બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

logo

રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો

logo

લોકસભા ચૂંટણી 2024: રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનનથી રાજકારણ ગરમાયું, CR પાટીલના આક્ષેપ પર શક્તિસિંહ ગોહિલનો પલટવાર

VTV / ગુજરાત / અન્ય જિલ્લા / News of relief amid cyclone threat: Ambalal's biggest prediction on 'Biporjoy'

Biparjoy Update / વાવાઝોડાના સંકટ વચ્ચે રાહતના સમાચાર: અંબાલાલની 'બિપોરજોય'ને લઇ સૌથી મોટી આગાહી

Priyakant

Last Updated: 11:39 AM, 13 June 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Cyclone Biparjoy Ambalal Patel News: ગુજરાતમાં Cyclone Biparjoy ની અસર વચ્ચે અંબાલાલ પટેલે કરી મોટી આગાહી, આ તારીખ સુધી રહેશે વરસાદ

  • Cyclone Biparjoy ને લઈ અંબાલાલ પટેલની આગાહી
  • અરબ સમુદ્રમાં વાવાઝોડું થોડું નબળું થયું
  • 15 જૂન સુધી વાવાઝોડાની અસર રહેશે

ગુજરાતમાં Cyclone Biparjoy ની અસર વર્તાવાનું શરૂ થઈ ચૂક્યું છે. આ દરમિયાન હવે હવામાન વિભાગ અને અંબાલાલ પટેલ બંનેને રાજ્યમાં વરસાદની આગાહી કરી છે. હવામાન વિભાગ દ્વારા ગુજરાતમાં આગામી 5 દિવસ વરસાદની આગાહી કરવામાં આવી છે. આ સાથ હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે પણ આગાહી કરતાં કહ્યું છે કે, 15 જૂન સુધી વાવાઝોડાની અસર રહેશે. આ સાથે 16 જૂનથી 20 જૂન સુધી રાજ્યમાં વરસાદ રહેશે તેવી આગાહી કરી છે. 

Cyclone Biparjoy ને લઈ સતત નવી અપડેટ સામે આવી રહી છે. અરબી સમુદ્રમાં સક્રિય થયેલ બિપોરજોય વાવાઝોડું અત્યંત પ્રચંડ ચક્રવાતમાં ફેરવાઈ ચૂક્યું છે. બિપરજોય વાવાઝોડાને લઈ હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલની આગાહી સામે આવી છે. અંબાલાલ પટેલે કહ્યું છે કે, અરબ સમુદ્રમાં વાવાઝોડું થોડું નબળું થયું છે જોકે 15 જૂન સુધી વાવાઝોડાની અસર રહેશે. 

શું કહ્યું અંબાલાલ પટેલે ? 
જાણીતા હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે રાજ્યમાં 5 દિવસ માટે વરસાદની આગાહી કરી છે. અંબાલાલની આગાહી મુજબ મોરબી, રાજકોટ, અમદાવાદ, વડોદરામાં ભારે પવન સાથે વરસાદ રહેશે. આ સાથે વાવાઝોડું કચ્છમાંથી પસાર થઈ રાજસ્થાન તરફ આગળ વધશે. તેમણે આગાહી કરતાં જણાવ્યું કે, વાવાઝોડું લેન્ડફોલ થયા બાદ 5 દિવસ સુધી અસર રહેશે. જેને લઈ 16 જૂનથી 20 જૂન સુધી રાજ્યમાં વરસાદ રહેશે. 

શું કહ્યું હવામાન વિભાગે ? 
બિપરજોય વાવાઝોડાને લઈ હવામાન વિભાગની આગાહી સામે આવી છે. હવામાન વિભાગે કહ્યું છે કે, વાવાઝોડું 10 કિમીની ઝડપે આગળ વધી રહ્યું છે. 15 જૂન સાંજ સુધીમાં વાવાઝોડું માંડવી અને કરાચી વચ્ચે લેન્ડફોલ થશે. આ સાથે 130થી 135 કિમીની ઝડપે પવનફૂંકાશે. જેને લઈ હવે આજથી રાજ્યમાં ભારે વરસાદ થવાની આગાહી હવામાન વિભાગે કરી છે. આ સાથે ઉત્તર ગુજરાતમાં પણ ભારે વરસાદ થઈ શકે છે. હવામાનનું માનીએ તો પોરબંદર અને દ્વારકામાં સૌથી વધુ વરસાદ થઈ શકે છે. 

હવામાન વિભાગ દ્વારા આજે સવારે આપવામાં આવેલી માહિતી અનુસાર, ગુજરાતના દ્વારકા અને પોરબંદરના કેટલાક વિસ્તારોમાં આજે ભારેથી અતિભારે વરસાદની આગાહી છે. આજે દ્વારકા અને પોરબંદરમાં રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. અમદાવાદ હવામાન વિભાગ દ્વારા આપવામાં આવેલી માહિતી અનુસાર, આજે એટલે કે 13 જૂનના રોજ 4 જિલ્લાઓમાં ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. ગુજરાતના કચ્છ, જામનગર, રાજકોટ અને જૂનાગઢમાં ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. જ્યાં આજે ભારે વરસાદ વરસી શકે છે. 

14 જૂને કચ્છ અને દ્વારકામાં રેડ એલર્ટ 
આવતીકાલે એટલે કે 14 જૂનના રોજ કચ્છ અને દેવભૂમિ દ્વારકામાં રેડ એલર્ટ જારી કરવામાં આવ્યું છે, આવતીકાલે કચ્છ અને દેવભૂમિ દ્વારકામાં ભારેથી અતિ ભારે વરસાદ વરસી શકે છે. જ્યારે મોરબી, જામનગર અને પોરબંદરમાં ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. અહીં આવતીકાલે ભારે પવન સાથે વરસાદની આગાહી છે. તો રાજકોટ અને જૂનાગઢમાં યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે.

15 જૂને ત્રણ જિલ્લાઓમાં રેડ એલર્ટ 
આગાણી 15 જૂનના રોજ ગુજરાતના ત્રણ જિલ્લાઓમાં હવામાન વિભાગ દ્વારા રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. 15 જૂને કચ્છ, જામનગર અને દેવભૂમિ દ્વારકામાં રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. અહીં ભારેથી અતિ ભારે વરસાદ વરસી શકે છે. તો મોરબી, રાજકોટ, જૂનાગઝ અને પોરબંદરમાં ઓરેન્જ એલર્ટ જાહેરવામાં આવ્યું છે. તો 16 જૂને કચ્છ, મોરબી, પાટણ, મહેસાણા, બનાસકાંઠા અને સાબરકાંઠામાં વરસાદનું ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ