બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

logo

રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો

logo

લોકસભા ચૂંટણી 2024: રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનનથી રાજકારણ ગરમાયું, CR પાટીલના આક્ષેપ પર શક્તિસિંહ ગોહિલનો પલટવાર

VTV / સ્પોર્ટસ / Cricket / ms dhoni ipl 2023 final csk vs gt narendra modi stadium video

IPL 2023 / CSK vs GT : ભારે વરસાદ વચ્ચે MS ધોનીના નામથી સ્ટેડિયમમાં થયું અજુકતું, પ્રેક્ષકોનો જોશ હાઇ, જુઓ વીડિયો

Bijal Vyas

Last Updated: 11:34 PM, 28 May 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

એમએસ ધોની ફાઈનલ માટે નરેન્દ્ર મોદી સ્ટેડિયમ પહોંચ્યો ત્યારે વરસાદના કારણે મેચ સમયસર શરૂ થઈ શકી ન હતી, પરંતુ વરસાદના જોરદાર અવાજ વચ્ચે પણ માહીનું નામ ગુંજ્યુ.

  • વરસાદની વચ્ચે પણ સ્ટેડિયમમાં ફેન્સે કર્યુ ધોનીનું ભવ્ય સ્વાગત 
  • આજે હતી ચેન્નાઈ સુપર કિંગ્સ અને ગુજરાત ટાઇટન્સની ટીમ ટાઇટલ વચ્ચે ફાઇનલ મેચ
  • વરસાદ બંધ થયો અને ત્યાર બાદ મેદાન તૈયાર થઈ રહ્યું હતું કે 15 મિનિટ બાદ ફરી વરસાદ શરૂ થયો

IPL 2023 final CSK vs GT:આઇપીએલ 2023 ની ટાઈટલ મેચને લઈને ચાહકોનો ઉત્સાહ વધારે હતો. અમદાવાદના ખરાબ હવામાને તેને ઘટાડવાનો પૂરો પ્રયત્ન કર્યો હતો. વરસાદ શરૂ થયા બાદ ફેન્સ પોતાની સીટ પરથી ઉભા થવા લાગ્યા, પછી અચાનક જ આખા સ્ટેડિયમનો ઉત્સાહ વધી ગયો અને તેનું કારણ એમએસ ધોની બન્યો. આખું સ્ટેડિયમ એમએસ ધોનીના નામથી ગુંજી ઉઠ્યું હતું. ચેન્નાઈ સુપર કિંગ્સ અને ગુજરાત ટાઇટન્સની ટીમ ટાઇટલ મેચ માટે સ્ટેડિયમ પહોંચી ત્યારે ધોનીનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું.

MS ધોનીના આ માસ્ટરસ્ટ્રોકના કારણે ઊંધું પડી ગયું ગુજરાતનું ગણિત, સૌથી  જોરદાર ખેલાડીએ ગુમાવી વિકેટ ms dhoni master stroke when deepak chahar takes  wicket of shubman gill

બંને કેપ્ટન ટોસની તૈયારી કરી રહ્યા હતા, ત્યારબાદ ટોસના થોડા સમય પહેલા એટલે કે સાંજે 6.15 વાગ્યાની આસપાસ અમદાવાદમાં ભારે વરસાદ શરૂ થયો હતો. જેના કારણે 9.15 સુધી ટોસ થઈ શક્યો ન હતો. અમદાવાદમાં 9 વાગ્યાની આસપાસ વરસાદ બંધ થયો અને ત્યાર બાદ મેદાન તૈયાર થઈ રહ્યું હતું કે 15 મિનિટ બાદ ફરી વરસાદ શરૂ થયો.

ધોની vs પંડ્યાની જામશે ટક્કર
ચેન્નાઈએ ક્વોલિફાયર 1માં પોઈન્ટ ટેબલમાં ટોપર રહેલા ગુજરાતને હરાવી ફાઇનલમાં પ્રવેશ કર્યો હતો. આ પછી ગુજરાતને ફાઈનલ માટે વધુ એક તક મળી અને ક્વોલિફાયર 2માં ગુજરાતે એલિમિનેટર મુંબઈ ઈન્ડિયન્સના વિજેતાને હરાવીને ફાઇનલમાં પ્રવેશ કર્યો. આવી સ્થિતિમાં, ફાઈનલ વધુ રસપ્રદ બની ગઈ કારણ કે ધોની હાર્દિક પંડ્યાને ફરીથી હરાવી શકશે કે પછી પંડ્યા તેની છેલ્લીની હારની બરાબરી કરી શકશે.

રવિવારે બંન્ને વચ્ચેની ટક્કર જોવા દરેક લોકો આતુર હતા, પરંતુ ભારે વરસાદે ટૉસ સમયસર થવા દીધો ન હતો. ખરાબ હવામાનમાં કવર પણ ઉડી ગયા હતા. ચાહકોએ ઉત્સાહ જાળવી રાખવા માટે ધોનીના નામે નારા લગાવવાનું શરૂ કર્યું. ધોનીના નામથી વરસાદનો જોરદાર અવાજ પણ દબાઈ ગયો. જો વરસાદના કારણે રવિવારે મેચ ન થઈ શકે તો 29 મે રિઝર્વ ડે છે. આવી સ્થિતિમાં બંને ટીમો રિઝર્વ ડે પર ચેમ્પિયન બનવા માટે ટકરાશે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ