બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગાંધીનગર

logo

લોકસભા ચુંટણીનું ત્રીજા તબક્કા નું મતદાન, છેલ્લી ઘડીએ કરવા મતદારોમાં ઉત્સાહ

logo

અમરેલી ન્યૂઝ: ચૂંટણી ફરજ દરમ્યાન મહિલા કર્મચારીનું થયું મોત, જાફરાબાદની પ્રાથમિક શાળાની શિક્ષિકા મતદાન મથક ફરજ દરમ્યાન ઢળી પડ્યા, કૌશિકબેન બાબરીયાનું હાર્ટ એટેકથી મૃત્યુ થયાનું પ્રાથમિક અનુમાન

logo

કોંગ્રેસના ઉમેદવાર ગેનીબેન ઠાકોરનો મતદારોને ધમકાવી ભાજપ તરફી વોટીંગ કરાવવાનો આક્ષેપ

logo

11 રાજ્યોની 93 બેઠકો પર 3 વાગ્યા સુધીમાં 50.71 ટકા મતદાન

logo

બનાસકાંઠાને ટક્કર આપી 3 વાગ્યા સુધીમાં 58.05 ટકા મતદાન સાથે વલસાડ ગુજરાતમાં અવ્વલ, સરેરાશ 47.03 ટકા વોટિંગ

logo

કળશ ગામના લોકો તાપથી બચવા માથા પર ગાદલા રાખી મત આપવા લાઈનમાં ગોઠવાયા

logo

ભરૂચના કેસર ગામના લોકોએ મતદાનનો બહિષ્કાર કર્યો, અત્યાર સુધી એકપણ મત નથી પડ્યો

logo

મતદારો માટે ઇન્દ્ર દેવના અમી છાંટણા, યાત્રાધામ અંબાજીમાં અચાનક વાતાવરણમાં આવ્યો પલટો

logo

પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિનભાઇ પટેલે કર્યું મતદાન

VTV / new cases again jumps 40000 mark

મહામારી / દેશમાં કોરોનાએ ફરી ઊથલો માર્યો? ગત 24 કલાકમાં નોંધાયેલા કેસનો આંકડો જાણી ચિંતા વધશે

ParthB

Last Updated: 12:25 PM, 21 July 2021

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

કોરોનાના કેસોમાં મંગળવારે જે રાહત મળી હતી, ત્યાં હવે એક જ દિવસ બાદ આ કેસમાં વધારો જોવા મળ્યો છે.

  • દેશમાં છેલ્લા  24 કલાકમાં ફરી વધી ગયા આંકડા 
  • છેલ્લા 24 કલાકમાં 42,015 કેસો સામે આવ્યા
  • 3998  દર્દીઓના કોરોના વાયરસને કારણે મોત થયા

દેશમાં છેલ્લા 8  દિવસથી નોંધાઈ રહ્યા છે ઓછા કેસો 
કોરોનાના કેસોમાં મંગળવારે જે રાહત મળી હતી, ત્યાં હવે એક જ દિવસ બાદ આ કેસમાં વધારો જોવા મળ્યો છે. છેલ્લા એક દિવસમાં કોરોનાના 42,015 નવા કેસો સામે આવી હતા. મંગળવારે 125 દિવસ બાદ પહેલી વાર 30 હજાર કેસો સામે આવ્યા હતા. જેનાથી એવું અનુમાન લગાડવામાં આવ્યું કે કોરોનાની બીજી લહેર હવે પૂરી થવા આવી છે પણ એક જ દિવસમાં નવા 12 હજારથી વધુ કેસો આવતા હવે શું આ ત્રીજી લહેરની શરૂઆત માની શકાય કે નહીં? આ આંકડા પણ ઘણા ચોંકાવનારા છે. સાથે જ છેલ્લા 24 કલાકમાં 3998 લોકોના મોત થયા હોવાનું સામે આવ્યું છે. 

કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલય દ્વારા આ આંકડા જાહેર કરવામાં આવ્યા છે. મંત્રાલયે આપેલ આંકડા મુજબ છેલ્લા 24 કલાકમાં 42,015કેસો સામે આવ્યા છે અને 3998 દર્દીઓના કોરોના વાયરસને કારણે મોત થયા છે. આ આંકડા છેલ્લા 2  દિવસમાં નોંધાયેલા કેસોમાં સૌથી વધુ આંકડા છે. 

એક નજર છેલ્લા પાંચ દિવસના આંકડા પર 
કોરોનાની બીજી લહેરની અસર ધીરે ધીરે ઓછી થવા લાગી છે. કોરોના સંક્રમણના સતત કેસ 1 લાખથી ઓછા રહ્યા છે.  ગત પાંચ દિવસમાં દેશમાં 84 હજાર 332 નવા કેસો સામે આવ્યા છે. જ્યારે 4002 દર્દીઓના જીવ ગયા છે.  ખાસ વાત એ છે કે 20  દિવસમાં કોરોના સંક્રમણના સૌથી ઓછા  કેસ આવ્યા છે. કોરોનાના નવા કેસો સામે આવ્યા બાદ દેશમાં કુલ સંક્રમિત દર્દીઓની સંખ્યા 3 કરોડ 8 લાખ 37 હજાર 222 થઈ ગઈ છે.જ્યારે 66 દિવસ પછી ભારતના સક્રિય કેસનો આંકડો 5 લાખથી પણ નીચે આવ્યો છે. દેશમાં હવે રિકવરી રેટ 97.36 ટકા થઈ ગયો છે. 

દેશમાં કુલ આટલા કેસો છે એક્ટિવ 
સ્વાસ્થ્ય મંત્રાલયના જણાવ્યાનુંસાર દેશમાં અત્યાર સુધીમાં કોરોનાના 4 લાખ 7 હજાર 170 એક્ટિવ કેસ છે.  જ્યારે 2 કરોડ 79 લાખ 11 હજાર 384 લોકો સાજા થઈ પોતાના ઘરે જઈ ચૂક્યા છે. દેશમાં અત્યાર સુધીમાં 4 લાખ 8 હજાર 040 લોકોના મોત થયા છે. મહારાષ્ટ્રમાં મોટી રાહત મળતી જોવા મળી રહી છે. 

 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ