બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

logo

રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો

logo

લોકસભા ચૂંટણી 2024: રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનનથી રાજકારણ ગરમાયું, CR પાટીલના આક્ષેપ પર શક્તિસિંહ ગોહિલનો પલટવાર

VTV / New rules of credit card, bank locker and GST will be implemented, know what will change in the new year?

Welcome 2023 / નવું વર્ષ બેસતા જ ધરમૂળથી બદલાઈ જશે ક્રેડિટ કાર્ડથી લઈને GSTના નિયમો, જાણો તમારા માટે શું-શું બદલાશે?

Megha

Last Updated: 12:33 PM, 31 December 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

વર્ષ 2023ની શરૂઆતથી રોજિંદા જીવન સાથે જોડાયેલા નિયમોમાં ફેરફાર થવા જઈ રહ્યા છે, જેની સીધી અસર તમારા ખિસ્સા પર પડશે.

  • 1 જાન્યુઆરી, 2023થી આ ફેરફારો થવા જઈ રહ્યા છે
  • બેંક લોકર, ક્રેડિટ કાર્ડ અને મોબાઈલ સાથે જોડાયેલા ઘણા નિયમોમાં ફેરફાર થશે
  • ક્રેડિટ કાર્ડ રિવોર્ડ પોઈન્ટ્સ સંબંધિત નિયમો બદલાશે

વર્ષ 2022ના માત્ર અંતિમ દિવસો જ બાકી છે. વર્ષ 2023માં જાન્યુઆરી મહિનાની શરૂઆત સાથે શરૂ થવાનું છે.  નવા વર્ષની શરૂઆત ઘણા ફેરફારો સાથે થઈ રહી છે. 1 જાન્યુઆરી, 2023 થી, તમારા રોજિંદા જીવન સાથે જોડાયેલા નિયમોમાં ફેરફાર થવા જઈ રહ્યા છે, જેની સીધી અસર તમારા ખિસ્સા પર પડશે. બેંક લોકર, ક્રેડિટ કાર્ડ અને મોબાઈલ સાથે જોડાયેલા ઘણા નિયમોમાં ફેરફાર થશે, કાર મોંઘી થવા જઈ રહી છે  આ સાથે ગેસ સિલિન્ડર ભાવમાં પણ વધારો થઈ શકે છે. ચાલો જાણીએ કે 1 જાન્યુઆરી, 2023થી કયા ફેરફારો થવા જઈ રહ્યા છે.

1. બેંક લોકરમાં રાખવામાં આવેલ સામાનના નુકશાન પર બેંકોની જવાબદારી 
ભારતીય રિઝર્વ બેંકે બેંક લોકર સંબંધિત નવી સૂચનાઓ જારી કરી છે અને આ નિયમો 1 જાન્યુઆરી 2023થી અમલમાં આવશે. આ નિયમો અમલમાં આવ્યા બાદ બેંકો હવે લોકર્સના મુદ્દે ગ્રાહકો સાથે મનમાની કરી શકશે નહીં. આ નિયમો લાગુ થયા બાદ જો બેંક લોકરમાં રાખવામાં આવેલ સામાનને કોઈ નુકસાન થશે તો તેની જવાબદારી બેંકની રહેશે 1 જાન્યુઆરીથી રિઝર્વ બેંક તમામ લોકર ધારકોને એગ્રીમેન્ટ જારી કરશે અને જેના પર ગ્રાહકોએ સહી કરવી પડશે. 

2. ક્રેડિટ કાર્ડ રિવોર્ડ પોઈન્ટ્સ સંબંધિત નિયમો બદલાશે
1 જાન્યુઆરી, 2023 થી ક્રેડિટ કાર્ડનો ઉપયોગ કરનારાઓ માટે નિયમોમાં ફેરફાર થશે અને ક્રેડિટ કાર્ડ દ્વારા ચૂકવણી પર મળેલા રિવોર્ડ પોઈન્ટ્સ સાથે સંબંધિત છે. જણાવી દઈએ કે નવા વર્ષની શરૂઆતથી, એચડીએફસી બેંક તેના ક્રેડિટ કાર્ડ પેમેન્ટ પર મળતા રિવોર્ડ પોઈન્ટ્સમાં ફેરફાર કરવા જઈ રહી છે અને ગ્રાહકોને 31 ડિસેમ્બર 2022 પહેલા ક્રેડિટ કાર્ડમાં બાકીના તમામ રિવોર્ડ પોઈન્ટ ચૂકવવાની સલાહ આપવામાં આવી છે. એટલે કે નવા નિયમો હેઠળ 1 જાન્યુઆરી 2023થી રિવોર્ડ પોઈન્ટની સુવિધા આપવામાં આવશે.

3. પેટ્રોલ-ડીઝલ અને એલપીજીના ભાવમાં ફેરફાર
આપણએ બધા જાણીએ છીએ કે દર મહિનાની શરૂઆતમાં પેટ્રોલિયમ કંપનીઓ પેટ્રોલ અને ડીઝલના ભાવ નક્કી કરે છે જો કે દેશમાં છેલ્લા કેટલાક સમયથી પેટ્રોલ અને ડીઝલના ભાવ સ્થિર છે. આવી સ્થિતિમાં ડિસેમ્બર મહિનાના છેલ્લા દિવસે ઓઇલ કંપનીઓ પેટ્રોલ અને ડીઝલની કિંમતો ફરીથી નક્કી કરશે અને પરિસ્થિતિ જોતાં એવું લાગી રહ્યું છે કે આ વખતે તેમની કિંમતોમાં થોડો ફેરફાર કરવાનો નિર્ણય લેવામાં આવી શકે છે. જો કે, આ ફેરફારો થશે કે નહીં તે 1લી જાન્યુઆરીની સવારે જ ખબર પડશે. જણાવી દઈએ કે પેટ્રોલ અને ડીઝલની કિંમતોની સાથે ઘરેલુ અને કોમર્શિયલ એલપીજી સિલિન્ડરની કિંમતોમાં પણ ફેરફારની જાહેરાત કરવામાં આવી શકે છે.

4. CNG-PNGના ભાવમાં ફેરફાર 
તમારી જાણકારી માટે કહી દઈએ કે પેટ્રોલ અને ડીઝલના ભાવમાં ફેરફારની સાથે સાથે વાહનોમાં ઉપયોગમાં લેવાતા CNG અને ઘરના રસોડામાં ઉપયોગમાં લેવાતા PNG ગેસના ભાવમાં પણ ફેરફાર થઈ શકે છે. છેલ્લા થોડા સમયથી CNG અને PNGના ભાવમાં મોટો વધારો જોવા મળ્યો છે. PNG, CNGના ભાવ દર મહિનાની પહેલી તારીખે દેશભરમાં નક્કી કરવામાં આવે છે. છેલ્લા કેટલાક મહિનાના ટ્રેન્ડ પર નજર કરીએ તો દિલ્હી-NCR અને મુંબઈમાં CNG અને PNGના ભાવમાં વધારો થયો છે.

5. વાહનોની ખરીદી મોંઘી થશે
નવા વર્ષથી વાહનોના દરમાં વધારો થશે. મારુતિ સુઝુકી, હ્યુન્ડાઈ મોટર, ટાટા મોટર્સ, મર્સિડીઝ-બેન્ઝ, ઓડી, રેનો, કિયા ઈન્ડિયા અને MG મોટર 1 જાન્યુઆરી, 2023 થી વાહનોના ભાવમાં વધારો કરશે. 

6. GST ના ઈ-ઈનવોઈસિંગ સંબંધિત નિયમો બદલાશે
નવા વર્ષમાં GST ઈ-ઈનવોઈસિંગ અને ઈલેક્ટ્રોનિક બિલ સંબંધિત નિયમોમાં પણ મહત્વપૂર્ણ ફેરફારો થશે. જણાવી દઈએ કે સરકારે GST ઈ-ઈનવોઈસિંગ માટેની થ્રેશોલ્ડ મર્યાદા રૂ. 20 કરોડથી ઘટાડીને રૂ. 5 કરોડ કરી છે. GST નિયમોમાં આ ફેરફારો 1 જાન્યુઆરી, 2023 થી લાગુ થશે. 1 જાન્યુઆરીથી GSTના નિયમોમાં પણ ફેરફાર થશે. 5 કરોડથી વધુનું વાર્ષિક ટર્નઓવર ધરાવતા ઉદ્યોગપતિઓ માટે હવે ઈ-ઈનવોઈસ જનરેટ કરવું જરૂરી બનશે.

7. આધાર સાથે લિંક ન કર્યું PAN કાર્ડ 1 એપ્રિલ, 2023થી નિષ્ક્રિય થઈ જશે
જણાવી દઈએ કે આવકવેરા વિભાગે શનિવારે એક એડવાઈઝરી જારી કરી હતી કે જે PAN આવતા વર્ષના માર્ચના અંત સુધીમાં આધાર સાથે લિંક ન હોય તે નિષ્ક્રિય થઈ જશે.  આ ફેરફાર જાન્યુઆરીને બદલે એપ્રિલની પહેલી તારીખથી લાગુ થશે.  31 માર્ચ, 2023 પહેલા તેમના PAN ને આધાર સાથે લિંક કરવું ફરજિયાત છે. PAN ને આધારથી અનલિંક કરવું 1 એપ્રિલ 2023 થી નિષ્ક્રિય થઈ જશે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ