાં સ્વાસ્થ્ય મંત્રી જૉર્જે મીડિયા સાથેની વાતચીત દરમિયાન કહ્યું કે વાયરસથી સંક્રમિત 9 વર્ષનો છોકરો વેંટિલેટર સપોર્ટ પર છે. તેના સિવાય પ્રભાવિત અન્ય લોકોનાં સ્વાસ્થ્યની સ્થિતિ સ્થિર છે. 

કર્ણાટક સરકારે પણ જારી કર્યા દિશાનિર્દેશ
કેરળમાં નિપાહ વાયરસનાં સંક્રમણનાં મામલા સામે આવતાં કર્ણાટક સરકારે પણ કેટલાક દિશાનિર્દેશ જારી કર્યાં છે.  14 સપ્ટેમ્બરનાં જારી સર્ક્યુલરમાં કહેવાયું કે કેરળ રાજ્યનાં કોઝીકોડ જિલ્લામાં 2 લોકોનાં મોતની સાથે અત્યાર સુધી નિપાહ વાયરસનાં સંક્રમણનાં 4 મામલાઓ સામે આવતાં સંક્રમણનાં પ્રસારને રોકવા માટે કેરળની સીમાથી લાગેલા જિલ્લાઓમાં દેખરેખની ગતિવિધિઓ વધારવાની જરૂર છે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ