બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગુજરાતમાં આજે રેકોર્ડ બ્રેક ગરમી, પાંચ શહેરમાં ગરમીનો પારો 44 ડિગ્રીને પાર

logo

દિલ્હી: અરવિંદ કેજરીવાલના PA વિભવ કુમારને ઝટકો, કોર્ટે આગોતરા જામીન અરજી ફગાવી

logo

આ વર્ષે ગુજરાતમાં ચોમાસામાં 106 ટકા વરસાદની પડવાની શક્યતા: અંબાલાલ પટેલ

logo

સ્માર્ટ મીટરના પાયલટ પ્રોજેક્ટ મામલે મહત્વના સમાચાર

logo

હરિયાણાના નુહમાં શ્રદ્ધાળુઓની બસમાં આગ લાગતા, 8નાં મોત, 24 ઘાયલ

logo

PM મોદી આજે ઉત્તર પૂર્વ દિલ્હીના ઘોંડામાં ચૂંટણી રેલીને કરશે સંબોધિત

logo

રાજ્ય સરકારનો અધિકારી-કર્મચારીઓ માટે મહત્વનો નિર્ણય, કર્મચારી-અધિકારીઓને નિયમિત લેવી પડશે તાલીમ

logo

રાજકોટની વીરબાઇ મહિલા કોલેજમાં જાતીય સતામણી મામલે પ્રોફેસરની હકાલપટ્ટી

logo

છોટા ઉદેપુરના બોડેલીમાંથી નકલી મરચું પાવડર બનાવતી ફેક્ટરી ઝડપાઈ, હલકી કક્ષાના મરચું પાવડરમાં અખાદ્ય કલરની ભેળસેળ

logo

જૂનાગઢના વિસાવદર પંથકમાં વરસાદી માહોલ, કમોસમી વરસાદથી ખેડૂતો ચિંતાતૂર

VTV / Mumbai Man Gets 3 Years Jail For Pulling Girl's Dupatta With "Sexual Intent"

સગીરા છેડતી કેસ / છોકરીનો દુપટ્ટો ખેંચવો, સેક્સના ઈરાદાથી હાથ પકડવો દંડનીય અપરાધ- સ્પેશિયલ કોર્ટનો મોટો ચુકાદો

Hiralal

Last Updated: 03:21 PM, 13 October 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

મુંબઈની એક સ્પેશિયલ કોર્ટે સગીરાની છેડતી કરવાના ગુનામાં 23 વર્ષીય યુવાનને આરોપી ઠેરવતા 3 વર્ષની સજા કરી છે.

  • મુંબઈમાં 23 વર્ષીય યુવાનની સગીરાની છેડતીનો મામલો 
  • યુવાને સગીરાનો દુપટ્ટો ખેંચ્યો, ઈચ્છા વિરૃદ્ધ હાથ પકડ્યો 
  • સ્પેશિયલ કોર્ટે આ ઘટનાને દંડનીય ગુનો માન્યો 
  • આરોપીને ત્રણ વર્ષની જેલની સજા કરી

મુંબઈની એક સ્પેશિયલ કોર્ટે 15 વર્ષની સગીરાની છેડતી કેસમાં એવો ચુકાદો આપ્યો છે કે છોકરીનો દુપટ્ટો ખેંચવો અને સેક્સના ઈરાદાથી હાથ પકડવો પણ દંડનીય અપરાધ ગણાય છે અને તેને માટે સજા થઈ શકે છે. સગીરાની છેડતી કરવાના ગુનામાં 23 વર્ષીય યુવાનને ગુનેગાર ઠેરવતા કોર્ટે તેને 3 વર્ષની જેલની સજા કરી છે. સ્પેશિયલ કોર્ટના જસ્ટિસ પ્રિયા બાંકરે આરોપી યુવાનને ભારતીય દંડ સંહિતાની કલમ 354 (તેની નમ્રતાને ઠેસ પહોંચાડવાના ઇરાદાથી મહિલા પર હુમલો અથવા ગુનાહિત બળ) અને 506 (ગુનાહિત ધાકધમકી) તેમજ પ્રોટેક્શન ઓફ ચિલ્ડ્રન ફ્રોમ સેક્સ્યુઅલ ઓફેન્સિસ એક્ટ (પોક્સો એક્ટ), 2012ની કલમ 8 (જાતીય હુમલો માટે સજા) હેઠળ દોષિત ઠેરવ્યો હતો. એટલું જ નહી પરંતુ કોર્ટે આરોપીને 15,000 રૂપિયાનો દંડ ફટકાર્યો હતો. દંડની રકમ પીડિતાને આપવી પડશે. 

જાણો છેડતીની ઘટના 
સીઆરપીસીની કલમ 357(1) હેઠળ ફરિયાદી પક્ષનો કેસ એવો હતો કે સગીર યુવતી જ્યારે ઘરવખરીનો સામાન લેવા બજાર જઈ રહી હતી ત્યારે આરોપી યુવાને પીડિતાનો દુપટ્ટો ખેંચીને તેનો હાથ પકડી લીધો હતો. જ્યારે પીડિતાએ બૂમ પાડી કે તે આ ઘટનાની જાણ તેના પિતાને કરશે, ત્યારે આરોપીએ ધમકી આપી હતી કે તે તેના પિતાને મારી નાખશે. આ પછી પીડિતાના પિતાએ માહિમ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. સુનાવણી દરમિયાન પણ, પીડિતાએ રજૂઆત કરી હતી કે આરોપી તેના ઘરની સામે ઉભો રહેતો હતો અને તેનો પીછો કરતો હતો. જ્યારે તેના પરિવારના સભ્યોને આ વાતની જાણ થઈ તો તેમણે આરોપીનો પીછો કર્યો પરંતુ પોલીસ ફરિયાદ ન કરી.

પીડિતા સાથે અફેર ચાલતું હોવાનો આરોપીનો કોર્ટમાં દાવો 
કોર્ટમાં આરોપીએ એવો બચાવ કર્યો હતો કે તેનું અને પીડિતાનું અફેર ચાલી રહ્યું હતું. ઘટના સમયે પીડિતા સગીર હોવાથી કોર્ટે બચાવ પક્ષ સ્વીકારવાનો ઇનકાર કર્યો હતો. કોર્ટે તારણ કાઢ્યું હતું કે, આરોપીએ ઘટના સ્થળે હાજર રહીને સગીર પીડિત યુવતી સાથે જાતીય ઇરાદાથી ગુનો કર્યો હતો અને પીડિત યુવતી સાથે શારીરિક સંબંધ બાંધ્યો હતો અને આ રીતે જાતીય શોષણનો ગુનો કર્યો હતો. કોર્ટે કહ્યું કે પુરાવા દર્શાવે છે કે આરોપીએ ઘરમાં ઘૂસીને પીડિતાના પિતાને માર મારવાની ધમકી આપી હતી. આ ગુનાહિત ધાકધમકી સમાન છે અને ફરિયાદી પક્ષે આઈપીસીની કલમ 506 હેઠળ ગુનો સાબિત કર્યો છે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ