બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગાંધીનગર

logo

લોકસભા ચુંટણીનું ત્રીજા તબક્કા નું મતદાન, છેલ્લી ઘડીએ કરવા મતદારોમાં ઉત્સાહ

logo

અમરેલી ન્યૂઝ: ચૂંટણી ફરજ દરમ્યાન મહિલા કર્મચારીનું થયું મોત, જાફરાબાદની પ્રાથમિક શાળાની શિક્ષિકા મતદાન મથક ફરજ દરમ્યાન ઢળી પડ્યા, કૌશિકબેન બાબરીયાનું હાર્ટ એટેકથી મૃત્યુ થયાનું પ્રાથમિક અનુમાન

logo

કોંગ્રેસના ઉમેદવાર ગેનીબેન ઠાકોરનો મતદારોને ધમકાવી ભાજપ તરફી વોટીંગ કરાવવાનો આક્ષેપ

logo

11 રાજ્યોની 93 બેઠકો પર 3 વાગ્યા સુધીમાં 50.71 ટકા મતદાન

logo

બનાસકાંઠાને ટક્કર આપી 3 વાગ્યા સુધીમાં 58.05 ટકા મતદાન સાથે વલસાડ ગુજરાતમાં અવ્વલ, સરેરાશ 47.03 ટકા વોટિંગ

logo

કળશ ગામના લોકો તાપથી બચવા માથા પર ગાદલા રાખી મત આપવા લાઈનમાં ગોઠવાયા

logo

ભરૂચના કેસર ગામના લોકોએ મતદાનનો બહિષ્કાર કર્યો, અત્યાર સુધી એકપણ મત નથી પડ્યો

logo

મતદારો માટે ઇન્દ્ર દેવના અમી છાંટણા, યાત્રાધામ અંબાજીમાં અચાનક વાતાવરણમાં આવ્યો પલટો

logo

પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિનભાઇ પટેલે કર્યું મતદાન

VTV / ગુજરાત / અમદાવાદ / અન્ય જિલ્લા / Monsoon to hit Gujarat from July 21, torrential rains in these districts

આગાહી / ગુજરાતમાં 21 જુલાઈથી જામશે ચોમાસું, હવામાન વિભાગની આગાહી અનુસાર આ જિલ્લાઓમાં ખાબકી શકે છે મુશળધાર વરસાદ

Kiran

Last Updated: 09:34 AM, 19 July 2021

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

રાજ્યમાં હવામાન વિભાગ તરફથી વરસાદને લઈ સારા સચામાર મળી રહ્યા છે, હવામાન નિષ્ણાતોનું કહેવું છે કે ગુજરાતમાં ફરી ચોમાસું સક્રિય થશે.

  • ગુજરાતમાં 21 જુલાઈથી જામી શકે છે ચોમાસું
  • 22 થી 25 જુલાઈ દ.ગુજરાતમાં સારા વરસાદની શકયતા
  • ઉત્તર અને મધ્ય ગુજરાતમાં રહી શકે છે હળવો વરસાદ

રાજ્યમાં હવામાન વિભાગ તરફથી વરસાદને લઈ સારા સચામાર મળી રહ્યા છે, હવામાન નિષ્ણાતોનું કહેવું છે કે ગુજરાતમાં ફરી ચોમાસું સક્રિય થશે. જો કે જૂના બાદ ચોમાસું પાછું ખેંચાયું હતું પરતું જુલાઈમાં કેટલાક જિલ્લાઓ અને તાલુકામાં સારો એવો વરસાદ થયા બાદ વરસાદે લાંબો વિરામ લીધો હતો જેથી ખેડૂતો ચિંતિત બન્યા હતા અને વરસાદ ન થાય તો ખેડૂતોએ તૈયાર કરેલો પાક બગડી જવાની ભિતિ સેવાઈ રહી હતી એવામાં આવે વરસાદને લઈ ફરી સિસ્ટમ સક્રિય થતા ખેડૂતો હવે ચિંતા મુક્ત બન્યા છે. 


અમદાવાદ, ગાંધીનગરમાં સામાન્ય વરસાદ રહેશે

હવામાન વિભાગે આગાહી કરી છે કે ગુજરાતમાં આગામી 21 જુલાઈ સુધી વરસાદ પાછો દસ્તક દેશે અને સાથે અનેક જિલ્લાઓ અને તાલુકામાં મેઘ મહેર થશે આ તરઉ ઉત્તર ગુજરાત અને સહિત સૌરાષ્ટમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી રહી છે. જ્યારે મહેસાણા, પાટણ, સાબરકાંઠા. બનાસકાંઠા સહિત અમદાવાદ,ગાંધીનગર જેવા શહેરમાં પણ સામાન્યથી ભારે વરસાદ રહેશે.

સૌરાષ્ટ્રમાં પણ સારા વરસાદની શકયતા

આગામી 22 થી 25 જુલાઈ સુધી રાજ્યમાં અને અનેક તાલુકાઓમાં જેવાકે તાપી, ડાંગ, વલસાડ, નવસારી, ભરૂચ સહિતના જિલ્લાઓમાં અને આસપાસની પંથકમાં સારો એવો વરસાદ થઈ શકે છે. રાજ્યના ચોમાસાને લઈને હવામાન નિષ્ણાંતનું અનુમાન કર્યું છે રાજ્યમાં હવેથી બે દિવસ બાદ ફરી ચોમાસુ જામશે 21જુલાઈથી ફરી ચોમાસુ  સક્રિય થવાના એંધાણ આપ્યા છે આગામી 22 જુલાઈથી ઉત્તર ગુજરાત સાબરકાંઠા મહેસાણા પાટણ પાટણ બનાસકાંઠા સહીત હળવો વરસાદ રહેશે તો મધ્ય ગુજરાતમાં અમદાવાદ ગાંધીનગર વડોદરા આણંદમાં મધ્યમ વરસાદ પડશે. 



21 જુલાઈથી ચોમાસુ સક્રિય થાય તેવુ અનુમાન

22 થી 25 જુલાઈ સુધીમા દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં ભારે વરસાદ રહેશે જેમાં દક્ષિણ ગુજરાતના ડાંગ તાપી આહવા વલસાડ નવસારી ભરૂચ દાદરાનગર હવેલી ભારે વરસાદ રહેશે બીજી તરફ સૌરાષ્ટ્રના ભાવનગર અમરેલી પોરબંદર ગીર સોમનાથ દ્વારકા સહીત ભારે વરસાદ રહેશે નોંધનીય છે કે હવે લોકોને ઉકાળાટ બફારાથી લોકોને મુક્તિ મળશે રાજ્યના તમામ ખેડૂતો ખેતી લાયક વરસાદના એંધાણ હવામાન નિષ્ણાંતે આપ્યા છે હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે આગાહી કરતા જણાવ્યું છે. આગામી બે દિવસમાં ચોમાસું સક્રિય થશે અને 21 જુલાઈથી ફરી ચોમાસું સક્રિય થઈ જશે.



ઉત્તર ગુજરાતમાં હળવા વરસાદની શકયતા

જ્યારે 22 થી 25 જુલાઈ દરમિયાન દક્ષિણ ગુજરાત સહિત સૌરાષ્ટ્રમાં ભારે વરસાદ પડે તેવી આગાહી કરવામાં આવી છે. આ તરફ ઉત્તર ગુજરાતમાં પણ વરસાદને લઈને આગાહી કરવામાં આવી છે બીજી તરફ બનાસકાંઠા, સાબરકાંઠા, મહેસાણા, પાટણ સહિત મધ્ય ગુજરાતમાં પણ ખાબકી શકે છે અમદાવાદ, ગાંધીનગર,વડોદરા, આણંદમાં પણ ભારે થી અતિભારે વરસાદ પડી શકે છે. તો સૌરાષ્ટ્રમાં ભાવનગર,અમરેલી,પોરબંદર,ગીર સોમનાથ,દ્વારકામાં વરસાદની આગાહી કરવામાં આવી રહી છે. 
   

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ