બ્રેકિંગ ન્યુઝ

logo
logo

મહાદેવ બેટિંગ એપ કેસ: અભિનેતા સાહિલ ખાનની મુંબઈ પોલીસની SIT દ્વારા ધરપકડ

logo

લોકસભા ચૂંટણી 2024: PM નરેન્દ્ર મોદીનો આજે ઝંઝાવાતી ચૂંટણી પ્રચાર, કર્ણાટકમાં 4 રેલીને કરશે સંબોધન

logo

લોકસભા ચૂંટણી 2024: પૂર્વ PAAS કન્વીનર અલ્પેશ કથીરિયા અને ધાર્મિક માલવિયા CR પાટીલની હાજરીમાં ભાજપમાં જોડાયા

logo

લોકસભા ચૂંટણી 2024 / 'કોંગ્રેસ અને આપ પાર્ટીના લોકો જુઠ્ઠાણાં ચલાવે છે' અમિત શાહે વિપક્ષને આડે હાથ લીધું

logo

લોકસભા ચૂંટણી: કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહની ગોધરામાં વિજય સંકલ્પ સભા, જનસભામાં મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા

logo

લોકસભા ચૂંટણી 2024: મુંબઈ નોર્થ સેન્ટ્રલથી પૂનમ મહાજનનું પત્તુ કપાયું, આતંકી કસાબને ફાંસી અપાવનારા ઉજ્જવલ નિકમને ભાજપે ટિકિટ આપી

VTV / આરોગ્ય / moong dal will control blood sugar and blood pressure know other benefits

ટિપ્સ / આ બિમારીના દર્દીઓએ નિયમિતરૂપે કરવું મગની દાળનું સેવન, ઉપરાંત અન્ય બિમારીઓ સામે મળે છે રક્ષણ

Manisha Jogi

Last Updated: 01:00 PM, 30 May 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

હાઈ બ્લડ પ્રેશરના દર્દીઓએ નિયમિત રૂપે મગની દાળનું સેવન કરવું જોઈએ. મગની દાળનું સેવન કરવાથી ગરમીઓમાં હીટ સ્ટ્રોક સામે રક્ષણ મળે છે.

  • અનેક પ્રકારની બિમારીઓ સામે રક્ષણ મળે 
  • મગમાં ભરપૂર માત્રામાં પ્રોટીન અને ફાઈબર હોય છે
  • બ્લડ પ્રેશરના દર્દીઓએ નિયમિત રૂપે મગની દાળનું સેવન કરવું

મગનું સેવન કરવાથી શરીરને અનેક પ્રકારની બિમારીઓ સામે રક્ષણ મળે છે. મગમાં ભરપૂર માત્રામાં પ્રોટીન અને ફાઈબર હોય છે, જેથી શુગર લેવલ કંટ્રોલમાં રહે છે. હાઈ બ્લડ પ્રેશરના દર્દીઓએ નિયમિત રૂપે મગની દાળનું સેવન કરવું જોઈએ. મગની દાળનું સેવન કરવાથી ગરમીઓમાં હીટ સ્ટ્રોક સામે રક્ષણ મળે છે. 

પાચનની સમસ્યા હોય તો મગની દાળનું સેવન કરવાની સલાહ આપવામાં આવે છે. મગની દાળમાં ભરપૂર માત્રામાં પોટેશિયમ, મેગ્નેશિયમ સહિત અનેક જરૂરી પોષકતત્ત્વો રહેલા હોય છે. મગની દાળથી પેટમાં ઉત્પન્ન થતા ગેસથી રાહત મળે છે. મગની દાળનું સેવન કરવાથી ચરબી વધતી નથી. મગની દાળનું સેવન કરવાથી બીપી કંટ્રોલમાં રહે છે. તે લોહીમાં મેગ્નેશિયમનું સ્તર પણ સંતુલિત રહે છે.

શરીરમાં વધતા કોલસ્ટ્રોલને દૂર કરવા માટે મગની દાળનું સેવન કરવું ખૂબ જ લાભકારી માનવામાં આવે છે. શરીરમાંથી વધારાનો કોલેસ્ટ્રોલ દૂર થાય છે. જે લોકો વજન ઓછું કરવા માંગે છે, તેમના માટે મગની દાળનું સેવન ફાયદાકારક સાબિત થઈ શકે છે. મગની દાળમાં 100થી ઓછી કેલરી  હોય છે,  જેનું સેવન કર્યા પછી પેટ લાંબા સમય સુધી ભરેલું રહે છે, જેથી તમે વધુ કેલરીનું સેવન કરી શકતા નથી.

મગનું પાણી
મગના એક કપ પાણીમાં 212 કેલોરીઝ, 14 ગ્રામ પ્રોટીન, 15 ગ્રામ ફાઈબર, 1 ગ્રામ ફેટ, 4 ગ્રામ ખાંડ, 321 માઇરક્રોગ્રામ ફૉલેટ, 97 મિ.લી. મેગ્નેશિયમ, 7 મિ.લી ઝિંક, 55 મિ.લી કેલ્શિયમ હોય છે. વિટામીન બી1,  બી5,  બી6,  થિયામિન,  રેજિસ્ટેન્ટ સ્ટાર્ચ અને ડાયટરી ફાઈબર પણ હોય છે, જેથી અનેક બિમારીઓ સામે રક્ષણ મળે છે. 

(Disclaimer: આરોગ્ય અને સુખાકારી હેઠળ પ્રકાશિત સામગ્રી સામાન્ય જાણકારી ઉપલબ્ધ કરાવે છે. અહીં પ્રકાશિત લેખ તબીબ, વૈદ્ય, નિષ્ણાત અને રિસર્ચ આધારિત નિષ્કર્ષ પર છે. તમામ નિર્દેશોનું પાલન કરી વાંચકોની જાગૃતિ વધારવાના હેતુથી આ સામગ્રી તૈયાર કરાઈ છે. આ લેખ કોઈ પણ રીતે યોગ્ય ઉપચારનો વિકલ્પ નથી, વધુ જાણકારી માટે હંમેશા નિષ્ણાત કે આપના ચિકિત્સકની સલાહ લેવી. vtvgujarati.com આ જાણકારી માટે જવાબદારીનો દાવો કરતું નથી.)
 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ