બ્રેકિંગ ન્યુઝ

logo
logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

logo

રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો

logo

લોકસભા ચૂંટણી 2024: રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનનથી રાજકારણ ગરમાયું, CR પાટીલના આક્ષેપ પર શક્તિસિંહ ગોહિલનો પલટવાર

logo

રાહુલ ગાંધીના રાજા-મહારાજાઓ અંગેના નિવેદન મુદ્દે સી.આર.પાટીલે આપી પ્રતિક્રિયા, રાજા-મહારાજાઓને થયેલા અનુભવોથી જ તેઓ કોંગ્રેસથી દૂર થયા

VTV / Politics / Mukhtar Ansari declared guilty in Awadesh Rai murder case

BIG BREAKING / અવધેશ રાય હત્યાકાંડમાં મુખ્તાર અંસારી દોષી જાહેર, 31 વર્ષ બાદ કોર્ટે આપ્યો મોટો ચુકાદો

Priyakant

Last Updated: 12:31 PM, 5 June 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Mukhtar Ansari News: માફિયા મુખ્તાર અંસારીને વારાણસીના પ્રખ્યાત 32 વર્ષીય અવધેશ રાય હત્યા કેસમાં વિશેષ ન્યાયાધીશ (MP-LLA કોર્ટ) અવનીશ ગૌતમની અદાલતે દોષિત ઠેરવ્યો

  • મુખ્તાર અંસારીને અવધેશ રાય હત્યા કેસમાં દોષિત
  • સજા અંગેનો નિર્ણય થોડા સમયમાં આવી શકે છે
  • બાંદા જેલમાં બંધ મુખ્તાર અંસારીની મુશ્કેલીઓ વડશે

મુખ્તાર અંસારીને અવધેશ રાય હત્યા કેસમાં દોષિત ઠેરવવામાં આવ્યો છે. સજા અંગેનો નિર્ણય થોડા સમયમાં આવી શકે છે. બાંદા જેલમાં બંધ મુખ્તાર અંસારીની મુશ્કેલીઓ વધવાની છે. માફિયા મુખ્તાર અંસારીને વારાણસીના પ્રખ્યાત 32 વર્ષીય અવધેશ રાય હત્યા કેસમાં વિશેષ ન્યાયાધીશ (MP-LLA કોર્ટ) અવનીશ ગૌતમની અદાલતે દોષિત ઠેરવ્યો છે.

મુખ્તાર અંસારીને લઈ આજે બપોર બાદ સજાની જાહેરાત કરવામાં આવશે. પૂર્વાંચલમાં દરેકની નજર હવે મુખ્તારને શું સજા થશે તેના પર ટકેલી છે. છેલ્લા એક વર્ષમાં મુખ્તાર અંસારીને ચાર કેસમાં સજા થઈ છે. પરંતુ આ તમામ કેસોમાં અવધેશ રાય હત્યા કેસ સૌથી મોટો અને સૌથી મોટી સજાની જોગવાઈ છે.

શું હતી સમગ્ર ઘટના ? 
3 ઓગસ્ટ, 1991ના રોજ વારાણસીના લહુરાબીર વિસ્તારમાં રહેતા કોંગ્રેસ નેતા અવધેશ રાયની ગોળી મારીને હત્યા કરવામાં આવી હતી. પોલીસની ચાર્જશીટ, લાંબી ઉલટતપાસ અને જુબાની બાદ કોર્ટે આ ચુકાદો આપ્યો હતો. 

આ હત્યા કેસમાં મુખ્તાર અંસારીની સાથે પૂર્વ ધારાસભ્યો અબ્દુલ કલામ, ભીમ સિંહ, કમલેશ સિંહ અને રાકેશ શ્રીવાસ્તવ ઉર્ફે રાકેશ જ્યુડિશિયલનું પણ નામ હતું. આ કેસથી બચવા માટે મુખ્તાર અંસારીએ કોર્ટમાંથી કેસ ડાયરી ગાયબ કરાવી હતી. અવધેશ રાયના ભાઈ અને પૂર્વ ધારાસભ્ય અજય રાયે આ મામલામાં મુખ્તાર અંસારી સાથે પૂર્વ ધારાસભ્યો અબ્દુલ કલામ, ભીમ સિંહ, કમલેશ સિંહ અને રાકેશ શ્રીવાસ્તવ ઉર્ફે રાકેશ જ્યુડિશિયલ વિરુદ્ધ વારાણસીના ચેતગંજ પોલીસ સ્ટેશનમાં ક્રાઈમ નંબર 229/91 પર FIR નોંધાવી હતી.

બે આરોપીઓના થયા છે મોત 
મુખ્તાર અંસારી હાલમાં બાંદા જેલમાં અને ભીમ સિંહ ગાઝીપુર જેલમાં બંધ છે. આ હત્યા કેસમાં નામાંકિત આરોપી કમલેશ સિંહ અને પૂર્વ ધારાસભ્ય અબ્દુલ કલામનું મોત થયું છે. બીજી તરફ, પાંચમા આરોપી રાકેશે આ કેસમાં તેની ફાઇલ અલગ કરી દીધી હતી, જેની સુનાવણી પ્રયાગરાજ સેશન્સ કોર્ટમાં ચાલી રહી છે. છેલ્લા 9 મહિનામાં મુખ્તાર અંસારીને અન્ય ચાર કેસમાં સજા સંભળાવવામાં આવી છે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ