બ્રેકિંગ ન્યુઝ

logo
logo

મહાદેવ બેટિંગ એપ કેસ: અભિનેતા સાહિલ ખાનની મુંબઈ પોલીસની SIT દ્વારા ધરપકડ

logo

લોકસભા ચૂંટણી 2024: PM નરેન્દ્ર મોદીનો આજે ઝંઝાવાતી ચૂંટણી પ્રચાર, કર્ણાટકમાં 4 રેલીને કરશે સંબોધન

logo

લોકસભા ચૂંટણી 2024: પૂર્વ PAAS કન્વીનર અલ્પેશ કથીરિયા અને ધાર્મિક માલવિયા CR પાટીલની હાજરીમાં ભાજપમાં જોડાયા

logo

લોકસભા ચૂંટણી 2024 / 'કોંગ્રેસ અને આપ પાર્ટીના લોકો જુઠ્ઠાણાં ચલાવે છે' અમિત શાહે વિપક્ષને આડે હાથ લીધું

logo

લોકસભા ચૂંટણી: કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહની ગોધરામાં વિજય સંકલ્પ સભા, જનસભામાં મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા

logo

લોકસભા ચૂંટણી 2024: મુંબઈ નોર્થ સેન્ટ્રલથી પૂનમ મહાજનનું પત્તુ કપાયું, આતંકી કસાબને ફાંસી અપાવનારા ઉજ્જવલ નિકમને ભાજપે ટિકિટ આપી

VTV / મનોરંજન / બોલિવૂડ / n the day of the murder, Sidhu MooseWala went out without a tilak on his forehead died 12 days before his birthday.

મનોરંજન / હત્યાના દિવસે પહેલી વખત કપાળ પર ટીકો લગાવ્યો વિના બહાર નીકળ્યો હતો સિદ્ધુ મુસેવાલા, જન્મદિવસના 12 દિવસ પહેલા આ રીતે થયું મૃત્યુ

Megha

Last Updated: 11:25 AM, 11 June 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

મુસેવાલા દરરોજ ઘરમાંથી બહાર નીકળે તે પહેલા તેને માતા દ્વારા કપાળ પર ટીકો લગાવતા હતા પણ હત્યાના દિવસે તેઓ ટીકો લગાવ્યા વિના નીકળ્યા હતા.

  • સિદ્ધુ મુસેવાલા આજે જીવિત હોત 31મો જન્મદિવસ ઉજવતા હોત
  • મુસેવાલાનું છેલ્લું ગીત મર્ડરના 4 દિવસ પહેલા જ રિલીઝ થયું હતું
  • આવી છે સિદ્ધુ મુસેવાલાની કહાની

જો સિદ્ધુ મુસેવાલા આજે જીવિત હોત તો તેઓ આજે પોતાનો 31મો જન્મદિવસ ઉજવતા હોત. જણાવી દઈએ કે ગયા વર્ષે 29 મેના રોજ દિવસે દિવસે તેની હત્યા કરવામાં આવી હતી. સિદ્ધુ પસંદિતા પંજાબી ગાયકોમાંના એક હતા. જો કે તે પોતાના ગીતોના કારણે થયેલા વિવાદોને કારણે પણ ચર્ચામાં રહી હતી.

નોંધનીય છે કે સિદ્ધુ મુસેવાલાનું છેલ્લું ગીત મર્ડરના 4 દિવસ પહેલા જ રિલીઝ થયું હતું. આ સાથે જ એક વાત નોંધનીય છે કે મુસેવાલા દરરોજ ઘરમાંથી બહાર નીકળે તે પહેલા તેને માતા દ્વારા કપાળ પર ટીકો લગાવતા હતા પણ હત્યાના દિવસે તેઓ ટીકો લગાવ્યા વિના નીકળ્યા હતા. આ સાથે જ જ્યારે તેને ગોળી મારવામાં આવી ત્યારે તે તેના 30માં જન્મદિવસથી માત્ર 12 દિવસ દૂર હતો.

સિદ્ધુ મુસેવાલાની કહાની 
જેનું સાચું નામ શુભદીપ સિંહ સિદ્ધુ હતું, તેનો જન્મ 11 જૂન 1993ના રોજ પંજાબના માનસા જિલ્લામાં થયો હતો. નાનપણથી જ સિદ્ધુને સંગીત પ્રત્યે ઝુકાવ હતો. ગ્રેજ્યુએશન પૂર્ણ કર્યા બાદ સિદ્ધુ વધુ અભ્યાસ માટે કેનેડા ગયા હતા. જણાવી દઈએ કે સિદ્ધુએ પોતાની સંગીત સફર ગાયકીથી નહીં પણ લેખન દ્વારા શરૂ કરી હતી.  સિદ્ધુનું પહેલું ગીત 'જી વેગન' 2017માં રિલીઝ થયું હતું. 

આ રીતે કરી રાજનીતિમાં એન્ટ્રી 
સિદ્ધુએ 2018ની પંચાયત ચૂંટણીમાં તેની માતા ચરણ કૌર માટે સક્રિયપણે પ્રચાર કર્યો, જેમાં તેની માતાનો વિજય થયો. તેઓ 3 ડિસેમ્બર 2021ના રોજ ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસમાં જોડાયા હતા. 

અકાલી દળના નેતાનું મોત સિદ્ધુની હત્યાનું મોટું કારણ 
સિદ્ધુનામૃત્યુનું કારણ અકાલી દળના નેતા વિકી મિદુખેડાનું મૃત્યુ હતું, જેઓ લોરેન્સની નજીક હતા. ઓગસ્ટ 2021માં મોહાલી સેક્ટર 71માં પ્રોપર્ટી ડીલરની ઓફિસમાંથી બહાર આવતા જ શાર્પ શૂટરોએ વિકીની હત્યા કરી નાખી હતી. આ પછી લોરેન્સે સિદ્ધુને મારવાની યોજના બનાવી. વિકીની હત્યામાં પંજાબી સિંગરનો મેનેજર સામેલ હતો. ત્યારબાદ તેની તપાસમાં ખબર પડી કે તે પંજાબી સિંગર સિદ્ધુ મૂઝવાલા છે, જેના મેનેજરનું નામ સામે આવ્યું છે. ત્યારબાદ સિદ્ધુને ટાર્ગેટ કરવાનો પ્લાન બનાવ્યો હતો. 

સિદ્ધુને મારવાની યોજના ઓગસ્ટ 2021થી શરૂ થઈ ગઈ હતી
વિક્કીની હત્યા પછી તરત જ સિદ્ધુના મૃત્યુની યોજના ઓગસ્ટ 2021થી જ શરૂ થઈ ગઈ હતી. ગોલ્ડીએ જુદા જુદા રાજ્યોમાં શૂટર્સ શોધવાનું શરૂ કર્યું.  પણ વિધાનસભાની ચૂંટણી માટેની ગતિવિધિઓ પણ તેજ બની હતી. જેના કારણે હત્યાનો પ્લાન થોડા દિવસો માટે બંધ થઈ ગયો હતો. 

આ રીતે થઈ હત્યા 
નોંધનીય છે કે હત્યાના એક દિવસ પહેલા 28 મેના રોજ પોલીસ વિભાગે સિદ્ધુ મુસેવાલાની સુરક્ષામાંથી બે ગનર્સને હટાવ્યા હતા. પંજાબના માનસા જિલ્લાના મુસા ગામની તારીખ 29 મે અને સ્થળની 15 દિવસની રેકી પછી 6 શૂટરો દ્વારા સિદ્ધુની હત્યા કરવામાં આવી હતી . સિદ્ધુ બહાર જવા માટે ફોર્ચ્યુનરમાં બેસવાનો હતો ત્યારે બીજા બે સાથીઓની સલાહથી તેણે થારથી નીકળવાનો પ્લાન બનાવ્યો. તે દિવસે સિદ્ધુ પાસે માત્ર બે ગનર્સ હતા. તે તેમને પણ પોતાની સાથે લઈ ગયો ન હતો. બાકીના 4 ગનર્સ કોઈ કામને કારણે રજા પર હતા. સિદ્ધુ ગામથી 8 કિલોમીટર દૂર પહોંચ્યા હતા ત્યારે બંને તરફથી અંધાધૂંધ ગોળીબાર થયો હતો અને 7 ગોળી વાગતાં તેનું ઘટનાસ્થળે જ મોત થયું હતું. આ હત્યા કુલ 6 શૂટરો દ્વારા કરવામાં આવી હતી. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ