બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગાંધીનગર

logo

લોકસભા ચુંટણીનું ત્રીજા તબક્કા નું મતદાન, છેલ્લી ઘડીએ કરવા મતદારોમાં ઉત્સાહ

logo

અમરેલી ન્યૂઝ: ચૂંટણી ફરજ દરમ્યાન મહિલા કર્મચારીનું થયું મોત, જાફરાબાદની પ્રાથમિક શાળાની શિક્ષિકા મતદાન મથક ફરજ દરમ્યાન ઢળી પડ્યા, કૌશિકબેન બાબરીયાનું હાર્ટ એટેકથી મૃત્યુ થયાનું પ્રાથમિક અનુમાન

logo

કોંગ્રેસના ઉમેદવાર ગેનીબેન ઠાકોરનો મતદારોને ધમકાવી ભાજપ તરફી વોટીંગ કરાવવાનો આક્ષેપ

logo

11 રાજ્યોની 93 બેઠકો પર 3 વાગ્યા સુધીમાં 50.71 ટકા મતદાન

logo

બનાસકાંઠાને ટક્કર આપી 3 વાગ્યા સુધીમાં 58.05 ટકા મતદાન સાથે વલસાડ ગુજરાતમાં અવ્વલ, સરેરાશ 47.03 ટકા વોટિંગ

logo

કળશ ગામના લોકો તાપથી બચવા માથા પર ગાદલા રાખી મત આપવા લાઈનમાં ગોઠવાયા

logo

ભરૂચના કેસર ગામના લોકોએ મતદાનનો બહિષ્કાર કર્યો, અત્યાર સુધી એકપણ મત નથી પડ્યો

logo

મતદારો માટે ઇન્દ્ર દેવના અમી છાંટણા, યાત્રાધામ અંબાજીમાં અચાનક વાતાવરણમાં આવ્યો પલટો

logo

પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિનભાઇ પટેલે કર્યું મતદાન

VTV / બિઝનેસ / Mukesh Ambani's suggestive statement on action against Corona, said "now this task is difficult for India"

કોવિડ 19 / કોરોના સામેની કામગીરીને લઈને મુકેશ અંબાણીનું સૂચક નિવેદન, કહ્યું "હવે ઢીલ ન કરી શકાય"

Nirav

Last Updated: 05:48 PM, 21 November 2020

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના ચેરમેન અને મેનેજિંગ ડિરેક્ટર CMD મુકેશ અંબાણી એ કહ્યું હતું કે ભારત કોરોના વાયરસ સામેની લડતમાં એક મહત્વપૂર્ણ પડાવ પર પહોંચી ચૂક્યું છે. તેમણે કહ્યું કે "આવા પ્રસંગે પહોંચ્યા બાદ હવે ઢીલ થઈ શકે નહીં. તેમણે કહ્યું કે સરકારે લીધેલા હિંમતભર્યા નિર્ણયોથી આગામી વર્ષોમાં ભારત ઝડપી આર્થિક પુનરુત્થાનના રસ્તે હશે અને ઝડપી પ્રગતિ થશે."

  • કોરોના સ્થિતિને લઈને મુકેશ અંબાણીનું મોટું નિવેદન 
  • "ભારત હવે આ લડાઈના મહત્વપૂર્ણ તબક્કે પહોંચી ગયું": મુકેશ અંબાણી 
  • "હવે ઢીલ આપવી યોગ્ય નહીં ગણાય": રિલાયન્સ ચેરમેન 

મુકેશ અંબાણી ની આ ટિપ્પણી એવા સમયે આવી છે જ્યારે દેશના કેટલાક ભાગોમાં કોવિડ -19 કેસ ફરીથી વધવા માંડ્યા છે. જેના લીધે ઘણી જગ્યાએ સરકારી તંત્ર એ અમુક પ્રતિબંધો લડવાની ફરજ પડી છે. ઉદાહરણ તરીકે, અમદાવાદમાં, વહીવટીતંત્રએ રાત્રિ કર્ફ્યુ લાગુ કર્યો છે, અને આ સિવાય જ્યારે દિલ્હી જેવા અમુક શહેરોમાં ટ્રાફિક પર કેટલાક નિયંત્રણો લાદવામાં આવ્યા છે.

મુકેશ અંબાણી PDPU ના દીક્ષાંત સમારોહને સંબોધી રહ્યા હતા 

મુકેશ અંબાણી એ પંડિત દીનદયાલ પેટ્રોલિયમ યુનિવર્સિટીના આઠમા દિક્ષાંત સમારોહ ને સંબોધતા કહ્યું હતું કે, 'કોવિડ -19 રોગચાળા સામેની લડતમાં ભારત એ એક મહત્વપૂર્ણ તબક્કે પ્રવેશ કર્યો છે. આ સમયે આપણે ઢીલા થવું પોસાઇ શકતા નથી. ' મુકેશ અંબાણી આ સંસ્થાના પ્રમુખ પણ છે. 

તેમણે કહ્યું કે "ભારતની પ્રાચીન ભૂમિ છે અને તેણે ઇતિહાસમાં પણ ઘણી પ્રતિકૂળ પરિસ્થિતિઓનો સામનો કરવો પડ્યો છે. ભારત પહેલા કરતા વધુ મજબૂત બન્યું છે, કારણ કે આ સ્થિતિસ્થાપકતા લોકોમાં અને સંસ્કૃતિમાં ઊંડે સુધી મૂળિયામાં છે."

"ભારત ટોચની ત્રણ અર્થવ્યવસ્થાઓમા સામેલ થશે": મુકેશ અંબાણી 

મુકેશ અંબાણી એ વર્ચુઅલ રીતે સમારોહને સંબોધન કરતાં કહ્યું કે "તેઓ કોવિડ -19 પછીના યુગમાં અદભૂત વિકાસ જોઇ રહ્યા છે. તેમણે સ્નાતક વિદ્યાર્થીઓને ગભરાટ છોડીને અને આશા અને આત્મવિશ્વાસ સાથે કેમ્પસની બહાર દુનિયામાં પ્રવેશ કરવા જણાવ્યું. મુકેશ અંબાણી એ કહ્યું કે આર્થિક વિકાસના આગામી બે દાયકામાં અભૂતપૂર્વ તકોનું સર્જન થશે અને ભારત વિશ્વની ટોચની ત્રણ અર્થવ્યવસ્થાઓમાં શામેલ થશે."

દેશના સૌથી ધનિક ઉદ્યોગપતિએ કહ્યું કે વિશ્વ સમક્ષ પડકાર એ છે કે શું આપણે પર્યાવરણને નુકસાન પહોંચાડ્યા વિના આપણા અર્થતંત્રને આગળ વધારવા માટે ઉર્જા ઉત્પન્ન કરી શકીએ કે કેમ ? અત્યારે, વિશ્વને જેટલી જરૂર પડશે તેના કરતા બમણી ઉર્જાની જરૂર પડશે. ભારતની માથાદીઠ ઉર્જા જરૂરિયાતો આવતા બે દાયકામાં બમણી થઈ જશે."

"ભારતે ક્લીન અને ગ્રીન એનર્જીની મહાસત્તા બનવું પડશે": રિલાયન્સ ચેરમેન 

આ સાથે જ મુકેશ અંબાણી એ કહ્યું કે "ભારતે આર્થિક મહાસત્તા બનવાની સાથે સાથે સ્વચ્છ અને ગ્રીન ઉર્જાની મહાસત્તા બનવાનું  લક્ષ્ય હાંસલ પણ કરવાની જરૂર છે" નોંધનીય છે કે હાલમાં ભારતનું અર્થતંત્ર કોરોના મહામારીમાંથી પસાર થઈ રહ્યું છે, લોકડાઉનના લીધે ભારતનું GDP ઘણું ઘટી જવા પામ્યું હોય તેવા અહેવાલો પ્રસિદ્ધ થયા હતા, જો કે તાજેતરના અમુક પ્રસિદ્ધ ગ્લોબલ રેટિંગ એજન્સીઓના અહેવાલોમાં ભારત વર્ષ 2021 - 22 ના અંતમાં કોરોના પહેલાના સ્તરને પ્રાપ્ત કરી લેશે" 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ