બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગાંધીનગર ન્યૂઝ: સંયુક્ત મુખ્ય ચૂંટણી અધિકારી એ.બી.પટેલનું નિવેદન, દાહોદ પીસીની સંતરામપૂરમાં પોલિંગ બૂથનો વીડિયો ધ્યાને આવ્યો હતો, પ્રાથમિક તપાસ માં બૂથ કેપ્ચરિંગ નો કિસ્સો જણાયો, SP અને કલેક્ટરની સાથે ચર્ચા કરી છે અને FIR થઈ રહી છે, RO સાથે ચર્ચા કરવામાં આવી રહી છે, જિલ્લા ચૂંટણી અધિકારીને રાત્રે મેસેજ મળ્યા હતા, સ્ક્રૂટીનીનો દિવસ છે ત્યાં ચર્ચા થશે RO સાથે ચર્ચા થશે નિર્ણય લેવાશે, પ્રિસાઈડિંગ ઓફિસર જવાબદાર હશે તો કાર્યવાહી થશે, ROના રીપોર્ટના આધારે નિર્ણય થશે, બંને લોકોની ધરપકડ કરવામાં આવશે, અન્ય બૂથ કેપ્ચરિંગ બાબતે કોઈ ફરિયાદ નથી મળી

logo

ગીર સોમનાથના તાલાલામાં અનુભવાયો 3.7ની તીવ્રતાનો ભૂકંપ

logo

સુરતના વરાછામાં દિવાલ ધરાશાયી થતા 25 વાહનોને નુકસાન

logo

સામ પિત્રોડાનું ફરી વિવાદિત નિવેદન, 'પૂર્વમાં રહેતા લોકો ચીની જેવા અને દક્ષિણ ભારતમાં રહેતા લોકો આફ્રિકન...'

logo

લોકસભા ચૂંટણી 2024: શહેજાદાએ અંબાણી-અદાણી પાસેથી કેટલો માલ ઉઠાવ્યો? વડાપ્રધાન મોદીએ પહેલી વખત અદાણી-અંબાણીનું નામ લઈને રાહુલ ગાંધી પર નિશાન સાધ્યું

logo

Air Indiaની એકસાથે 70થી વધુ ફ્લાઇટ્સ રદ

logo

ભાજપનો વિજય રથ આગળ વધી રહ્યો છે: PM મોદી

logo

લોકસભા ચુંટણીનું ત્રીજા તબક્કા નું મતદાન, છેલ્લી ઘડીએ કરવા મતદારોમાં ઉત્સાહ

logo

અમરેલી ન્યૂઝ: ચૂંટણી ફરજ દરમ્યાન મહિલા કર્મચારીનું થયું મોત, જાફરાબાદની પ્રાથમિક શાળાની શિક્ષિકા મતદાન મથક ફરજ દરમ્યાન ઢળી પડ્યા, કૌશિકબેન બાબરીયાનું હાર્ટ એટેકથી મૃત્યુ થયાનું પ્રાથમિક અનુમાન

logo

કોંગ્રેસના ઉમેદવાર ગેનીબેન ઠાકોરનો મતદારોને ધમકાવી ભાજપ તરફી વોટીંગ કરાવવાનો આક્ષેપ

VTV / ગુજરાત / અમદાવાદ / Naroda general secretary gautam patel posted 80 Adult videos in WhatsApp group

અમદાવાદ / ભાજપના મહામંત્રીની છલકાઈ રંગીલી લીલા, વોટ્સએપ ગ્રૂપમાં તરતા મૂક્યા અશ્લીલ વીડિયો

Kavan

Last Updated: 04:45 PM, 15 October 2019

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

અમદાવાદના નરોડામાં ભાજપના રંગીલા મહામંત્રીની બીભત્સતા સામે આવી છે. નરોડા ભાજપના મહામંત્રી ગૌતમ પટેલે ભાજપના ઓફિશિયલ નરોડા ગ્રૂપમાં બીભત્સ વીડિયો પોસ્ટ કર્યા છે. મળતી માહિતી પ્રમાણે, ગૌતમ પટેલે વોટ્સએપ ગ્રૂપમાં 70 થી વધુ બીભત્સ વીડિયો પોસ્ટ કર્યા છે. જેને લઈને માહોલ ગરમાયો છે.

  • અમદાવાદના નરોડા વિસ્તારના ભાજપના ગ્રુપમાં પોસ્ટ થયાં બીભત્સ વીડિયો 
  • 70 થી વધુ વીડિયો પોસ્ટ થતાં રાજકારણમાં ગરમાવો 
  • ભાજપના મહામંત્રી ગૌતમ પટેલે બીભત્સ વીડિયો કર્યા પોસ્ટ 

કારણ કે, આ વોટ્સએપ ગૃહમાં મહિલા કોર્પોરેટર અને મહિલા કાર્યકરો પણ સામેલ છે. જોકે ભાજપના મહામંત્રી ગૌતમ પટેલની આ હરકત બાદ કાર્યકર્તાઓ અને કોર્પોરેટરો ગ્રૂપમાંથી લેફ્ટ થઈ ગયા છે. પરંતુ આ પ્રકારની હરકતને લઈને રોષ પણ જોવા મળી રહ્યો છે. 

નારી શક્તિની સુરક્ષાની માત્ર વાતો 

કારણ કે, નારી શક્તિની સુરક્ષાની વાતો કરવામાં આવે છે, નારીને માન-સન્માન આપની વાત કરવામાં આવે છે. તે જ પક્ષની નેતાગીરી આવા હવસના ભૂખ્યા નેતાઓ કરી રહ્યા છે. ત્યારે સવાલ એ થાય છે કે, શું આવા નેતાઓના હાથમાં ભાજપે નરોડાનું નેતૃત્વ સોંપ્યું છે...? શું આવા નેતાઓ નરોડાની મા-બહેનોની રક્ષા કરશે...?

રાજકારણમાં ગરમાવો 

નલિયા સેકસકાંડમાં રાષ્ટ્રીય સ્તરે ભાજપની છબિ ખરડાઇ હતી. શિષ્તને કારણે ઓળખાતી પાર્ટીને જાણે વ્યાભિચારનો સડો લાગી ગયો હોય એ પ્રકારે સોશિયલ મીડિયામાં પાર્ટીના કેટલાક નેતાઓ એવી ભૂલો કરી બેસે છે કે, લોકમાં તેમની છબિ ખરડાય છે.  ત્યારે આ ફરી આ પ્રકારની ઘટનાને પગલે રાજ્યના વાતાવરણમાં ગરમાવો ફેલાયો છે. 

સુરતમાં બની હતી ઘટના 

સુરતમાં ભાજપના વોટ્સએપ ગ્રુપમાં ભાજપ કાર્યકરની ફરી એકવાર અશ્લિલ હરકત સામે આવી હતી. કરંજ વિધાનસભા વોર્ડ નંબર 13ના ગ્રુપમાં ભાજપના કાર્યકર્તા દ્વારા અશ્લિલ ફોટા મુકાતા રાજકીય ગરમાવો આવી ગયો હતો. એટલું જ નહીં વોટ્સએપના આ ગ્રુપમાં ધારાસભ્ય જનક બગદાણા પણ સામેલ છે. જોકે અશ્લિલ ફોટા મુક્યા બાદ ભાજપ કાર્યકર રાકેશ પટેલને ગ્રુપમાંથી કાઢી મુકાયા છે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ