બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

logo

રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો

logo

લોકસભા ચૂંટણી 2024: રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનનથી રાજકારણ ગરમાયું, CR પાટીલના આક્ષેપ પર શક્તિસિંહ ગોહિલનો પલટવાર

VTV / new education pollicy cbse board exam cbse exam 2023 cbse result cbse class 10 cbse class 12 nep

ભાર વગરનું ભણતર / રટ્ટામાર ભણતર ખતમ: ધોરણ 10-12માં પરીક્ષાની 'થીયરી' બદલાશે, MCQ વધશે, NCFના સૂચનોનો પ્રિ-ડ્રાફ્ટ જાહેર

Pravin Joshi

Last Updated: 05:20 PM, 7 April 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

નવી શિક્ષણ નીતિ (NEP) 2020 ને ધ્યાનમાં રાખીને રટ્ટામાર અભ્યાસ રદ કરવામાં આવશે. આ સાથે થિયરીનું ભારણ ઘટાડવાની યોજના છે. CBSE 10મી-12મી બોર્ડ પરીક્ષા 2024માં ટૂંકા અને લાંબા પ્રશ્નો ઓછા અને બહુવિધ પસંદગીના પ્રશ્નો (MCQ) વધુ હોઈ શકે છે.

  • કેન્દ્રીય શિક્ષણ મંત્રાલયની નવી શિક્ષણ નીતિ હેઠળ કામગીરી શરૂ
  • અભ્યાસક્રમ ફ્રેમવર્ક (NCF) ની ભલામણોનો પ્રી-ડ્રાફ્ટ બહાર પાડ્યો 
  • CBSE બોર્ડ પરીક્ષા 2024ની વેઇટીંગ સિસ્ટમ પણ આ ડ્રાફ્ટમાં સામેલ 

નવી શિક્ષણ નીતિ (NEP) 2020 હેઠળ ઘણી ભારતીય શિક્ષણ પ્રણાલીઓમાં ઘણા મોટા ફેરફારો થવા જઈ રહ્યા છે, જેની કવાયત શરૂ થઈ ગઈ છે. કેન્દ્રીય શિક્ષણ મંત્રાલયે રાષ્ટ્રીય અભ્યાસક્રમ ફ્રેમવર્ક (NCF) ની ભલામણોનો પ્રી-ડ્રાફ્ટ બહાર પાડ્યો છે. 2024માં યોજાનારી CBSE બોર્ડ પરીક્ષા 2024ની વેઇટીંગ સિસ્ટમ પણ આ ડ્રાફ્ટમાં સામેલ છે. તદનુસાર, બહુવિધ પસંદગી આધારિત પ્રશ્નો (MCQs) નું ભારણ વધારી શકાય છે, જે વિદ્યાર્થીઓ પર સિદ્ધાંતનું ભારણ ઘટાડશે. CBSE 10મા-માં ઓછા ટૂંકા અને લાંબા પ્રશ્નો અને વધુ બહુવિધ પસંદગીના પ્રશ્નો (MCQs) પૂછવાની યોજના છે. બોર્ડની નવી એજ્યુકેશન પોલિસી (NEP) 2020 ને ધ્યાનમાં રાખીને રટ્ટામાર અભ્યાસ રદ્દ કરવામાં આવશે. વર્ષ 2023-24ની 10મી બોર્ડની પરીક્ષામાં MCQ પેપરનું વેઇટેજ 50 ટકા અને 12મા પેપરનું વેઇટેજ 40 ટકા હોઈ શકે છે. 

CBSE 10મા બોર્ડની પરીક્ષાનું પ્રશ્નપત્ર કેવું હશે?

ધોરણ 10માં 50 ટકા પ્રશ્નો MCQ, કેસ-આધારિત પ્રશ્નો, સ્ત્રોત-આધારિત સંકલિત પ્રશ્નો અથવા અન્ય કોઈપણ પ્રકારના હશે. જણાવી દઈએ કે ગત શૈક્ષણિક સત્રમાં આવા પ્રશ્નોનું વેઇટેજ 40 ટકા હતું. ઑબ્જેક્ટિવ પ્રશ્નો હવે 20 ટકા વેઇટેજ સાથે ફરજિયાત MCQ હશે. ટૂંકા જવાબો અને લાંબા જવાબોના પ્રશ્નોનું વેઇટેજ પાછલા વર્ષના 40 ટકાથી ઘટાડીને 30 ટકા કરવામાં આવ્યું છે. 

 

CBSE 12મા બોર્ડની પરીક્ષાનું પેપર કેવું હશે ?

તેમજ ધોરણ 12માં પ્રશ્નપત્રમાં 40 ટકા પ્રશ્નો MCQ, કેસ-આધારિત પ્રશ્નો, સ્ત્રોત-આધારિત સંકલિત પ્રશ્નો અથવા અન્ય કોઈપણ પ્રકારના એપ્ટિટ્યુડ-ઓરિએન્ટેડ હશે. છેલ્લા શૈક્ષણિક સત્રમાં આવા પ્રશ્નોનું વેઇટેજ 30 ટકા હતું. ધોરણ 12માં પણ હવે ઓબ્જેક્ટિવ પ્રકારના પ્રશ્નો 20 ટકા વેઇટેજ સાથે ફરજિયાતપણે MCQ હશે. જ્યારે ટૂંકા જવાબો અને લાંબા જવાબોના પ્રશ્નોનું વેઇટેજ પાછલા વર્ષના 50 ટકાથી ઘટાડીને 40 ટકા કરવામાં આવ્યું છે. 

વર્ષમાં 2 વખત પરીક્ષાની સિસ્ટમ

10મા-12માની બોર્ડની પરીક્ષાઓની સિસ્ટમ સેમેસ્ટર મુજબની રહેશે. વિદ્યાર્થીઓએ તે જ સેમેસ્ટરમાં તેમની પસંદગીના વિષયને પૂર્ણ કરવાનો રહેશે. NCF દ્વારા બહાર પાડવામાં આવેલા ડ્રાફ્ટ અનુસાર માધ્યમિક તબક્કાને ચાર ગ્રેડમાં વિભાજિત કરવામાં આવે છે જેમાં 9મા, 10મા, 11મા અને 12મા વર્ગનો સમાવેશ થાય છે. આ તબક્કામાં વિદ્યાર્થીઓએ કુલ 16 વિકલ્પ-આધારિત અભ્યાસક્રમો પૂરા કરવાના રહેશે.આપને જણાવી દઈએ કે આ તમામ ફેરફારો જે પ્રસ્તાવિત કરવામાં આવ્યા છે, આ સ્તરે ઈસરોના ભૂતપૂર્વ વૈજ્ઞાનિક કે. કસ્તુરીરંગનના માત્ર સૂચનો છે. આ નીતિને સંપૂર્ણ પારદર્શક બનાવવા માટે શિક્ષણ મંત્રીએ ડ્રાફ્ટને જાહેર ડોમેનમાં બહાર પાડીને સ્ટેક હોલ્ડર્સ અને નિષ્ણાતોનો અભિપ્રાય માંગ્યો છે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ