બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગાંધીનગર

logo

લોકસભા ચુંટણીનું ત્રીજા તબક્કા નું મતદાન, છેલ્લી ઘડીએ કરવા મતદારોમાં ઉત્સાહ

logo

અમરેલી ન્યૂઝ: ચૂંટણી ફરજ દરમ્યાન મહિલા કર્મચારીનું થયું મોત, જાફરાબાદની પ્રાથમિક શાળાની શિક્ષિકા મતદાન મથક ફરજ દરમ્યાન ઢળી પડ્યા, કૌશિકબેન બાબરીયાનું હાર્ટ એટેકથી મૃત્યુ થયાનું પ્રાથમિક અનુમાન

logo

કોંગ્રેસના ઉમેદવાર ગેનીબેન ઠાકોરનો મતદારોને ધમકાવી ભાજપ તરફી વોટીંગ કરાવવાનો આક્ષેપ

logo

11 રાજ્યોની 93 બેઠકો પર 3 વાગ્યા સુધીમાં 50.71 ટકા મતદાન

logo

બનાસકાંઠાને ટક્કર આપી 3 વાગ્યા સુધીમાં 58.05 ટકા મતદાન સાથે વલસાડ ગુજરાતમાં અવ્વલ, સરેરાશ 47.03 ટકા વોટિંગ

logo

કળશ ગામના લોકો તાપથી બચવા માથા પર ગાદલા રાખી મત આપવા લાઈનમાં ગોઠવાયા

logo

ભરૂચના કેસર ગામના લોકોએ મતદાનનો બહિષ્કાર કર્યો, અત્યાર સુધી એકપણ મત નથી પડ્યો

logo

મતદારો માટે ઇન્દ્ર દેવના અમી છાંટણા, યાત્રાધામ અંબાજીમાં અચાનક વાતાવરણમાં આવ્યો પલટો

logo

પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિનભાઇ પટેલે કર્યું મતદાન

VTV / ગુજરાત / રાજકોટ / અન્ય જિલ્લા / naresh patel may not join political parties in gujarat

રાજનીતિ / નરેશ પટેલનું રાજકારણને દૂરથી 'સલામ': રાજકોટમાં યોજાઈ ખાસ બેઠક, આ તારીખે કરશે મોટી જાહેરાત

Kavan

Last Updated: 06:25 PM, 14 June 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

પાટીદાર અગ્રણી નરેશ પટેલ રાજકારણમાં નહીં જોડાય, વિધાનસભા ચૂંટણી પહેલા સામે આવ્યા મોટા સમાચાર

  • ગુજરાતના રાજકારણને લઇ મોટા સમાચાર
  • પાટીદાર આગેવાન નરેશ પટેલ રાજકારણમાં નહી જોડાયઃ સૂત્ર
  • રાજકોટમાં નરેશ પટેલ અને ખોડધામના ટ્રસ્ટીઓની મળી બેઠક 
  • બેઠકમાં રાજકારણમાં નહી જોડાવવા મામલે લેવાયો નિર્ણયઃ સૂત્ર

ગુજરાત વિધાનસભાની ચૂંટણીના ઢોલ ઢબુકવા લાગ્યા છે અને સૌરાષ્ટ્રના પાટીદાર અગ્રણી નરેશ પટેલ કયા રાજકીય પક્ષમાં જોડાશે તેની લાંબા સમયગાળાથી ચાલી રહેલી ચર્ચાનો આખરે અંત આવ્યો છે, સૂત્રો દ્વારા પ્રાપ્ત થયેલી માહિતી પ્રમાણે, ખોડલધામના પ્રમુખ અને પાટીદાર અગ્રણી નરેશ પટેલ હવે ગુજરાતની સક્રિય રાજનીતિમાં જોડાશે નહીં. 

નરેશ પટેલ રાજનીતિમાં નહીં જોડાય 

મળતી વિગત પ્રમાણે, રાજકોટમાં નરેશ પટેલ અને ખોડધામના ટ્રસ્ટીઓની એક બેઠક યોજાઈ હતી જેમાં નરેશ પટેલના રાજકારણ પ્રવેશને લઈને મંથન કરવામાં આવ્યું હતું. આ મંથન બાદ સૂત્રો દ્વારા મળેલી વિગત મુજબ પાટીદાર આગેવાન નરેશ પટેલ રાજનીતિમાં સક્રિય રાજનીતિમાં જોડાશે નહીં. નરેશ પટેલ પોતાનો નિર્ણય આગામી ગુરૂવારે(16 જૂનના) સત્તાવાર રીતે જાહેર કરી શકે છે.

થોડા દિવસ પહેલા એક કાર્યક્રમમાં નરેશ પટેલ હતા પાટીલ સાથે

રાજકોટમાં એક ખાનગી જીમના ઉદ્ઘાટનના કાર્યક્રમમાં સી આર પાટીલ અને ખોડલધામના નરેશ પટેલ એક સાથે જોવા મળતા અનેક અટકળો સેવાઈ રહી છે. નરેશ પટેલ ક્યારે અને કઈ રાજકીય પાર્ટીમાં જોડાશે તેનું રહસ્ય હજુ પણ અકબંધ છે ત્યારે આ અંગે નરેશ પટેલે જણાવ્યું હતું કે આ કાર્યક્રમને રાજકીય રંગ ના આપવો જોઈએ.. કઈ પાર્ટીમાં જવું તેવો હજુ સુધી કોઈ નિર્ણય કર્યો નથી. અને આગામી એક સપ્તાહમાં તમામ અટકળોનો અંત આવશે તેવું નરેશ પટેલે જણાવ્યું હતું.પૂર્વ કોર્પોરેટર મુકેશ રાદડીયા દ્વારા સમુહ લગ્નનું આયોજન કરાયું છે જેમાં પણ બંન્ને હાજરી આપી હતી.આ પહેલા પણ ઘણી વખત સામાજિક કાર્યક્રમોમાં સી આર પાટીલ અને નરેશ પટેલની મુલાકાત થઈ ચૂકી છે. 

નરેશ પટેલે ક્યા જવું તે તેણે નક્કી કરવાનુ છેઃ મોકરિયા

નરેશ પટેલના રાજકારણમાં પ્રવેશને લઇને રાજ્યસભાના સાંસદ રામભાઇ મોકરિયાએ મહત્વનું નિવેદન આપ્યું. તેઓએ  આ અંગે વાત કરતા જણાવ્યું કે  તેઓ બિઝનેસ સાથે જોડાયેલા છે. સામાજિક કાર્ય કરી રહ્યા છે તે બરાબર છે. બાકી નરેશ પટેલે જે પક્ષમાં જવુ હોય ત્યાં જઇ શકે છે. કોઇ રોકી ન શકે તમેને. તેઓ સ્વતંત્ર છે. નરેશ પટેલે કયા પક્ષમાં જવુ તે તેમણે નક્કી કરવાનું હોય છે.  

ભાજપના નેતાઓ સાથે દેખાયા હતા 

કોંગ્રેસમાં જોડાવાની અટકળો વચ્ચે નરેશ પટેલ થોડા સમય પહેલા ભાજપના નેતાઓ સાથે દેખાયા હતા. રાજકોટના રિબડામાં ભાગવત કથાનો કાર્યક્રમ હતો. જેમાં મોટા-મોટા અગ્રણીઓ સામેલ થયા હતાં. આ કાર્યક્રમમાં મોહન કુંડારિયા, પ્રદિપસિંહ અને કુંવરજી બાવળિયા એક સાથે દેખાયા હતાં. ત્યારે ખોડલધામના ચેરમેન નરેશ પટેલ કાર્યક્રમમાં ભાજપના અગ્રણીઓ સાથે જોવા મળતા એકવાર ફરી ગુજરાતના રાજકારણમાં ગરમાવો આવ્યો હતો.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ