બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

logo

રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો

logo

લોકસભા ચૂંટણી 2024: રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનનથી રાજકારણ ગરમાયું, CR પાટીલના આક્ષેપ પર શક્તિસિંહ ગોહિલનો પલટવાર

VTV / ધર્મ / Morari Bapu statement on jay shree ram and use of raam naam in politics

નિવેદન / જબરદસ્તી 'જય શ્રી રામ' બોલાવવાવાળાને મોરારિબાપુએ આપી મોટી સલાહ, રાજકીય પાર્ટીઓના કાવાદાવા વિશે પણ ખૂલીને જુઓ શું બોલ્યા

Vaidehi

Last Updated: 06:02 PM, 28 July 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

કથાવાચક મોરારી બાપૂએ 'જય શ્રી રામ'ના નારાઓ પર પોતાનો મત રાખતાં કહ્યું કે, 'જય શ્રી રામ એક પવિત્ર ઉદ્ઘોષ છે, તેનો શુદ્ધ ઉપયોગ થવો જોઈએ'

  • રામ કથાવાચક મોરારી બાપૂએ આપ્યું નિવેદન
  • કહ્યું 'જય શ્રી રામ એક પવિત્ર ઉદ્ઘોષ છે'
  • રામનાં નામે ચાલતી રાજનીતિ અંગે કરી આ વાત

બીજા ધર્મનાં લોકોને જબરદસ્તી 'જય શ્રી રામ'ના નારાઓ બોલાવાનાં મામલે રામ કથાવાચક મોરારી બાપૂએ કહ્યું કે નારાઓથી કંઈ નથી થતું, જે થાય છે એ ઉન્માદથી થાય છે. વર્ષોથી આપણે ત્યાં જય સિયારામ બોલવામાં આવી રહ્યું છે અને લોકો તેને મંત્ર સમજે છે પરંતુ જય શ્રી રામ એક પવિત્ર ઉદ્ઘોષ છે. તેનો શુદ્ધ ઉપયોગ થાય તો સારું છે. 

'રામને સાધન બનાવવામાં આવી રહ્યું છે'
ભગવાન રામ અને હનુમાનજી પર પૂછવામાં આવેલા સવાલનો જવાબ આપતાં મોરારી બાપૂએ કહ્યું કે, 'રામ આત્મ તત્વ છે અને હનુમાનજી વાયુ તત્વ છે. બંને તત્વોની માણસોને જરૂર હોય છે. આત્મા પણ જરૂરી છે અને શ્વાસ લેવા માટે વાયુ પણ જરૂરી છે. પરંતુ હું સ્પષ્ટપણે કહેવા ઈચ્છું છું કે તે સાધ્ય છે, સાધન નથી. રામને સાધન બનાવવામાં આવી રહ્યું છે.'

'સત્ય હંમેશા સત્ય રહેશે'
તેમણે કહ્યું કે હું રામચરિત માનસ ગ્રંથને લઈને નિકળ્યો છું, તે સંવાદનું શાસ્ત્ર છે. તેમાં વિવાદો ઉમેરવું યોગ્ય નથી. ગૌરીશંકર શિખરને એક બરફનો નાનકડો ટૂકડો પણ પાડી શકતો નથી, તે ટૂકડો પોતે પડી જશે. આ શાશ્વત સત્ય છે. તેની આસપાસ ભ્રમ પેદા કરવામાં આવી રહ્યો છે પરંતુ સત્ય હંમેશા સત્ય રહેશે.

'રામનો આ રીતે ઉપયોગ ન કરવો જોઈએ'
મોરારી બાપૂએ કહ્યું કે,' હનુમાનજી સીતાજીની શોધમાં લંકામાં મંદિરે-મંદિરે ગયાં હતાં પરંતુ આજે કેટલાક લોકો સત્તાની શોધ માટે મંદિર જાયે છે.' રામનાં નામ પર રાજનીતિ અને વોટ માંગવાનાં સવાલ પર બાપૂએ કહ્યું કે,' રામનો આ રીતે ઉપયોગ ન કરવો જોઈએ. રામનાં નામનો ઉપયોગ પોતાના હિત માટે ન કરવો જોઈએ. હું જોઈ રહ્યો છું કે કેટલાક ક્ષેત્ર એવા છે જે રામનો ઉપયોગ કરીને કંઈક મેળવવા ઈચ્છે છે, જે યોગ્ય નથી.'

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ