બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / બિઝનેસ / ભારત / Mukesh Ambani bought a stake in this company, Reliance's influence in the entertainment sector will increase

બિઝનેસ / મુકેશ અંબાણીએ આ કંપનીમાં ખરીદ્યો હિસ્સો, મનોરંજન ક્ષેત્રે રિલાયન્સનો વધશે દબદબો

Vishal Khamar

Last Updated: 05:48 PM, 25 December 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ દ્વારા કરાયેલ આ ડીલ જાન્યુઆરી 2024 નાં અંત સુધી ફાઈનલ થવાની શક્યતા છે. એક રિપોર્ટ અનુસાર આ ડીલ બાદ કમાન રિલાયન્સનાં મુકેશ અંબાણીનાં હાથમાં હશે અને જે બાદ ઓછામાં ઓછી 51 ટકા સાથે સૌથી મોટી ભાગીદારી હશે.

  • રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ દ્વારા કરાઈ મોટી ડીલ
  • જાન્યુઆરી 2024 સુધી આ ડીલ ફાઈનલ થવાની શક્યતા
  • આ કંપનીમાં રિલાયન્સની ઓછામાં ઓછી 51 ટકા ભાગીદારી હશે

એશિયાનાં સૌથી મોટી પૈસાદાર વ્યક્તિ અને દેશની સૌથી મોંઘી કંપનીનાં માલિક મુકેશ અંબાણીએ એક મોટો સોદો કર્યો છે.  જે બાદ મનોરંજન અને મીડિયા માર્કેટ પર તેનો દબદબો વધી જશે. મુકેશ અંબાણીનાં નેતૃત્વ હેઠળની રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝે ગયા અઠવાડિયે લંડનમાં વોલ્ટ ડિઝની કંપની સાથે ગેર-બંધનકર્તા ટર્મ શીટ પર હસ્તાક્ષર કર્યા હોવાના અહેવાલ છે.

ફેબ્રુઆરી મહિનામાં થઈ શકે છે મર્જર
ખૂબ લાંબા સમયથી આ ડીલને લઈ ભારે ચર્ચાઓ શરૂ થવા પામી છે. કહેવામાં આવી રહ્યું છે કે, રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ લિમિટેડ હવે એક મોટી ચાલ કરવાની તૈયારી કરી રહી છે. મુકેશ અંબાણીની કંપની ભારતીય મીડિયા અને મનોરંજન માર્કેટ પર તેની પકડ મજબૂત કરવા માટે અમેરિકાની કંપની વોલ્ટ ડિઝની કોર્પોરેશ સાથે વાતચીત કરી રહી છે. એક રિપોર્ટમાં જણાવ્યું હતું કે, મુકેશ અંબાણીની કંપની લંડનમાં આ મોટી ડીલ કરી છે. જેમાં કહેવામાં આવ્યું છે કે 51:49 સ્ટોક તેમજ કેશ મર્જરને ફેબ્રુઆરી 2024 સુધી અંતિમ રૂપ આપી દેવીની શક્યતા છે.

અંબાણીનાં હાથમાં હશે કમાન
રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝની આ ડીલ જાન્યુઆરી 2024 નાં અંત સુધી ફાઈલ થવાની શક્યા છે. રિપોર્ટમાં જાણકારી આપવામાં આવી હતી. આ ડીલ બાદ તમામ દેખરેખ મુકેશ અંબાણની રિલાયન્સ કે હાથમાં હશે. જે બાદ રિલાયન્સ પાસે ઓછામાં ઓછી 51 ટકા ભાગીદારી હશે. ત્યાં જ વોલ્ટ ડિઝની પાસે મર્જર વાળી કંપનીમાં 49 ટકા ભાગીદારી હશે.  આ ડીલને ગયા અઠવાડિયે જ ફાઈનલ કરવામાં આવી છે. જેમાં કહેવામાં આવ્યું છે કે JioCinema પણ આ ડીલનો એક ભાગ હશે.

આ દિગ્ગજ પણ ડીલ દરમ્યાન હાજર રહ્યા હતા
લંડનમાં થયેલ ડીલ દરમ્યાન Walt Diseny નાં પૂર્વ સીઈઓ અને હાલ સલાહકાર તરીકે કામગીરી સંભાળતા કેવિન મેયર અને મુકેશ અંબાણીનાં નજીકનાં ગણાતા મનોજ મોદી પણ હાજર રહ્યા હતા. એક રિપોર્ટ મુજબ  રિલાયન્સની સહયોગી કંપની Viacom18  કે સ્ટેપ ડાઉન સબ્સિડિયરી કાપ્લાન બનાવે છે. આ મશીન સ્વૈપ મારફતે સ્ટાર ઈન્ડિયાને  મર્જર કરવામાં આવશે. 

સંકળાયેલા મુદ્દાઓ

Big Deal Mukesh Ambani Reliance Industries Walt Disney Corporation મુકેશ અંબાણી મોટી ડીલ રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ વોલ્ટ ડિઝની કોર્પોરેશન business
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ