બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

logo

રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો

logo

લોકસભા ચૂંટણી 2024: રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનનથી રાજકારણ ગરમાયું, CR પાટીલના આક્ષેપ પર શક્તિસિંહ ગોહિલનો પલટવાર

VTV / ગુજરાત / narendra modi meets un chief antonio guterres and launch mission life in kevadia

મિશન લાઇફ / AC ફુલ કરીને બ્લેન્કેટ ઓઢે, કાર લઈને GYMમાં જાય...: PM મોદીએ લોકોને કરી ટકોર

MayurN

Last Updated: 03:03 PM, 20 October 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ 'મિશન લાઇફ'નો શુભારંભ કરાવ્યો. પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ કહ્યું હતું કે, આજે ભારત 'પ્રગતિ અને પ્રકૃતિનું પણ ઉત્તમ ઉદાહરણ બની રહ્યું છે.

  • વડાપ્રધાન નરેન્દ્ર મોદી મિશન લાઇફ લોન્ચ કર્યું
  • જળવાયુ પરિવર્તનને લઈને કર્યું સંબોધન
  • ભારત 'પ્રગતિ અને પ્રકૃતિનું ઉત્તમ ઉદાહરણ

વડાપ્રધાન નરેન્દ્ર મોદી બે દિવસની ગુજરાતની મુલાકાતે છે. વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ ગુરુવારે ગુજરાતના કેવડિયા સ્થિત સ્ટેચ્યુ ઓફ યુનિટી સંકુલમાં સંયુક્ત રાષ્ટ્રના મહાસચિવ એન્ટોનિયો ગુટેરેસ સાથે 'મિશન લાઇફ' (લાઈફસ્ટાઈલ ફોર એન્વાયર્નમેન્ટ)નો શુભારંભ કરાવ્યો હતો. પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ કહ્યું હતું કે, આજે ભારત 'પ્રગતિ અને પ્રકૃતિનું પણ ઉત્તમ ઉદાહરણ બની રહ્યું છે.

'મિશન લાઈફ'
પોતાના સંબોધનમાં પીએમ મોદીએ કહ્યું કે 'મિશન લાઈફ' આપણને પર્યાવરણની રક્ષા માટે પ્રેરિત કરે છે. આપણે આપણી જીવનશૈલીને ઠીક કરીને પર્યાવરણને બચાવી શકીએ છીએ. તેમણે વધુમાં જણાવ્યું હતું કે, આ કાર્યક્રમ આપણા રાષ્ટ્રીય ગૌરવ સરદાર વલ્લભભાઈ પટેલની વિશાળ પ્રતિમા સ્ટેચ્યુ ઓફ યુનિટીની ઉપસ્થિતિમાં યોજાઈ રહ્યો છે. જળવાયુ પરિવર્તનની સામે એકતા એ જીવનનું સૌથી મહત્વનું પરિબળ છે. ગુજરાત એ ભારતનું એક એવું રાજ્ય છે જેણે સૌ પ્રથમ નવીનીકરણીય ઉર્જા અને પર્યાવરણીય સંરક્ષણ તરફ કામ કરવાનું શરૂ કર્યું.

 

લોકોએ પોતાની જીવનશૈલી બદલાવી પડશે
તેમણે જણાવ્યું હતું કે' આપણામાંથી ઘણા લોકો એસીને 16 થી 18 ડિગ્રી પર ચાલુ રાખે છે અને પછી ધાબળો પણ ઓઢે છે. જેના લીધે એનર્જીની ખપત વધુ થાય છે. આપણે પ્રયાસ કરવો જોઈએ કે એસીનું તાપમાન એટલું જ રાખવું જોઈએ કે જે આપણને ધાબળો વિના પણ સુખદ લાગે. આપણામાંથી કેટલાકને જીમમાં વર્કઆઉટ કરવાનું ગમે છે પરંતુ તે વર્કઆઉટ માટે ડ્રાઇવ કરીને એક્સરસાઇઝ સેન્ટર સુધી પહોંચે છે. શા માટે આપણે ચાલીને જઈ શકતા નથી અથવા સાયકલનો ઉપયોગ કરી શકતા નથી?" 

મિશન લાઇફનું સૂત્ર આપ્યું
તેમણે વધુમાં જણાવ્યું હતું કે, નહેરો પર સોલાર પેનલ લગાવવાની વાત હોય કે દુષ્કાળગ્રસ્ત વિસ્તારોમાં પાણીનું સ્તર ઊંચું લાવવા જળસંચય અભિયાન હોય, ગુજરાત હંમેશા ટ્રેન્ડસેટર રહ્યું છે. ક્લાઇમેટ ચેન્જ અંગે એવી ધારણા ઊભી કરવામાં આવી છે જાણે કે તે માત્ર નીતિ સાથે સંકળાયેલી બાબત હોય. તે લાઈફસ્ટાઈલ ઓફ ધ પ્લેનેટ, ફોર ધ પ્લેનેટ અને બાય ધ પ્લેનેટના  મૂળભૂત સિદ્ધાંતને અનુસરે છે. મિશન લાઇફ આપણને પ્રેરિત કરે છે કે આપણે બધા આપણા રોજિંદા જીવનમાં ઘણું બધું કરી શકીએ છીએ, જે પર્યાવરણનું રક્ષણ કરે છે. મિશન લાઇફનું માનવું છે કે તમારી જીવનશૈલીમાં ફેરફાર કરીને પર્યાવરણની રક્ષા કરી શકાય છે. મિશન લાઇફ આ પૃથ્વીની સુરક્ષા માટે લોકોની શક્તિઓને જોડે છે અને તેમને વધુ સારી રીતે ઉપયોગ કરવાનું શીખવે છે.

 

દરેક લોકોને યોગદાન આપવું પડશે
પીએમ મોદીએ કહ્યું કે આજે આપણા ગ્લેશિયર પીગળી રહ્યા છે, સમુદ્રોની જળસપાટી વધી રહી છે, આપણી નદીઓ સુકાઈ રહી છે, હવામાન અનિશ્ચિત બની રહ્યું છે. આ ફેરફારો લોકોને એવું વિચારતા કરી રહ્યા છે કે આબોહવા પરિવર્તનને માત્ર નીતિ પર છોડી શકાતું નથી. લોકો અનુભવી રહ્યા છે કે આ પૃથ્વી માટે તેમની પાસે પણ જવાબદારી છે. આ મિશનનો ઉદ્દેશ ત્રીસ્તરીય રણનીતિ લાગુ કરીને જળવાયુ પરિવર્તનની અસરોનો સામનો કરવાનો છે.

 

CO2 માં 100 મિલિયન ટનનો ઘટાડો
પીએમ મોદીએ કહ્યું કે અમે એલઇડી બલ્બની યોજના શરૂ કરી અને દેશનું ખાનગી ક્ષેત્ર પણ તેમાં ભાગીદાર બન્યું. ભારતના આંતરરાષ્ટ્રીય નિષ્ણાતોને જાણીને આશ્ચર્ય થશે કે ટૂંકા ગાળામાં, ભારતના લોકોએ ઘરોમાં 160 કરોડથી વધુ એલઇડી બલ્બ લગાવ્યા હતા, જેના કારણે કાર્બન ડાયોકસાઇડના ઉત્સર્જનમાં 100 મિલિયન ટનથી વધુનો ઘટાડો થયો હતો. મિશન લાઇફ પી ૩ ની વિભાવનાને મજબૂત બનાવશે. P3 નો અર્થ થાય છે 'પ્રો પ્લેનેટ પીપલ'. આજે આપણે એવી દુનિયામાં જીવી રહ્યા છીએ જ્યાં કયા દેશ કે જૂથ સાથે કોણ છે કે તેની વિરુદ્ધમાં કોણ છે તેની ચર્ચા ચાલી રહી છે. પરંતુ મિશન લાઇફ 'પ્રો પ્લેનેટ પીપલ' હેઠળ ઉમેરો કરે છે અને વિચાર સાથે ભળી જાય છે અને તેને જોડે છે.

ભારત પ્રગતિ અને પ્રકૃતિનું એક ઉત્તમ ઉદાહરણ
"ગુજરાત એ મહાત્મા ગાંધીનું જન્મસ્થળ છે. તેઓ એવા વિચારકોમાંના એક હતા જેઓ લાંબા સમય પહેલા પર્યાવરણીય સંરક્ષણ અને પ્રકૃતિ સાથે સુમેળમાં જીવન જીવવાનું મહત્વ સમજતા હતા. મિશન લાઇફ આપણને પર્યાવરણના તમામ ટ્રસ્ટી બનાવે છે. ભારત જળવાયુ પરિવર્તન જેવી વૈશ્વિક સમસ્યામાં સૌથી આગળ કામ કરી રહ્યું છે. આજે ભારત પ્રગતિ અને પ્રકૃતિનું એક ઉત્તમ ઉદાહરણ છે. આજે ભારત પણ વિશ્વની પાંચમી અર્થવ્યવસ્થા બની ગયું છે અને આપણો વન વિસ્તાર પણ વધ્યો છે અને વન્ય જીવોની સંખ્યા પણ વધી રહી છે.
 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ