બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

logo

રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો

logo

લોકસભા ચૂંટણી 2024: રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનનથી રાજકારણ ગરમાયું, CR પાટીલના આક્ષેપ પર શક્તિસિંહ ગોહિલનો પલટવાર

VTV / mother in law and daughter in law quarrel inside home does not disturb neighborus peace says delhi court

ઘરેલુ / સાસુ-વહૂનો ઝગડો તો રોજનો, તેનાથી કંઈ પડોશની શાંતિ ભંગ ન થઈ શકે- કોર્ટનો ચુકાદો

Hiralal

Last Updated: 10:25 PM, 16 January 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

દિલ્હીની તીસ હજારી કોર્ટ સાસુ અને વહૂના ઝગડાને શાંતિભંગની ઘટના તરીકે માનવાનો ઈન્કાર કરી દીધો છે.

  • દિલ્હીની તીસ હજારી કોર્ટનો ચુકાદો
  • સાસુ-વહૂના ઝગડાને શાંતિભંગની ઘટના ગણવાનો કર્યો ઈન્કાર
  • વહૂ સાથે ઝગડો થતા સાસુએ કરી હતી પોલીસ ફરિયાદ
  • પોલીસે શાંતિભંગની ફરિયાદ દાખલ કરીને આરોપીને દંડ ભરવાનું જણાવ્યું
  • વહૂની અપીલ પર કોર્ટે આપ્યો ચુકાદો 

સાસુ અને વહૂ વચ્ચેનો ઝગડો સામાન્ય છે અને કોઈ એવું ઘર ખાલી નહીં હોય કે જ્યાં સાસુ-વહૂ વચ્ચે ઝગડા ન થતા હોય. સાસુ વહૂના ઝગડા પર દિલ્હીની એક કોર્ટે મોટો ચુકાદો આપ્યો છે.  એક મહત્વના ચુકાદામાં કોર્ટે કહ્યું છે કે, ઘરની અંદર સાસુ-વહુનો વિવાદ થવો સામાન્ય વાત છે. આ પડોશીઓ અને બહારના લોકો માટે શાંતિના ભંગ માટેનું કોઈ કારણ ન બની શકે. દિલ્હીની તીસ હજારી કોર્ટના એડિશનલ સેશન્સ જજ મનીષ ખુરાનાની કોર્ટે આ કેસમાં સ્પેશિયલ એક્ઝિક્યુટિવ મેજિસ્ટ્રેટ (એસઇએમ) દ્વારા પુત્રવધૂ વિરુદ્ધ જારી કરવામાં આવેલી સીઆરપીસીની કલમ 107/111 રદ કરવાનો આદેશ આપ્યો હતો.

દર વખતે વહુ ખોટી હોય એવું ન બને 
કોર્ટે કહ્યું કે જરૂરી નથી કે દર વખતે વહુ ખોટી હોય, તેની વાતો પણ સાચી હોય છે. આ કેસમાં પોલીસે સમજદારીથી કામ લેવું જોઈતું હતું. ઘરેલું ઝઘડાઓને શાંતિને ખલેલ પહોંચાડવા માટેનો આધાર ન બનાવવો જોઈએ.  કોર્ટે એમ પણ કહ્યું કે, આ મામલે વહુનો પક્ષ સાંભળવામાં નથી આવ્યો. તેમણે પુત્રવધૂને સીધી દોષી ઠેરવી દીધી છે. 

શું હતો મામલો 
અરજદાર વહૂએ કોર્ટને જણાવ્યું હતું કે, તેની સાસુ સાથે 20 ડિસેમ્બર, 2018ના રોજ ઝઘડો થયો હતો. સાસુએ પોલીસને બોલાવી. પોલીસે પુત્રવધૂ સામે શાંતિ ભંગ બદલ ગુનો નોંધ્યો છે. મહિલાને સ્પેશિયલ એક્ઝિક્યુટિવ મેજિસ્ટ્રેટ (એસઈએમ) સમક્ષ હાજર થવાનું કહેવામાં આવ્યું હતું. આ કેસમાં એસઈએમે પુત્રવધૂને દોષિત ઠેરવી હતી અને છ મહિના માટે બોન્ડ રજૂ કરવાનો આદેશ આપ્યો હતો. પુત્રવધૂએ એસઈએમના આદેશને સેશન્સ કોર્ટમાં પડકાર્યો હતો. સેશન્સ કોર્ટે આ કેસને શાંતિ ભંગના કેસ તરીકે સ્વીકારવાનો ઇનકાર કર્યો છે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ