બ્રેકિંગ ન્યુઝ

logo
logo

મહાદેવ બેટિંગ એપ કેસ: અભિનેતા સાહિલ ખાનની મુંબઈ પોલીસની SIT દ્વારા ધરપકડ

logo

લોકસભા ચૂંટણી 2024: PM નરેન્દ્ર મોદીનો આજે ઝંઝાવાતી ચૂંટણી પ્રચાર, કર્ણાટકમાં 4 રેલીને કરશે સંબોધન

logo

લોકસભા ચૂંટણી 2024: પૂર્વ PAAS કન્વીનર અલ્પેશ કથીરિયા અને ધાર્મિક માલવિયા CR પાટીલની હાજરીમાં ભાજપમાં જોડાયા

logo

લોકસભા ચૂંટણી 2024 / 'કોંગ્રેસ અને આપ પાર્ટીના લોકો જુઠ્ઠાણાં ચલાવે છે' અમિત શાહે વિપક્ષને આડે હાથ લીધું

logo

લોકસભા ચૂંટણી: કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહની ગોધરામાં વિજય સંકલ્પ સભા, જનસભામાં મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા

logo

લોકસભા ચૂંટણી 2024: મુંબઈ નોર્થ સેન્ટ્રલથી પૂનમ મહાજનનું પત્તુ કપાયું, આતંકી કસાબને ફાંસી અપાવનારા ઉજ્જવલ નિકમને ભાજપે ટિકિટ આપી

VTV / બિઝનેસ / mukesh ambani recevied death threats via email

ધમકી / મુકેશ અંબાણીને ફરી મળી જાનથી મારી નાખવાની ધમકી, ઈ-મેઈલ મોકલી કરી 20 કરોડ રૂપિયાની માંગ

Arohi

Last Updated: 03:33 PM, 28 October 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Mukesh Ambani Recevied Death Threats: મુકેશ અંબાણીના ઓફિશ્યલ મેલ પર 27 ઓક્ટોબરે સાંજે ધમકી ભરેલો મેલ આવ્યો છે. જેમાં 20 કરોડ રૂપિયાની માંગણી કરવામાં આવી છે.

  • મુકેશ અંબાણીને મળી ધમકી 
  • ઈ-મેઈલ પર મળી જાનથી મારવાની ધમકી
  • કરી 20 કરોડ રૂપિયાની માંગ 

બિઝનેસમેન મુકેશ અંબાણીને ફી જાનથી મારવાની ધમકી મળી છે. અજાણ્યા શખ્સે એક ઈ-મેઈલ કરીને 20 કરોડ રૂપિયાની માંગ કરી છે અને કહ્યું છે કે દેશના બેસ્ટ શૂટર્સ પાસે તેમને મરાવી દેશે. સૂત્રોના જણાવ્યા અનુસાર અંબાણીને આ ધમકી 27 ઓક્ટોબરે સાંજે મળી હતી. 

મળ્યો ધમકી ભર્યો મેઈલ
ઈ-મેઈલમાં લખ્યું હતું, 'IF you don’t give us 20 crore rupees, we will kill you, we have the best shooters in india'. આ ઈમેલના મળ્યા બાદ મુકેશ અંબાણીના સિક્યોરિટી ઈન્ચાર્જની ફરિયાદના આધાર પર ગામદેવી પોલીસે અજાણ્યા શખ્સ સામે IPC કલમ 387 અને 506(2) હેઠળ FIR નોંધીને તપાસ શરૂ કરી છે. 

આ પહેલા પણ અંબાણી અને તેમના પરિવારને ઘણી વખત જાનથી મારી નાખવાની ધમકીઓ મળી ચુકી છે. તેના કારણે ગયા વર્ષે 29 સપ્ટેમ્બરે કેન્દ્રીય ગૃહ મંત્રાલયે તેમની સિક્યોરિટી Z કેટેગરીથી વધારેની Z+ કરી દીધી હતી. સિક્યોરિટી પર આવતા ખર્ચની ચુકવણી મુકેશ અંબાણી કરે છે. આ ખર્ચ 40થી 45 લાખ રૂપિયા મહિનાનો હોય છે.

 

ફેબ્રુઆરી 2021માં એન્ટીલિયા પાસે વિસ્ફોટક ભરેલી કાર મળી હતી
ફેબ્રુઆરી 2021માં એન્ટીલિયાની બહારથી વિસ્ફોટકથી ભરેલી એક SUV કાર મળી આવી હતી. સાથે જ એક પત્ર પણ હતો. પત્રમાં મુકેશ અંબાણી અને તેમના પત્ની નીતા અંબાણીને ધમકી આપવામાં આવી હતી. આ કેસમાં મુંબઈ પોલીસના એન્કાઉન્ટર સ્પેશિયાલિસ્ટ સચિન વાઝેનું નામ સામે આવ્યું હતું. હાલ NIA આ કેસની તપાસ કરી રહી છે. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ