બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગાંધીનગર

logo

લોકસભા ચુંટણીનું ત્રીજા તબક્કા નું મતદાન, છેલ્લી ઘડીએ કરવા મતદારોમાં ઉત્સાહ

logo

અમરેલી ન્યૂઝ: ચૂંટણી ફરજ દરમ્યાન મહિલા કર્મચારીનું થયું મોત, જાફરાબાદની પ્રાથમિક શાળાની શિક્ષિકા મતદાન મથક ફરજ દરમ્યાન ઢળી પડ્યા, કૌશિકબેન બાબરીયાનું હાર્ટ એટેકથી મૃત્યુ થયાનું પ્રાથમિક અનુમાન

logo

કોંગ્રેસના ઉમેદવાર ગેનીબેન ઠાકોરનો મતદારોને ધમકાવી ભાજપ તરફી વોટીંગ કરાવવાનો આક્ષેપ

logo

11 રાજ્યોની 93 બેઠકો પર 3 વાગ્યા સુધીમાં 50.71 ટકા મતદાન

logo

બનાસકાંઠાને ટક્કર આપી 3 વાગ્યા સુધીમાં 58.05 ટકા મતદાન સાથે વલસાડ ગુજરાતમાં અવ્વલ, સરેરાશ 47.03 ટકા વોટિંગ

logo

કળશ ગામના લોકો તાપથી બચવા માથા પર ગાદલા રાખી મત આપવા લાઈનમાં ગોઠવાયા

logo

ભરૂચના કેસર ગામના લોકોએ મતદાનનો બહિષ્કાર કર્યો, અત્યાર સુધી એકપણ મત નથી પડ્યો

logo

મતદારો માટે ઇન્દ્ર દેવના અમી છાંટણા, યાત્રાધામ અંબાજીમાં અચાનક વાતાવરણમાં આવ્યો પલટો

logo

પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિનભાઇ પટેલે કર્યું મતદાન

VTV / MP Nitin gadkari launch india first cng tractor 12 february

ફાયદો / સરકાર આવતીકાલે ખેડૂતો માટે દેશનું પહેલું એવુ ટ્રેક્ટર લોન્ચ કરશે કે દર વર્ષે 1 લાખની થશે બચત!

Hiren

Last Updated: 09:36 PM, 11 February 2021

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

પેટ્રોલ-ડીઝલના સતત વધતા ભાવો સામે ખેડૂતોને એક રાહત મળવા જઇ રહી છે. કારણ કે હવે સરકાર ખેડૂતો માટે CNGથી ચાલતુ ટ્રેક્ટર લોન્ચ કરશે.

  • સરકાર ખેડૂતો માટે CNGથી ચાલતુ ટ્રેક્ટર લોન્ચ કરશે
  • ડીઝલ એન્જિનવાળા ટ્રેક્ટર કરતા આ ટ્રેક્ટર વધુ શક્તિશાળી હશે
  • સીએનજી ટ્રેક્ટરથી ખેડૂતોને દર વર્ષે ઇંધણમાં 1 લાખ રૂપિયા સુધીની બચત થશે

કેન્દ્રીય મંત્રી નિતિન ગડકરી આવતીકાલ સાંજે (12 ફેબ્રુઆરી)એ 5 વાગ્યે દેશનું પહેલું CNG ફિટેડ ટ્રેક્ટર લોન્ચ કરશે. આ દરમિયાન પેટ્રોલિયમ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાન, કૃષિ મંત્રી નરેન્દ્ર સિંહ તોમર, વીકે સિંહ અને પુરૂષોત્તમ રૂપાલા પણ હાજર રહેશે. તમને જણાવી દઇએ કે, CNGથી ચાલતા આ ટ્રેક્ટરથી ખેડૂતોને કેવા ફાયદા મળશે.

ટ્રેક્ટરથી CNG કન્વર્ઝનથી આ ફાયદા

રાવમેટ ટોક્નો સૉલ્યૂશન્સ અને ટોમેસેટો એચીલે ઇન્ડિયા દ્વારા ટ્રેક્ટરનું સીએનજી કન્વર્ઝન કરવાથી ખેડૂતોને ઘણો ફાયદો મળશે. આનાથી ખેડૂતોની આવક વધવામાં પણ મદદ મળી શકશે. સીએનજી એન્જીનવાળા ટ્રેક્ટરની લાઇફ ડીઝલ એન્જિન ટ્રેક્ટરોથી વધુ હશે અને આનુ માઇલેજ પણ વધારે હશે. એમ પણ કહેવામાં આવી રહ્યું છે કે સીએનજી ટ્રેક્ટરથી ખેડૂતોને દર વર્ષે ઇંધણમાં 1 લાખ રૂપિયા સુધીની બચત થશે. એટલું જ નહીં પેટ્રોલ-ડીઝલના ભાવ દિવસેને દિવસે ઉપર-નીચે થાય છે જ્યારે તુલનાત્મક રીતે સીએનજીના ભાવોમાં વધ ઘટ ઓછી હોય છે.

  • પ્રદુષણ ઓછું થશેઃ પ્રદૂષણ કંટ્રોલ કરવામાં સીએનજી ફાયદાકારક હોય છે. સીએનજી ટ્રેક્ટરથી કાર્બન ઉત્સર્જન ઓછું થાય છે. સીએનજી ટ્રેક્ટરથી કાર્બન ઉત્સર્જન ઓછું થશે. ડીઝલ એન્જિનની તુલનામાં સીએનજી એન્જિન 70 ટકા ઓછું ઉત્સર્જન કરે છે.
     
  • ખેડૂતોની આવક વધશેઃ અન્ય કોઇ પણ એન્જિનના મુકાબલે સીએનજી સસ્તુ પડે છે. તેવામાં સીએનજી ટ્રેક્ટરોથી ખેડૂતોની આવક વધવામાં મદદ મળશે.
     
  • સુરક્ષિત છેઃ સીએનજી ટેન્ક ટાઇલ સીલ હોય છે એટલા માટે રિફ્યૂલિંગના સમયે વિસ્ફોટ કે આગ લાગવાની શક્યતાઓ ઓછી રહે છે.
     
  • વધુ એન્જિન લાઇફ મળશેઃ આને નવી ટેક્નિકથી કન્વર્ટ કરવામાં આવ્યું છે. એટલા માટે સીએનજી એન્જિનની લાઇફ પારંપરિક ટ્રેક્ટરોથી વધુ હોય છે. સીએનજી ફિટેડ ટ્રેક્ટર્સમાં લેડની માત્રા નથી હોતી. જેને લઇને એન્જિન લાંબા સમય સુધી કામ કરશે.
     
  • વધુ માઇલેજ મળશેઃ ડીઝલ એન્જિનની તુલનામાં સીએનજી ટ્રેક્ટરોમાં માઇલેજ પણ વધુ હોય છે. એટલા માટે આના ઉપયોગથી ઇંધણ પર ખેડૂતોને થનારો ખર્ચ ઓછો થશે.
     
  • મેન્ટેનન્સ ખર્ચ પણ ઓછોઃ આનું મેન્ટેનન્સ ખર્ચ પણ ઇંધણ વાળા ટ્રેક્ટરની સરખામણીએ ઓછો આવશે. આનાથી પૈસાની બચત થશે.

 

CNG ટ્રેક્ટરથી થશે આ ફાયદો

રિપોર્ટનું માનીએ તો ડીઝલથી ચાલનારા એન્જિનની તુલનામાં રેટ્રોફિટેડ ટ્રેક્ટર તેનાથી વધુ તાકાતવાળા હોય છે. જેમાં ડીઝલની તુલનામાં કુલ કાર્બન ઉત્સર્જનમાં 70 ટકા ઘટ આવે છે. આ ખેડૂતોને ઇંધણના ખર્ચ પર 50 ટકા સુધીની બચત કરાવવામાં મદદ કરશે. જણાવી દઇએ કે, આ સમયે ડીઝલના ભાવ 78 રૂપિયા પ્રતિ લીટર છે. સીએનજી માત્ર 42 રૂપિયા પ્રતિ કિલોગ્રામ છે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ