બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / Assembly election 2023 / ગુજરાત / અન્ય જિલ્લા / New initiative of Banaskantha District Election Officer

નવતર અભિગમ / ચૂંટણીમાં હરખનાં તેડાં... જરૂર-જરૂરથી પધારજો: લોકશાહીના પર્વ પર EC તો જોરદાર ટ્રિક લઈ આવ્યું

Malay

Last Updated: 12:46 PM, 30 November 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

બનાસકાંઠા જિલ્લામાં ગત વખતે જે મતદાન મથકો પર ઓછું મતદાન થયું હતું, તે મતદાન મથકોના મતદારોને કંકોત્રી મોકલી મતદાનનું નિમંત્રણ મોકવવામાં આવ્યું છે. આ પહેલ કલેક્ટર આનંદ પટેલ દ્વારા કરાઈ છે.

  • બનાસકાંઠા જિલ્લા ચૂંટણી અધિકારીની નવતર પહેલ
  • લોકશાહીના આ અવસરને દીપાવવા મોકલાઈ કંકોત્રી
  • ઓછું મતદાન થયું હોય એવા વિસ્તારોમાં મોકલવામાં આવી કંકોત્રી

બનાસકાંઠા જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેક્ટર આનંદ પટેલ દ્વારા મતદાર જાગૃતિની નવતર પહેલ કરવામાં આવી છે. વર્ષ 2017ની ચૂંટણીમાં જે મતદાન મથકો પર ઓછું મતદાન થયું હોય એવા મતદાન મથકોના મતદારોને કંકોંત્રી મોકલીને નિમંત્રણ પાઠવવામાં આવ્યું છે. 

મતદારોને મોકલવામાં આવી કંકોત્રી
લગ્ન પ્રસંગમાં પધારવા માટે જે રીતે સ્વજનોને કંકોત્રી મોકલી ભાવભર્યું નિમંત્રણ પાઠવવામાં આવે છે, એવી જ રીતે બનાસકાંઠા જિલ્લાના ચૂંટણી અધિકારી અને કલેક્ટર આનંદ પટેલ દ્વારા લોકશાહીના અવસરને દીપાવવા માટે કંકોત્રી મોકલવામાં આવી છે અને મતદારોને નિમંત્રણ પાઠવવામાં આવ્યું છે. 

કંકોત્રી દ્વારા મતદાન કરવા નિમંત્રણ
આ નિમંત્રણ પત્રિકામાં લખવામાં આવ્યું છે કે, આપણા સ્વાતંત્ર્યવીરોના આશીર્વાદ અને ભારતના સંવિધાનની અસીમકૃપાથી આપણને સૌને લોકશાહીની અમૂલ્ય ભેટ તથા લોકશાહીને ધબકતી રાખવા મતદાનનો પવિત્ર અધિકાર મળ્યો છે. ત્યારે લોકશાહીના ઉત્સવ સમાન રૂડો અવસર એટલે 'ગુજરાત રાજ્ય વિધાનસભાની સામાન્ય ચૂંટણી 2022'નો કાર્યક્રમ નિર્ધારિત થયેલ છે. 

લોકશાહીના યજ્ઞમાં યોગદાન આપવા જિલ્લા ચૂંટણી અધિકારીનો અનુરોધ
બનાસકાંઠા જિલ્લામાં 9 વિધાનસભા ક્ષેત્રોની યોજાનાર ચૂંટણીના પવિત્ર અવસરમાં સમયસર પધારી તમારા અને તમારા પરિવારજનોના મતાધિકારના પવિત્ર હકનો ઉપયોગ કરી લોકશાહીના યજ્ઞમાં યોગદાન થકી આ અવસરને દિપાવવા સૌને ભાવભર્યું નિમંત્રણ પાઠવવામાં આવે છે.

આમાં તારીખ, સ્થળ અને સમયની સાથે-સાથે ટહુકો પણ લખવામાં આવ્યો છે.  ટહુકામાં લખવામાં આવ્યું છે કે, 'સૌ મારા બનાસના જાગૃત મતદારો, અવસર છે લોકશાહીનો માહોલ છે ચૂંટણીનો...મારો તમારો સૌના અધિકારનો...મત આપવા જરૂર-જરૂરથી પધારજો...ભૂલતા નહીં હો...કે... '

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ