બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

logo

રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો

logo

લોકસભા ચૂંટણી 2024: રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનનથી રાજકારણ ગરમાયું, CR પાટીલના આક્ષેપ પર શક્તિસિંહ ગોહિલનો પલટવાર

VTV / ધર્મ / most famous lord krishna temple in india to visit on krishna janmashtami 2023

જન્માષ્ટમી 2023 / શું ભગવાન શ્રી કૃષ્ણના આ 5 સુપ્રસિદ્ધ મંદિર વિશે જાણો છો? જ્યાં ભાગ્યશાળી લોકોને જ મળે છે દર્શન કરવાની તક

Manisha Jogi

Last Updated: 09:15 AM, 6 September 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ભારતમાં ભગવાન શ્રીકૃષ્ણના અનેક મંદિર પ્રસિદ્ધ છે અને તમામ મંદિરનું અલગ મહત્ત્વ તથા વિશેષતા છે. આ મંદિરો વિશે અહીંયા વિગતવાર જાણકારી આપવામાં આવી છે.

  • ભગવાન શ્રીકૃષ્ણના અનેક મંદિર પ્રસિદ્ધ છે 
  • તમામ મંદિરનું અલગ મહત્ત્વ તથા વિશેષતા છે
  • જાણો કૃષ્ણ મંદિરનું મહત્ત્વ અને તેની વિશેષતા

દર વર્ષે શ્રાવણ માસની કૃષ્ણપક્ષની આઠમે જન્માષ્ટમી ઊજવવામાં આવે છે. હિંદુ માન્યતા અનુસાર ભગવાન શ્રીકૃષ્ણ સાથે જોડાયેલ તીર્થસ્થાન પર જઈને દર્શન કરવાને અને પૂજન કરવાનું વિશેષ મહત્ત્વ છે. ભારતમાં ભગવાન શ્રીકૃષ્ણના અનેક મંદિર પ્રસિદ્ધ છે અને તમામ મંદિરનું અલગ મહત્ત્વ તથા વિશેષતા છે. આ મંદિરો વિશે અહીંયા વિગતવાર જાણકારી આપવામાં આવી છે. 

દ્વારકાધીશ મંદિર, મથુરા
આ મંદિરમાં ભગવાન શ્રીકૃષ્ણની કાળા રંગની પ્રતિમા છે અને તે પ્રતિમાની પૂજા કરવામાં આવે છે. આ મંદિર યમુના નદીના તટ પર જેલમાં આવેલ છે, જ્યાં શ્રીકૃષ્ણનો જન્મ થયો હતો. માનવામાં આવે છે કે, આ મંદિરની કોઠરીમાં ભગવાન શ્રીકૃષ્ણનું પ્રાગટ્ય થયો હતો. આ મંદિરને દ્વારકાધીશ મંદિર પણ કહેવામાં આવે છે. લાખોની સંખ્યામાં ભક્તો આ દિવ્ય મંદિર જોવા માટે આવે છે. આ મંદિરના દર્શન કરીને તમને શાંતિનો અનુભવ થશે. 

બાંકે બિહારી મંદિર, વૃંદાવન
ભગવાન શ્રીકૃષ્ણનો જન્મ મથુરામાં થયો હતો, પરંતુ તેમનું બાળપણ વૃંદાવનમાં પસાર થયું હતું. ભગવાન શ્રીકૃષ્ણને બાંકે બિહારી પણ કહેવામાં આવે છે. આ કારણોસર આ મંદિરનું નામ તેમના નામ પર બાંકે બિહારી રાખવામાં આવ્યું હતું. ભગવાન શ્રીકૃષ્ણએ વૃંદાવનમાં તેમની રાસલીલા અને શરારત કરી હતી. વૃંદાવનમાં ઈસ્કોન મંદિર, પ્રેમ મંદિર અને બાંકે બિહારી મંદિર છે. જન્માષ્ટમીના દિવસે આ મંદિરોમાં ભક્તોની ભારે ભીડ હોય છે. 

દ્વારકાધીશ મંદિર, ગુજરાત
ગુજરાતમાં ભગવાન શ્રીકૃષ્ણનું આ મંદિર ખૂબ જ પ્રસિદ્ધ છે. આ મંદિરને જગત મંદિર પણ કહેવામાં આવે છે. ચાર ધામ સ્થળમાં ગુજરાતના દ્વારકાધીશ મંદિરને સ્થાન આપવામાં આવ્યું છે. આ મંદિર ખૂબ જ પવિત્ર માનવામાં આવે છે. આ મંદિર ગોમતી ક્રીક પર આવેલ છે અને 43 મીટરની ઉંચાઈ પર બનાવવામાં આવે છે. જો તમે હજુ સુધી આ મંદિર જોયું નથી તો તમારી ગુજરાતની ધાર્મિક યાત્રા અધૂરી માનવામાં આવશે. જન્માષ્ટમીના દિવસે આ મંદિરમાં માહોલ જોવાલાયક હોય છે. 

ઉડુપી શ્રીકૃષ્ઠ મઠ મંદિર, કર્ણાટક
13મી સદીમાં વૈષ્ણવ સંત માધવાચાર્યએ આ મંદિરની સ્થાપના કરી હતી. આ મંદિર ખૂબ જ પ્રસિદ્ધ છે. ભક્તો આ મંદિરની બારીમાંથી નવ છિદ્રમાંથી ભગવાન શ્રીકૃષ્ણના દર્શન કરે છે. આ બારીને ચમત્કારી બારી કહેવામાં આવે છે. દર વર્ષે અનેક ભક્તો ભગવાન શ્રીકૃષ્ણના દર્શન કરવા માટે આવે છે. આ મંદિરને ફૂલ અને લાઈટ્સથી ડેકોરેટ કરવામાં આવે છે. ભક્તોએ દર્શન કરવા માટે 3-4 કલાક સુધી રાહ જોવી પડે છે. 

જગન્નાથ પુરી, ઓડિશા
ઓડિશાના પુરીમાં જગન્નાથ મંદિરમાં ભગવાન શ્રીકૃષ્ણ ભાઈ બલરામ અને બહેન સુભદ્રા સાથે બિરાજમાન છે. આ મંદિરમાં રથયાત્રાના દિવસે ભક્તોની ભારે ભીડ હોય છે. આ રથયાત્રામાં ભાગ લેવા અને જગન્નાથજીનો રથ ખેંચવા માટે લાખો શ્રદ્ધાળુઓ આવે છે. આ યાત્રા માટે ત્રણ વિશાળ રથ બનાવવામાં આવે છે. જેમાં બલરામજીનો રથ સૌથી પહેલા, ત્યારપછી બહેન સુભદ્રા અને ભગવાન શ્રીકૃષ્ણનો રથ હોય છે. 


 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ