બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

logo

રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો

logo

લોકસભા ચૂંટણી 2024: રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનનથી રાજકારણ ગરમાયું, CR પાટીલના આક્ષેપ પર શક્તિસિંહ ગોહિલનો પલટવાર

VTV / મુંબઈ / Monsoon finally makes an entry in Mumbai: Several districts of Maharashtra drenched in rain

મૉનસૂન અપડેટ / આખરે મુંબઇમાં ચોમાસાએ એન્ટ્રી મારી દીધી: મહારાષ્ટ્રના અનેક જિલ્લાઓ વરસાદથી તરબોળ

Vishal Khamar

Last Updated: 05:30 PM, 24 June 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

આગામી બે દિવસમાં ચોમાસું મહારાષ્ટ્ર અને આગામી ચાર અઠવાડિયાંમાં દેશભરમાં ચોમાસાંનું આગમન થઇ ચૂક્યું હશે તેવી હવામાન વિભાગની આગાહી છે .

  • આખરે મુંબઈમાં ચોમાસાનું આગમન
  • મહારાષ્ટ્રના અનેક જિલ્લામાં મેઘમહેર
  • ચાર અઠવાડિયાંમાં દેશભરમાં ચોમાસાંનું આગમન થઇ જશેઃ હવામાન વિભાગ

 આજથી મુંબઈમાં ચોમાસાનું આગમન થઇ ચૂક્યું છે. દેશના હવામાન વિભાગે મુંબઈમાં ચોમાસું ૨૪મી સુધીમાં પહોંચે તેવી આગાહી કરી હતી.જે આજે સાચી પડશે. આજે અનેક વિસ્તારોમાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી છે. બીજી તરફ કોંકણ બાદ આજે મહારાષ્ટ્રના   કેટલાક ભાગોમાં ચોમાસાનું આગમન થઇ પણ ચૂક્યું  છે.

મહારાષ્ટ્રનાં અનેક જીલ્લામાં મેઘમહેર

હવે ચોમાસું વધુ તીવ્ર બને તેવી શક્યતા છે. આગામી બે દિવસમાં ચોમાસું રાજ્યમાં પ્રવેશ કરશે. કેરળમાં મોનસુનનાં મોડાં આગમનને કારણે સમગ્ર દેશમાં વિલંબ થયો છે. જોકે ચોમાસાએ હવે વેગ પકડ્યો છે. સામાન્ય રીતે ચોમાસું દર વર્ષે ૭ જૂને મહારાષ્ટ્રમાં પ્રવેશે છે પરંતુ આ વર્ષે ચક્રવાત બિપોરજોયે ચોમાસાની ગતિને અટકાવી દીધી હતી. હવે ચોમાસું ફરી સક્રિય થયું છે અને આગામી બે દિવસમાં ચોમાસું મહારાષ્ટ્ર અને આગામી ચાર અઠવાડિયાંમાં દેશભરમાં ચોમાસાંનું આગમન થઇ ચૂક્યું હશે તેવી હવામાન વિભાગની આગાહી છે .

દક્ષિણ-પશ્ચિમમાં  ચોમાસાની સિસ્ટમ સક્રિય થઇ જશે
આગામી ત્રણ ચાર દિવસ દરમિયાન કર્ણાટક અને તેલંગાણાના અન્ય ભાગો, દક્ષિણ-પશ્ચિમમાં   ચોમાસાની સિસ્ટમ સક્રિય થઇ જશે.   હવે   કેરળમાંથી ચોમાસાએ આગળ વધવાનું શરૂ કર્યું છે અને મોટાભાગના વિસ્તારોને આવરી લીધા છે. ઓડિશા, છત્તીસગઢ, ઝારખંડ, બિહાર અને ઉત્તર પ્રદેશના ભાગોમાં પણ ચોમાસું પહોંચી જશે. વિદર્ભના અનેક જિલ્લામાં આજે ભારે વરસાદ પડ્યો છે.   

 

ગરમીમાંથી લોકોએ રાહત મેળવી
ભીષણ ગરમીનો સામનો કરી રહેલા લોકોને ચોમાસાના આગમનથી રાહત મળી રહી છે. વાદળો અને વરસાદને કારણે તાપમાનમાં સતત ઘટાડો જોવા મળી રહ્યો છે. આગામી પાંચ દિવસ દરમિયાન દેશના પશ્ચિમ, મધ્ય અને પૂર્વ ભાગમાં તાપમાનમાં ત્રણથી પાંચ ડિગ્રીનો ઘટાડો થવાનું અનુમાન છે. આ દરમિયાન દેશના મોટા ભાગના વિસ્તારમાં છૂટા છવાયાથી લઈને ભારે વરસાદની શક્યતા છે. હવામાન વિભાગ અનુસાર દેશમાંથી હીટવેવ ખતમ થઈ ગઈ છે. ભારતમાં આ વર્ષે જોરદાર ગરમી પડી છે.

 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ