બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

logo

રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો

logo

લોકસભા ચૂંટણી 2024: રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનનથી રાજકારણ ગરમાયું, CR પાટીલના આક્ષેપ પર શક્તિસિંહ ગોહિલનો પલટવાર

VTV / મુંબઈ / Mumbai: Scammer debited 1 lakh rupees from the bank account of a female who ordered a chair from amazon

એલર્ટ! / પહેલાં 10 રૂપિયા, બાદમાં એકાઉન્ટમાંથી 1 લાખ 20 હજાર ઉડી ગયા, ઓર્ડર ટ્રેક કરવાના ચક્કરમાં મહિલાને આવ્યા રોવાના દહાડા

Vaidehi

Last Updated: 05:13 PM, 20 November 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

એમેઝોનનાં ઓર્ડરને ટ્રેક કરવાનાં ચક્કરમાં એક મહિલાનાં બેંક એકાઉન્ટમાંથી 1.20 લાખ રૂપિયા ઊડી ગયાં! જાણો સમગ્ર મામલો.

  • એમેઝોન ઓર્ડરનાં નામે મહિલા સાથે થયો સ્કેમ
  • સ્કેમરે મહિલાને છેતરીને એકાઉન્ટમાંથી લાખો રૂપિયા ઊપાડી લીધાં
  • ડિલિવરી બૉય સાથે વાતચીત કર્યા બાદ બધું શરૂ થયું

ભારતમાં આજકાલ અનેક સાયબર ક્રાઈમનાં મામલા સામે આવી રહ્યાં છે. ઠગીઓ લોકોને છેતરવાનાં અવનવાં રસ્તાઓ શોધી કાઢે છે. તેવામાં મુંબઈમાં પણ એક આવો જ અનોખો સાયબર ક્રાઈમનો મામલો સામે આવ્યો છે.  એક મહિલાનાં ઘરે Amazon પરથી ઓર્ડરની ડિલિવરી આવવાની હતી. એ ઓર્ડરને ટ્રેક કરવાનાં ચક્કરમાં આ મહિલાનાં બેંક એકાઉન્ટમાંથી 1.20 લાખ રૂપિયા ઊડી ગયાં.

ડિલિવરી બૉય સાથે વાતચીત કરી
મુંબઈનાં મલાડ વેસ્ટમાં રહેતી 40 વર્ષીય મહિલાએ ઈકોમર્સ પ્લેટફોર્મ Amazon પરથી એક 15000 રૂપિયાની ચેર ઓર્ડર કરી હતી. આ બાદ જ્યારે પાર્સલ સંભવિત તારીખ સુધી ડિલિવર ન થયું ત્યારે તેણે ટ્રેકિંગ ડિટેલ્સ ચેક કરી અને પાર્સલ કંપની સાથે સંપર્ક કરવાનો પ્રયાસ કર્યો. આ બાદ મહિલાની વાત એક વ્યક્તિ સાથે થઈ જણે પોતાને ડિલિવરી કંપનીનો કર્મચારી જણાવ્યો.

લિંક પર ક્લિક કરવા કહ્યું
પોતાને ડિલિવરી કંપનીનો કર્મચારી જણાવનાર વ્યક્તિ એક સ્કેમર હતો. એ સ્કેમરે મહિલાને જણાવ્યું કે તેમનો ઓર્ડર ખોટા અડ્રેસ પર ડિલિવર થઈ ગયો છે. આ બાદ સ્કેમરે મહિલાને એક લિંક મોકલી અને કહ્યું કે પોતાનો સાચો અડ્રેસ આ સાઈટ પર સબમિટ કરો. આ ડિટેલ્સ ભરવામાં સ્કેમરે મહિલાની UPI પિનનો એક્સેસ મેળવી લીધો.

પહેલાં 10 રૂપિયા કપાયા અને પછી..
સ્કેમર દ્વારા મોકલવામાં આવેલી ડિટેલ્સ સબમિટ કર્યા બાદ મહિલાનાં બેંક એકાઉન્ટમાંથી તરત જ 10 રૂપિયા કપાઈ ગયાં. સ્કેમરે કહ્યું કે આ કૉલ બાદ તમે તમારું પાર્સલ ટ્રેક કરી શકશો. આ કૉલનાં 2 કલાક બાદ પાર્સલ મહિલા પાસે આવી ગયું. ડિલિવરી બાદ તેમના બેંક એકાઉંટમાંથી 5 હજાર રૂપિયા કપાઈ ગયાં.

3 દિવસ બાદ ફરી કપાયા પૈસા
મહિલાને 3 દિવસ બાદ બેંક તરફથી મેસેજ આવ્યો કે બેંક એકાઉન્ટમાંથી 90 હજાર રૂપિયા કપાઈ ગયાં છે. આ બાદ મહિલાએ તરત જ બેંક એકાઉન્ટને બ્લોક કરી દીધો. આ દરમિયાન મહિલાનાં એકાઉન્ટમાંથી કુલ 1,19,998 રૂપિયા ગાયબ થઈ ગયાં હતાં. વિક્ટિમ મહિલાએ આ અંગે પોલીસમાં ફરિયાદ કરી છે અને તપાસ ચાલી રહી છે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ