બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગાંધીનગર

logo

લોકસભા ચુંટણીનું ત્રીજા તબક્કા નું મતદાન, છેલ્લી ઘડીએ કરવા મતદારોમાં ઉત્સાહ

logo

અમરેલી ન્યૂઝ: ચૂંટણી ફરજ દરમ્યાન મહિલા કર્મચારીનું થયું મોત, જાફરાબાદની પ્રાથમિક શાળાની શિક્ષિકા મતદાન મથક ફરજ દરમ્યાન ઢળી પડ્યા, કૌશિકબેન બાબરીયાનું હાર્ટ એટેકથી મૃત્યુ થયાનું પ્રાથમિક અનુમાન

logo

કોંગ્રેસના ઉમેદવાર ગેનીબેન ઠાકોરનો મતદારોને ધમકાવી ભાજપ તરફી વોટીંગ કરાવવાનો આક્ષેપ

logo

11 રાજ્યોની 93 બેઠકો પર 3 વાગ્યા સુધીમાં 50.71 ટકા મતદાન

logo

બનાસકાંઠાને ટક્કર આપી 3 વાગ્યા સુધીમાં 58.05 ટકા મતદાન સાથે વલસાડ ગુજરાતમાં અવ્વલ, સરેરાશ 47.03 ટકા વોટિંગ

logo

કળશ ગામના લોકો તાપથી બચવા માથા પર ગાદલા રાખી મત આપવા લાઈનમાં ગોઠવાયા

logo

ભરૂચના કેસર ગામના લોકોએ મતદાનનો બહિષ્કાર કર્યો, અત્યાર સુધી એકપણ મત નથી પડ્યો

logo

મતદારો માટે ઇન્દ્ર દેવના અમી છાંટણા, યાત્રાધામ અંબાજીમાં અચાનક વાતાવરણમાં આવ્યો પલટો

logo

પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિનભાઇ પટેલે કર્યું મતદાન

VTV / more than 9 lakh posts vacant in ministries and departments government

GOOD NEWS / કેન્દ્ર સરકારના મંત્રાલય અને વિભાગોમાં 9 લાખથી વધારે પદ ખાલી: સરકારે ખાલી જગ્યાઓ ભરવા માટે સૂચનાઓ આપી

Pravin

Last Updated: 08:21 AM, 6 August 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

કેન્દ્ર સરકાર અલગ અલગ મંત્રાલયો અને વિભાગો અંતર્ગત સ્વીકૃત ખાલી પદોની કુલ સંખ્યા 40,35,203 છે, જ્યારે કેન્દ્ર સરકારના મંત્રાલયો અને વિભાગોમાં 9,79,327 પદ ખાલી પડ્યા છે.

  • રાજ્યસભામાં મંત્રીએ આપી જાણકારી
  • હજૂ પણ 9,79, 327 ખાલી જગ્યાઓ પડેલી છે
  • કેન્દ્રીય વિભાગ અને મંત્રાલયોમાં આ પદ ફટાફટ ભરવા સૂચના અપાઈ

કર્મચારી રાજ્ય મંત્રી જિતેન્દ્ર સિંહએ રાજ્યસભામાં જણાવ્યું છે કે, અલગ અલગ મંત્રાલયો અને વિભાગોમાં સ્વીકૃત પદોની સંખ્યા 40,35,203 છે, જેમાંથી 9,79,327 પદ હજૂ પણ ખાલી પડ્યા છે. મંત્રીએ આ જાણકારી રાજ્યસભામાં એક લેખિત જવાબમાં આપી છે. 

તેમણે જણાવ્યું છે કે, કેન્દ્ર સરકાર અલગ અલગ મંત્રાલયો અને વિભાગો અંતર્ગત સ્વીકૃત ખાલી પદોની કુલ સંખ્યા 40,35,203 છે, જ્યારે તેમાંથી પદસ્થ કર્મીઓની સંખ્યા 30,55, 876 છે. તેમણે આગળ કહ્યુ કે, કેન્દ્ર સરકારના મંત્રાલયો અને વિભાગોમાં 9,79,327 પદ ખાલી પડ્યા છે. 

ST-SC વિશે મંત્રીએ શું કહ્યું

જો કે, કેન્દ્રીય મંત્રીને જ્યારે પૂછવામાં આવ્યું કે, તેમાંથી અનુસૂચિત જાતિ, અનુસૂચિત જનજાતિ તથા અન્ય પછાત વર્ગના લોકો માટે અનામત જગ્યાઓ કેટલીય છે, તો તેમણે કહ્યું કે, બૈકલોગ અનામત ખાલી જગ્યા સહિત ખાલી જગ્યાઓ ભરવાની પ્રક્રિયા છે. તેમણે કહ્યું કે, જ્યાં એક બે અથવા ત્રણથી વધારે વર્ષથી ખાલી રહે છે, તે પદને વ્યય વિભાગના 12 એપ્રિલ 2017ના એક આદેશ અનુસાર સમાપ્ત માનવામાં આવે છે. સિંહે કહ્યું કે, સિંહે કહ્યું કે, જો કે, કાર્યાત્મક ઔચિત્યના આધાર પર આ પદને ફરીથી લાગૂ કરી શકાય છે. 

જગ્યાઓ ભરવા અંગે સૂચનાઓ જારી

તેમણે કહ્યું કે, કેન્દ્ર સરકારના તમામ મંત્રાલયો અને વિભાગોના બેકલોગ અનામત ખાલી જગ્યાને ચિન્હીત કરવા, આવી ખાલી જગ્યાઓના મૂળ કારણનું અધ્યયન કરવા, આવી જગ્યાઓના કારણોને હટાવાનો ઉપાયો કરવા અને વિશેષ ભરતી અભિયાનના માધ્યમથી તેમને ભરવા માટે આંતરિક સમિતિનું ગઠન કરવાના સંબંધમાં સૂચનાઓ જાહેર કરવામાં આવી છે. કેન્દ્રીય મંત્રીએ કહ્યું કે, કેન્દ્ર સરકારના તમામ મંત્રાલય અને વિભાગમાં ખાલી જગ્યાઓ સમયબદ્ધ રીતે ભરવા માટે મિશન મોડમાં કાર્યવાહી કરવા માટે કહેવામાં આવ્યું છે.

અહીં ઉલ્લેખનિય છે કે, રસ્તાઓ પર હજારો યુવાનો બેકાર ઘુમી રહ્યા છે. રોજગારની શોધમાં ભટકી રહ્યા છે. તેમ છતાં પણ ખાલી પદ ભરાતા નથી. ભરતીઓ સમયસર થતી નથી. આપને જણાવી દઈએ કે, અલગ અલગ મંત્રાલયો અને વિભાગો અંતર્ગત સ્વીકૃત પદની કુલ સંખ્યા 40,35,203 છે, જેમાંથી પદસ્થ કર્મચારીઓની સંખ્યા 30,55,876 છે. તો વળી સરકારના મંત્રાલય અને વિભાગોમાં 9,79,327 પદ ખાલી પડ્યા છે. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ