બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

logo

રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો

logo

લોકસભા ચૂંટણી 2024: રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનનથી રાજકારણ ગરમાયું, CR પાટીલના આક્ષેપ પર શક્તિસિંહ ગોહિલનો પલટવાર

VTV / Nijjar Funded Terrorist Attacks in India, Created Camps in Canada and Trained Weapons, Also Big Reveal About ISI.

મોટો ખુલાસો / નિજ્જરે ભારતમાં આતંકી હુમલા માટે કર્યું ફંડિગ, કેનેડામાં આપતો હતો હથિયારની ટ્રેનિંગ, ચોંકાવનારો ઘટસ્ફોટ

Pravin Joshi

Last Updated: 11:31 PM, 23 September 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

હરદીપ સિંહ નિજ્જર 1996માં ભારતમાં ધરપકડ થવાના ડરથી કેનેડા ભાગી ગયો હતો. તેના પર 10 લાખ રૂપિયાનું રોકડ ઈનામ હતું.

  • હરદીપ સિંહ નિજ્જરની હત્યાને લઈને ભારત અને કેનેડા વચ્ચે તણાવ 
  • નિજ્જર કોઈ ધાર્મિક કે સામાજિક વ્યક્તિ નથી, આતંકવાદી હતો
  • તે કેનેડામાં આતંકવાદી પ્રશિક્ષણ શિબિરો ચલાવવો હતો
  • તે આતંકવાદી કૃત્યોને ભંડોળ પૂરું પાડવામાં સામેલ હતો

ખાલિસ્તાની અલગતાવાદી નેતા હરદીપ સિંહ નિજ્જરની હત્યાને લઈને ભારત અને કેનેડા વચ્ચે તણાવ ઉભો થયો છે. દરમિયાન, ભારતીય ગુપ્તચર એજન્સીઓ દ્વારા તૈયાર કરવામાં આવેલા ડોઝિયરમાં કહેવામાં આવ્યું છે કે નિજ્જર કોઈ ધાર્મિક કે સામાજિક વ્યક્તિ નથી, પરંતુ આતંકવાદી હતો. તે કેનેડામાં આતંકવાદી પ્રશિક્ષણ શિબિરો ચલાવવા અને આતંકવાદી કૃત્યોને ભંડોળ પૂરું પાડવામાં સામેલ હતો. ઈન્ડિયા ટુડે અનુસાર, નિજ્જરે પાકિસ્તાનની ગુપ્તચર સંસ્થા આઈએસઆઈની મદદથી પાકિસ્તાનમાં તાલીમ લીધી હતી અને દેશના અન્ય ખાલિસ્તાની સમર્થકો સાથે સંબંધો જાળવી રાખ્યા હતા.

કેનેડાના PM જસ્ટિન ટ્રુડોએ મોટી ભૂલ કરી દીધી', અમેરિકન સંરક્ષણ નિષ્ણાંતે  કરી ભારતની તરફેણ | 'Trudeau made a big mistake by accusing India', American  defense expert said - there is ...

આતંકવાદી પ્રવૃત્તિઓ માટે ભંડોળ

દસ્તાવેજમાં જણાવાયું છે કે તેણે પંજાબ અને ભારતના અન્ય ભાગોમાં આતંકવાદી ગતિવિધિઓને ભંડોળ પૂરું પાડ્યું હતું. પ્રતિબંધિત ખાલિસ્તાન ટાઈગર ફોર્સ (KTF)ના વડા અને ભારતના મોસ્ટ વોન્ટેડ આતંકવાદીઓમાંના એક હરદીપ સિંહ નિજ્જર (45), કેનેડાના બ્રિટિશ કોલંબિયામાં ગુરુદ્વારાના પાર્કિંગમાં અજાણ્યા બંદૂકધારીઓ દ્વારા 18 જૂને ગોળી મારીને હત્યા કરવામાં આવી હતી.

પાકિસ્તાનની રાજધાનીમાં થઇ શકે છે આતંકી હુમલો! US દૂતાવાસે કર્મચારીઓને કર્યા  એલર્ટ, જુઓ શું વોર્નિંગ આપી | us assembly warning on terrorist attack in  pakistan islamabad

શસ્ત્રો વાપરવા માટે પ્રશિક્ષિત

ડોઝિયરમાં કહેવામાં આવ્યું છે કે નિજ્જરે કોઈ પણ ડર વગર ખાલિસ્તાની ગતિવિધિઓ કરી હતી. તેણે કેનેડામાં હથિયારોની તાલીમ શિબિરોનું આયોજન કર્યું, જ્યાં તેણે લોકોને AK-47, સ્નાઈપર રાઈફલ્સ અને પિસ્તોલ જેવા હથિયારોનો ઉપયોગ કરવાની તાલીમ આપી. તેણે કથિત રીતે રાજકીય અને ધાર્મિક વ્યક્તિઓ વિરુદ્ધ લક્ષ્યાંકિત હત્યાઓ અને હુમલાઓ કરવા માટે વ્યક્તિઓને ભારતમાં મોકલ્યા હતા.

વિદેશ સ્થાયી થવાનો ગોલ્ડન ચાન્સ! આ દેશ માર્ચ 2023 સુધીમાં 3 લાખ લોકોને આપશે  નાગરિકતા, જાણો વિગત | Canada will give citizenship to 3 lakh people

નકલી પાસપોર્ટ પર કેનેડા ભાગી ગયો હતો

નિજ્જર 1996માં રવિ શર્માના નામના નકલી પાસપોર્ટ પર કેનેડા ભાગી ગયો હતો અને ટ્રક ડ્રાઈવર અને પ્લમ્બર તરીકે કામ કરતો હતો. તેણે કેનેડામાં હિંસક ભારત વિરોધી દેખાવો યોજ્યા હતા અને ભારતીય રાજદ્વારીઓને ધમકી આપી હતી. તેણે ભારતીય દૂતાવાસના અધિકારીઓ પર કેનેડામાં સ્થાનિક ગુરુદ્વારા દ્વારા આયોજિત વિવિધ કાર્યક્રમોમાં ભાગ લેવા પર પ્રતિબંધ મૂકવાની પણ માંગ કરી હતી.

2007માં કેનેડાના નાગરિક બન્યા

1997 માં, ખાલિસ્તાની આતંકવાદીએ તે મહિલા સાથે લગ્ન કર્યા જેણે કેનેડામાં તેના ઇમિગ્રેશનને સ્પોન્સર કર્યું હતું. નિજ્જરે કેનેડાની નાગરિકતા મેળવવા માટે આ બનાવટી લગ્ન કર્યા હતા. જોકે, કેનેડા સરકારે આ લગ્નને ફગાવી દીધા હતા. અધિકારીઓએ જણાવ્યું કે મહિલા પોતે 1997માં કેનેડા આવી હતી, તે પણ કોઈ અન્ય સાથે લગ્ન કરીને. દસ્તાવેજમાં જણાવાયું છે કે નિજ્જર બાદમાં 2007માં કેનેડિયન નાગરિક બન્યો હતો.

જગતાર સિંહ તારાના સંપર્કમાં આવ્યો

તેમાં કહેવામાં આવ્યું છે કે 1980 અને 90ના દાયકામાં નિજ્જર ખાલિસ્તાન કમાન્ડો ફોર્સ (KCF)ના આતંકવાદીઓ સાથે સંકળાયેલો હતો. નિજ્જરે 2012માં પાકિસ્તાનની મુલાકાત લીધી હતી અને અન્ય પ્રતિબંધિત આતંકવાદી જૂથ બબ્બર ખાલસા ઈન્ટરનેશનલના ચીફ અને પંજાબના પૂર્વ મુખ્યમંત્રી બિઅંત સિંહના હત્યારા જગતાર સિંહ તારાના સંપર્કમાં આવ્યો હતો. નિજ્જર બૈસાખી ગ્રૂપના સભ્ય હોવાની આડમાં પાકિસ્તાન ગયો હતો.

ISIએ તાલીમ આપી હતી

સૂત્રોના જણાવ્યા અનુસાર, નિજ્જરને તારા દ્વારા કટ્ટરપંથી બનાવવામાં આવ્યો હતો અને તેને ISI દ્વારા તાલીમ આપવામાં આવી હતી. 2012 અને 2013માં તેને IED એસેમ્બલ કરવાની ટ્રેનિંગ આપવામાં આવી હતી. 2013માં તારા સંસ્થાના વડા બન્યા બાદ નિજ્જર KTFમાં જોડાયા હતા. ત્યારબાદ, તેણે KTFને મજબૂત કરવા અને પંજાબમાં આતંકવાદી પ્રવૃત્તિઓનું આયોજન કરવા માટે 2013 અને 2014માં તારા અને ISI અધિકારીઓ સાથે બેઠકો કરવા માટે પાકિસ્તાનની મુલાકાત લીધી હતી.

KTF ની કમાન સંભાળી

જગતાર સિંહ તારાએ અમેરિકામાં રહેતા હરજોત સિંહ બિરિંગને કેનેડામાં નિઝરને જીપીએસ ઉપકરણ ચલાવવાની તાલીમ આપવા મોકલ્યો હતો. 2015 માં, જગતાર સિંહ તારાને થાઇલેન્ડથી ભારતમાં દેશનિકાલ કરવામાં આવ્યા પછી, નિજ્જરે KTF કામગીરીની ભૂમિકા સંભાળી. કેનેડામાં હતા ત્યારે નિજ્જરે અન્ય એક આતંકવાદીને હથિયારો અને જીપીએસ ઉપકરણોની તાલીમ માટે પાકિસ્તાન મોકલ્યો હતો. તેણે 2014માં તારાને આતંકવાદી ગતિવિધિઓ માટે 10 લાખ રૂપિયા પણ મોકલ્યા હતા.

મોસ્ટ વોન્ટેડ લિસ્ટમાં નામ સામેલ

પંજાબમાં ટાર્ગેટ કિલિંગ સહિત અનેક આતંકવાદી હુમલાઓ કથિત રીતે નિજ્જર દ્વારા કરવામાં આવ્યા હતા. ફેબ્રુઆરી 2018માં કેનેડાના વડાપ્રધાન જસ્ટિન ટ્રુડોને પંજાબના તત્કાલિન મુખ્યમંત્રી કેપ્ટન અમરિન્દર સિંહે સુપરત કરેલી મોસ્ટ-વોન્ટેડ યાદીમાં તેમનું નામ સામેલ હતું. ડોઝિયર મુજબ, નિજ્જર મૂળ પંજાબના જલંધરના ભરસિંહપુરનો રહેવાસી હતો. તેનો આતંકવાદ સંબંધિત પ્રવૃત્તિઓમાં સંડોવણીનો લાંબો ઈતિહાસ હતો.

અપહરણ અને હત્યાનું કાવતરું ઘડ્યું હતું

પોલીસ સૂત્રોનું કહેવું છે કે નિજ્જરનો ખાલિસ્તાની આતંકવાદમાં પ્રવેશ ત્યારે પ્રકાશમાં આવ્યો જ્યારે તે શીખ લિબરેશન ફ્રન્ટ (SLF)ના સ્થાપકોમાંના એક મોનિન્દર સિંહ સાથે જોડાયો. નિજ્જર અને અન્યોએ એક આતંકવાદી ગેંગ બનાવી અને ચાર લોકોની ભરતી કરી. ડોઝિયરમાં જણાવાયું છે કે પંજાબમાં સમાજના વિવિધ વર્ગોમાં ભય અને અસંતોષની લાગણી પેદા કરવા માટે તેઓએ અન્ય ધર્મના લોકોનું અપહરણ અને હત્યા કરવાનું કાવતરું ઘડ્યું હતું.

આતંકવાદી કૃત્યો કરવાની લાલચ આપી હતી

તપાસમાં બહાર આવ્યું છે કે નિજ્જર અને અર્શદીપે શૂટરોને કેનેડામાં વિઝા, સારી નોકરી અને સારી કમાણી કરાવવાના બદલામાં આતંકવાદી કૃત્યો કરવા માટે લાલચ આપી હતી. શરૂઆતમાં, તેઓ પંજાબમાં વેપારીઓને ધમકાવવા અને તેમની પાસેથી પૈસા પડાવવા પ્રેરિત હતા.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ