બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગાંધીનગર

logo

લોકસભા ચુંટણીનું ત્રીજા તબક્કા નું મતદાન, છેલ્લી ઘડીએ કરવા મતદારોમાં ઉત્સાહ

logo

અમરેલી ન્યૂઝ: ચૂંટણી ફરજ દરમ્યાન મહિલા કર્મચારીનું થયું મોત, જાફરાબાદની પ્રાથમિક શાળાની શિક્ષિકા મતદાન મથક ફરજ દરમ્યાન ઢળી પડ્યા, કૌશિકબેન બાબરીયાનું હાર્ટ એટેકથી મૃત્યુ થયાનું પ્રાથમિક અનુમાન

logo

કોંગ્રેસના ઉમેદવાર ગેનીબેન ઠાકોરનો મતદારોને ધમકાવી ભાજપ તરફી વોટીંગ કરાવવાનો આક્ષેપ

logo

11 રાજ્યોની 93 બેઠકો પર 3 વાગ્યા સુધીમાં 50.71 ટકા મતદાન

logo

બનાસકાંઠાને ટક્કર આપી 3 વાગ્યા સુધીમાં 58.05 ટકા મતદાન સાથે વલસાડ ગુજરાતમાં અવ્વલ, સરેરાશ 47.03 ટકા વોટિંગ

logo

કળશ ગામના લોકો તાપથી બચવા માથા પર ગાદલા રાખી મત આપવા લાઈનમાં ગોઠવાયા

logo

ભરૂચના કેસર ગામના લોકોએ મતદાનનો બહિષ્કાર કર્યો, અત્યાર સુધી એકપણ મત નથી પડ્યો

logo

મતદારો માટે ઇન્દ્ર દેવના અમી છાંટણા, યાત્રાધામ અંબાજીમાં અચાનક વાતાવરણમાં આવ્યો પલટો

logo

પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિનભાઇ પટેલે કર્યું મતદાન

VTV / ગુજરાત / અમદાવાદ / Moraribapu support mayabhai ahir jay vasavada anubha gadhvi returned Swaminarayan Sampraday awards

નીલકંઠ વિવાદ / માયા આહિર, પદ્મશ્રી ભીખુદાન ગઢવી સહિત અનેક દિગ્ગજોએ સ્વામિનારાયણ સંપ્રદાયના એવોર્ડ પરત કર્યા

Hiren

Last Updated: 10:28 PM, 13 September 2019

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

મોરારિબાપુ અને સ્વામિનારાયણ સંપ્રદાય વચ્ચેનો વિવાદ તો પૂર્ણ થઈ ગયો છે. પરંતુ ક્યાંકને ક્યાંક સ્વામિનારાયણ દ્વારા મોરારિબાપુનું અપમાન કરાયું હોવાનું માનતા રાજ્યના અનેક નામી કલાકારોએ સ્વામિનારાયણ મંદિર દ્વારા અપાયેલા 'રત્નાકર' એવોર્ડને પરત કર્યા છે.

  • મોરારિબાપુના નીલકંઠવર્ણી નિવેદન બાદ સર્જાયો વિવાદ
  • મોરારિબાપુના સમર્થનમાં આવ્યા કલાકારો અને લેખક
  • ગુજરાતના નામી કલાકારોએ એવોર્ડ પરત કર્યા 

શાંત પાણીમાં કાંકરો ફેંકીને જેવા વમળમો પેદા થાય તેવા વિવાદના વમળો કથાકાર મોરારિબાપુના એક નિવેદનથી સર્જાયા છે. નીલકંઠવર્ણી અંગે કથાકાર મોરારિબાપુના નિવેદનનો વિવાદ એટલો વકર્યો છે કે, હવે શમવાનું નામ નથી લેતો. ત્યારે હવે નામી કલાકાર માયાભાઇ આહીર, અનુભા ગઢવી, જિજ્ઞેશ કવિરાજ, લોકસાહિત્યકાર દેવરાજ ગઢવી, પદ્મશ્રી ભીખુદાન ગઢવી, ઓસમાન મીર અને લેખક જય વસાવડાએ સ્વામિનારાયણ મંદિર દ્વારા અપાયેલા એવોર્ડ પરત કર્યા છે.

માયાભાઇ આહીર અને અનુભા ગઢવીએ એવોર્ડ પરત કર્યા 

માયાભાઈ આહીર અને અનુભા ગઢવી મોરારિબાપુને પોતાના ગુરુ માને છે. જે પ્રકારે સ્વામિનાયણનો મુદ્દો બનાવી કેટલાક લોકોએ મોરારિબાપુ વિરુદ્ધ અપમાન જનક ટિપ્પણીઓ કરી તેને લઈને આ બંને લોકોને દુઃખ થયું છે. જેને લઈને બંને કલાકારોએ સરધાર સ્વામિનારાયણ મંદિર દ્વારા અપાયેલ એવોર્ડ અને રોકડ રકમ પરત કરી નારાજગી વ્યક્ત કરી છે.
 

સાઈરામ દવે રત્નાકર એવોર્ડ અને રાશિ પરત કરશે

સાંઈરામ દવેને મળેલો રત્નાકર એવોર્ડ અને રાશિ તેઓ પરત કરશે. તેમણે કહ્યું કે, ગુજરાતની આધ્યાત્મિક તંદુરસ્તી બગડી છે. બધા જ કલાકારોને દારૂડિયા ગણવાની વાતથી દુઃખ થયું.

લોકગાયક ઓસમાન મીરે એવોર્ડ પરત કર્યો

ઓસમાન મીરે કહ્યું કે, સ્વામિનારાયણના સંતોના નિવેદનોથી દુઃખ થયુ છે. મોરારીબાપુના પર નિવેદનો કર્યા તેનાથી હું દુઃખી થયો છું. કલાકારો વિશે ટિપ્પણી કરતા હું દુઃખી થયો છું.

હું મોરારિબાપુના સમર્થનમાં એવોર્ડ પરત કરું છુંઃ જય વસાવડા

જય વસાવડાએ પણ સ્વામીનારાયણ સંપ્રદાય દ્વારા અપાયેલ એવોર્ડ પરત કર્યો છે. જય વસાવડાએ કહ્યું કે, ૨૦૧૫માં સરધાર ખાતે રત્નાકર એવોર્ડ લેખન ક્ષેત્ર માટે મને મળ્યો હતો. સ્વેચ્છાએ મારો રત્નાકર એવોર્ડ ધનરાશિ પરત કરું છું. હું મોરારિબાપુના સમર્થનમાં આ એવોર્ડ પરત કરું છું.

ગુજરાતમાં છેલ્લા થોડા દિવસોથી મોરારિબાપુના નિવેદન બાદ વિવાદ સર્જાયો હતો. ત્યારે સ્વામિનારાયણના સંતો-મહંતો, ભક્તો અને ધર્મપ્રેમી સંતો-મહંતો, ભક્તો દ્વારા ટિપ્પણીઓ કરવામાં આવી રહી હતી. તો કેટલાક વીડિયો પણ વાયરલ થયા હતા. ત્યારે આ વિવાદ સર્જાતા બન્ને પક્ષ વચ્ચે બેઠક યોજાઇ હતી. બન્ને પક્ષ વચ્ચે સમધાન પણ થયું હતું.

`રત્નાકર' એવોર્ડ શું છે ?

`રત્નાકર'નો મતલબ હીરાની ખાણ એવો થાય છે. સમાજના શ્રેષ્ઠી, કવિ, લેખક, સંગીતકાર અને સાહિત્યકારોને આ એવોર્ડ અપાય છે. વડતાલ ગાદીના સરધાર સ્વામિનારાયણ મંદિરે 2014માં આ એવોર્ડની શરૂઆત કરી હતી. પશ્ચિમી સંસ્કૃતિની સામે ભારતીય સંસ્કૃતિને જાળવતા કલાકારોને આ એવોર્ડ અપાય છે. ગુજરાતી ભાષાનું બહુમાન કરનારા લેખકોને રત્નાકરથી સન્માનિત કરાય છે. સંસ્કૃતિને જીવંત રાખવા માટે યોગદાન આપનારા કલાકારોને રત્નાકર એવોર્ડ મળે છે. જીવનમાં શુભ ધ્યેયને ન છોડે એવા વ્યકિતઓની આ એવોર્ડ માટે પસંદગી થાય છે. કિર્તન સંગીત, લોકસાહિત્ય, સંતવાણીના ક્ષેત્રમાં સંપ્રદાય આ એવોર્ડ આપે છે. હાસ્ય અને સામાજિક પ્રતિભાઓને પણ રત્નાકર એવોર્ડથી સન્માનિત કરાય છે.

સમગ્ર વિશ્વનું ગૌરવ ગણી શકાય એવા ગુજરાતીઓને રત્નાકર એવોર્ડ અપાય છે. આધ્યાત્મિકતા, વિદ્વતાના ક્ષેત્રમાં પણ શ્રેષ્ઠીઓને સન્માનિત કરાય છે. કલાની ધરોહરની જાળવણી કરનારા કલાકારોને આ સન્માન અપાય છે. જીવનના બહુમૂલા ગુણાને લોકસાહિત્યના માધ્યમથી સાચવતા કલાકારોને એવોર્ડ અપાય છે. કલાના માધ્યમથી સમાજ જીવંત રાખનારા કલાકારો સન્માનિત થાય છે. સમાજની વાસ્તવિક છબીને સમાજ સુધી પહોંચાડનારા સાહિત્યકારોનું સન્માન રત્નાકરથી થાય છે.

મોરારિબાપુએ બે વખત માફી માગી હતી...

નીલકંઠવર્ણી અંગે જાણીતા કથાકાર મોરારિબાપુએ વ્યક્ત કરેલા પોતાના વિચાર પર સ્વામિનારાયણ સંપ્રદાયના સમર્થકોએ રોષ ઠાલવ્યો હતો. ત્યારબાદ મોરારિબાપુ સમર્થકો અને સ્વામિનારાયણ સમર્થકો વચ્ચે પણ વિવાદિત નિવેદનોનો દૌર શરૂ હતો. જો કે પોતાના નિવેદન માટે મોરારિ બાપુએ માફી માગી લીધી હતી. ત્યારબાદ પણ સ્વામિનારાયણ સમર્થકોએ બાપુના માફી માગવાના ટોન પર સવાલ ઊભા કર્યા હતા. 

મોરારિબાપુના સમર્થનમાં સાધુ-સંતો અને કલાકારો

જેમાં મોરારિબાપુના સમર્થનમાં લેખિકા કાજલ ઓઝા વૈધ, ભારતીબાપુ, ઇન્દ્રભારતી બાપુ, માયાભાઇ આહિર, જય વસાવડા, સાઇરામ દવે, કિર્તિદાન ગઢવી, રાજભા ગઢવી સહિતના કલાકારો અને સાધુ-સંતો આવ્યા હતા.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ