બ્રેકિંગ ન્યુઝ

logo
logo

મહાદેવ બેટિંગ એપ કેસ: અભિનેતા સાહિલ ખાનની મુંબઈ પોલીસની SIT દ્વારા ધરપકડ

logo

લોકસભા ચૂંટણી 2024: PM નરેન્દ્ર મોદીનો આજે ઝંઝાવાતી ચૂંટણી પ્રચાર, કર્ણાટકમાં 4 રેલીને કરશે સંબોધન

logo

લોકસભા ચૂંટણી 2024: પૂર્વ PAAS કન્વીનર અલ્પેશ કથીરિયા અને ધાર્મિક માલવિયા CR પાટીલની હાજરીમાં ભાજપમાં જોડાયા

logo

લોકસભા ચૂંટણી 2024 / 'કોંગ્રેસ અને આપ પાર્ટીના લોકો જુઠ્ઠાણાં ચલાવે છે' અમિત શાહે વિપક્ષને આડે હાથ લીધું

logo

લોકસભા ચૂંટણી: કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહની ગોધરામાં વિજય સંકલ્પ સભા, જનસભામાં મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા

logo

લોકસભા ચૂંટણી 2024: મુંબઈ નોર્થ સેન્ટ્રલથી પૂનમ મહાજનનું પત્તુ કપાયું, આતંકી કસાબને ફાંસી અપાવનારા ઉજ્જવલ નિકમને ભાજપે ટિકિટ આપી

VTV / ગુજરાત / અમદાવાદ / Morbi bridge accident accused Jaysukh Patel's bail cleared, government favors, lawyer says no objection

સુનાવણી / મોરબી પુલ દુર્ઘટનાના આરોપી જયસુખ પટેલના જામીનનો રસ્તો સાફ, સરકારે કરી તરફેણ, વકીલે કહ્યું કોઈ વાંધો નથી

Vishal Khamar

Last Updated: 12:17 AM, 14 December 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

મોરબી ઝૂલતા પુલ દુર્ઘટનાના આરોપી જયસુખ પટેલે જામીન અરજી માટે હાઈકોર્ટમાં અરજી કરી હતી. આ બાબતે સરકારી વકીલે જામીન માટે પોતાનું સમર્થન દર્શાવ્યું હતું. તેમજ વધુમાં સરકારી વકીલે કહ્યું કે જયસુખ પટેલને જામીન મળે તેમાં સરકારને કોઈ વાંધો નથી.

  • જયસુખ પટેલની જામીન અરજી પર ગુજરાત હાઇકોર્ટમાં સુનાવણી
  • મોરબી ઝૂલતા પુલ દુર્ઘટનાના આરોપી જયસુખ પટેલે કરી જમીન અરજી
  • જયસુખ પટેલને જામીન મળે તેમાં સરકારને કોઈ વાંધો નથીઃસરકારી વકીલ

મોરબી ઝૂલતા પુલ દુર્ઘટનાના આરોપી જયસુખ પટેલે જામીન અરજી કરી હતી. જે મામલે મોરબી ઝૂલતા પુલ દુર્ઘટના મામલે જયસુખ પટેલની જામીન અરજી પર ગુજરાત હાઈકોર્ટમાં સુનાવણી હાથ ધરવામાં આવી હતી. સરકારી વકીલે જામીન માટે પોતાનું સમર્થન દર્શાવ્યું હતું.  આ બાબતે સરકારી વકીલે કહ્યું હતું કે, જયસુખ પટેલ નાસી છૂટે એવા આરોપી નથી. જયસુખ પટેલને જામીન મળે તેમાં સરકારને કોઈ વાંધો નથી.  ચાર્જફ્રેમમાં લાંબો સમય લાગે તેમ છે. તેમજ કેસમાં ઘણા બધા સાક્ષીઓ હોવાને કારણે સમય લાગે એમ છે.જેલમાં રહેવાથી જયસુખ પટેલનાં ઉદ્યોગો પર અસર પડી રહી છે. 

મોરબી પુલ દુર્ઘટના કેસમાં નવો વળાંક: જયસુખ પટેલ હવે ભાગેડું આરોપી, 1200  પાનાની ચાર્જશીટ દાખલ | Big news regarding the Morbi bridge accident case

જયસુખ પટેલને ખોટી રીતે કરાય છે હેરાનઃ લલિત કગથરા
થોડા સમય પહેલા કોંગ્રેસનાં નેતાઓએ ઝૂલતા પૂલ દુર્ઘટનાના મુખ્ય આરોપી જયસુખ પટેલને નિર્દોષ ગણાવ્યા હતા. તેમજ SITની તપાસ પર ગંભીર આક્ષેપો કર્યા છે. મોરબી દુર્ઘટના મામલે કોંગ્રેસના નેતાઓ લલિત કગથરા, લલિત વસોયા અને ડૉ.કિરીટ પટેલે પત્રકાર પરિષદ યોજી. જેમાં લલિત કગથરાએ કહ્યું કે, દુર્ઘટનાનો SITનો રિપોર્ટ એક તરફી છે. જેમાં અધિકારીઓને બચાવવા કોન્ટ્રાક્ટરોને હેરાન કરવામાં આવી રહ્યા છે. એટલું જ નહીં લલિત કગથરાએ ઓરેવા ગ્રુપના માલિક જયસુખ પટેલને ખોટી રીતે હેરાન કરવામાં આવતા હોવાનો પણ આરોપ લગાવ્યો છે અને મોરબી કલેક્ટર, નગરપાલિકાના ચીફ ઓફિસર વિરુદ્ધ કાર્યવાહીની માંગ કરી હતી.

'હોળીનું નાળિયેર ઓરેવા કંપનીને બનાવી દેવાયું'
SITએ મોરબી દુર્ધટના અંગે એકતરફી તપાસ કરી હોવાનો લલિત કગથરાએ આરોપ લગાવ્યો છે. તેઓએ જણાવ્યું છે કે, આ દુર્ઘટના માટે નગર પાલિકા, કલેક્ટર, ચીફ ઓફિસર પણ જવાબદાર છે. 1995થી 2007 વચ્ચે 2 વખત કંપનીને સંપૂર્ણ સમારકામનું કામ સોંપાયું હતું. 2022ની ચૂંટણી પહેલા માનવસર્જિત ભયંકર દુર્ઘટના બની ગઈ હતી. દુર્ઘટનામાં 135 લોકોએ જીવ ગુમાવ્યા હતા, દુર્ઘટનાને લઈ હું દિલથી દિલાસો આપું છું. જ્યારે દુર્ઘટના બની ત્યારે ચૂંટણીનો અંતિમ સમય હતો. આ દુર્ઘટના પર તંત્રના અધિકારીઓને બદલે કંપનીના કર્મીઓને જવાબદાર ઠેરવ્યા આવી રહ્યા છે. કંપનીના કર્મચારીઓને પકડી તંત્ર જવાબદારીમાંથી છટકી રહ્યું છે.

અમે જયસુખ પટેલનો બચાવ નથી કરતાઃ લલિત વસોયા
પૂર્વ ધારાસભ્ય લલિત વસોયાએ કહ્યું કે, સરકારે જયસુખ પટેલ સામે લગાવેલા ચાર્જ કલેક્ટર ઉપર પણ લાગવા જોઈએ. આ ઉપરાંત નગરપાલિકાના જવાબદાર અધિકારીઓ સામે પણ કડક કાર્યવાહી થવી જોઈએ. સરકારે પોતાને બચાવવા માટે જયસુખ પટેલને બલિનો બકરો બનાવ્યો છે. અમે જયસુખ પટેલનો બચાવ નથી કરતાં, પરંતુ સરકારે જે ચાર્જ લગાડ્યા છે તે કલેક્ટર અને અધિકારીઓ સામે લગાવવા જોઈએ. 


પોલીસે કલેક્ટરને કેમ પૂછપરછ કરી નથીઃ કિરીટ પટેલ 
તો પાટણના ધારાસભ્ય કિરીટ પટેલ કહ્યું કે, હું લલિત ભાઈની વાતને સમર્થન આપું છું, છેલ્લા ઘણા સમયથી પાટીદાર સમાજના ઉદ્યોગપતિ સામે એક તરફી તપાસ કરવામાં આવી રહી છે. પાટીદાર સમાજના કોન્ટ્રાક્ટરો, બિલ્ડરો સામે એક તરફી તપાસ થાય છે. કોર્ટમાં છેલ્લા દિવસે ચાર્જશીટ કરી હેરાનગતી કરવાની વૃત્તિ કોના ઈશારે ચાલી રહી છે. ખોટી રીતે જેલમાં ધકેલી દેવાય છે. અધિકારીઓને જવાબદારીમાંથી દૂર કરવામાં આવે છે.  ઈરાદા પૂર્વક અવાજ દબાવાય છે. પોલીસે કલેક્ટરની કેમ પૂછપરછ કરી નથી, કલેક્ટરને એક પણ પ્રશ્ન પૂછ્યો નથી. સરકારની નિષ્ફળતા ઢાંકવાનો પ્રયાસ થઈ રહ્યો છે. 


શું હતી સમગ્ર ઘટનાં
મોરબીની મચ્છુ નદી પર આવેલા ઝૂલતા પુલનું રિનોવેશન ઓરેવા કંપનીએ રૂપિયા 2 કરોડના ખર્ચે કર્યું હતું. ભારતમાં સીએફએલ અને એલઈડી બલ્બમાં 1 વર્ષની વોરંટી આપવાની શરુઆત ઓરેવાએ કરી હતી. પરંતુ તે આ વોરંટી પોતે રિનોવેટ કરેલા મોરબીના ઝૂલતા પુલ પર ન આપી શક્યા. 26 ઓક્ટોબર 2022 થી મોરબીનો ઝૂલતો પુલ ખુલ્લો મુકવામાં આવ્યો હતો તથા 12થી 15 વર્ષની મજબૂતાઈની ગેરંટી આપવામાં આવી હતી. જે 5 દિવસની અંદર તૂટ્યો અને 135 લોકો કાળનો કોળિયો બની જતાં હાહાકાર મચી ગયો હતો. આ દુર્ઘટના બાદ કંપનીના એમડી જયસુખ પટેલ ભૂગર્ભમાં ઉતરી ગયા હતો.

 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ