બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

logo

રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો

logo

લોકસભા ચૂંટણી 2024: રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનનથી રાજકારણ ગરમાયું, CR પાટીલના આક્ષેપ પર શક્તિસિંહ ગોહિલનો પલટવાર

VTV / Nigar Shaji the project leader of Aditya L1 India's First mission to Solar, She is an ISRO Scientist since 1987

ગર્વ / ઈસરોની આ મહિલા વૈજ્ઞાનિકે રચ્યો ઈતિહાસ! જાણો કોણ છે નિગાર શાઝી કે જેમણે આદિત્ય એલ-1 મિશનનું જબરદસ્ત નેતૃત્વ કર્યું?

Vaidehi

Last Updated: 05:38 PM, 2 September 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Aditya L1 Launch: ભારતનાં પ્રથમ સૌર મિશનનાં સફળ પ્રક્ષેપણમાં યોગદાન આપનારાં તમામ પ્રતિભાશાળીઓમાંની સૌથી બુદ્ધિશાળી વ્યક્તિ એટલે કે નિગાર શાઝી.

  • સૌર મિશન આદિત્ય એલ1 મિશનની નિર્દેશકની બોલબાલા
  • બુદ્ધિશાળી મહિલા વૈજ્ઞાનિક નિગાર શાઝીએ રચ્યો ઈતિહાસ
  • Aditya L1નાં સફળ લૉન્ચિંગમાં નિગાર શાઝીનો મહત્વપૂર્ણ ફાળો

ઈસરોએ 2 સપ્ટેમ્બર એટલે કે આજે આંધ્રપ્રદેશનાં શ્રીહરિકોટામાં સતીશ ધવન અંતરિક્ષ કેન્દ્રથી આદિત્ય એલ1 સૌર મિશનને સફળતાપૂર્વક લૉન્ચ કર્યું. અંતરિક્ષ યાનને અંતરિક્ષ સુવિધાઓનાં સૌથી વિશ્વસનીય રૉકેટ સિસ્ટમ પોલર સેટેલાઈટ લૉન્ચ વ્હીકલ PSLV-C57 દ્વારા લૉન્ચ કરવામાં આવ્યું છે. આ મિશનની સફળ લૉન્ચિંગમાં યોગદાન આપનારાં તમામ પ્રતિભાશાળીઓમાં એક સૌથી મોટું નામ છે ભારતની દીકરી નિગાર શાઝી!

કોણ છે Nigar Shaji
તમિલનાડુનાં દક્ષિણ જિલ્લા તેનકાલીની પ્રતિષ્ઠિત મહિલા વૈજ્ઞાનિક નિગાર શાઝી કે જેમની ઉંમર 59 વર્ષ છે. તેમણે આજે આદિત્ય એલ1 મિશનનાં સફળ પ્રક્ષેપણ બાદ ઈતિહાસ રચ્યો છે. તે સૂર્યનું અધ્યયન કરવાના ઉદેશ્યથી ભારતની પહેલી અંતરિક્ષ આધારિત પહેલની પરિયોજનાની નિર્દેશક છે.

તમિલનાડુમાં જ ભણતર લીધું
નિગાર શાઝી તમિલનાડુનાં સેનગોટ્ટઈ શહેરની છે. તેમનો જન્મ ખેડૂત શેખ મીરાન અને હોમમેકર સૈતૂન બીવીને ત્યાં થયો હતો. સામાન્ય શરૂઆત હોવા છતાં જ્ઞાનની શોધમાં નિકળી પડેલ નિગારે પોતાનું પ્રારંભિક શિક્ષણ સેનગોટ્ટઈની ગર્લ્સ સ્કૂલમાંથી લીધું. પછી તેમણે મદુરે કામરાજ વિશ્વવિદ્યાલયથી ઈલેક્ટ્રોનિક્સ અને સંચારમાં એન્જિનિયરિંગની ડિગ્રી મેળવી અને BIT રાંચીથી તે જ ક્ષેત્રમાં માસ્ટર ડિગ્રી મેળવી.

આ રીતે કરી કરિયરની શરૂઆત
અંતરિક્ષ રિસર્ચની દુનિયામાં નિગારની યાત્રા 1987માં શરૂ થઈ જ્યારે તે ISROની એક મોટી શાખા, સતીશ ધવન અંતરિક્ષ કેન્દ્ર SHAARમાં શામેલ થઈ. તેમનાં જ્ઞાન અને સમર્પણે તેમને બેંગલૂરુનાં યૂઆર રાવ સેટેલાઈટ સેંટર સુધી પહોંચાડ્યું જ્યાં તેમણે આદિત્ય એલ1 મિશનનાં નિર્દેશકનો મહત્વપૂર્ણ પદ સંભાળ્યો.

રિમોટ સેંસિંગ સંબંધિત કામ કર્યું
આદિત્ય L1 મિશન સાથે જોડાયા પહેલાં તેમણે ભારતીય રિમોટ સેંસિંગ, સંચાર અને આંતરગ્રહીય ઉપગ્રહોને ડિઝાઈન અને વિકસિત કરવામાં મહત્વપૂર્ણ યોગદાન આપ્યું. વિશિષ્ટરૂપે તેમણે ભારતીય રિમોટ સેંસિંગ ઉપગ્રહ રિસોર્સસેટ 2A માટે એસોસિએટ પ્રોડેક્ટ ડાયરેક્ટરનાં રૂપમાં કામ કર્યું જે રાષ્ટ્રીય સંસાધનનાં પ્રબંધન માટેની મહત્વપૂર્ણ સંપત્તિ છે. 
 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ