બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગાંધીનગર

logo

લોકસભા ચુંટણીનું ત્રીજા તબક્કા નું મતદાન, છેલ્લી ઘડીએ કરવા મતદારોમાં ઉત્સાહ

logo

અમરેલી ન્યૂઝ: ચૂંટણી ફરજ દરમ્યાન મહિલા કર્મચારીનું થયું મોત, જાફરાબાદની પ્રાથમિક શાળાની શિક્ષિકા મતદાન મથક ફરજ દરમ્યાન ઢળી પડ્યા, કૌશિકબેન બાબરીયાનું હાર્ટ એટેકથી મૃત્યુ થયાનું પ્રાથમિક અનુમાન

logo

કોંગ્રેસના ઉમેદવાર ગેનીબેન ઠાકોરનો મતદારોને ધમકાવી ભાજપ તરફી વોટીંગ કરાવવાનો આક્ષેપ

logo

11 રાજ્યોની 93 બેઠકો પર 3 વાગ્યા સુધીમાં 50.71 ટકા મતદાન

logo

બનાસકાંઠાને ટક્કર આપી 3 વાગ્યા સુધીમાં 58.05 ટકા મતદાન સાથે વલસાડ ગુજરાતમાં અવ્વલ, સરેરાશ 47.03 ટકા વોટિંગ

logo

કળશ ગામના લોકો તાપથી બચવા માથા પર ગાદલા રાખી મત આપવા લાઈનમાં ગોઠવાયા

logo

ભરૂચના કેસર ગામના લોકોએ મતદાનનો બહિષ્કાર કર્યો, અત્યાર સુધી એકપણ મત નથી પડ્યો

logo

મતદારો માટે ઇન્દ્ર દેવના અમી છાંટણા, યાત્રાધામ અંબાજીમાં અચાનક વાતાવરણમાં આવ્યો પલટો

logo

પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિનભાઇ પટેલે કર્યું મતદાન

VTV / બિઝનેસ / monopoly in indian economy by mukesh ambani and gautam adani

બિઝનેસ / મહામારીની 'આપદા' 2 ગુજરાતી ઉદ્યોગપતિઓ માટે 'અવસર' બની રહ્યું છે, ઈજારાશાહીથી રોકાણકારોમાં નિરાશા

Parth

Last Updated: 04:00 PM, 25 August 2020

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

કોરોના વાયરસની મહામારીથી સમગ્ર વિશ્વ પરેશાન છે અને આર્થિક મંદીનો માહોલ છે. પરંતુ આ મહામારીની આપદા ભારતમાં કેટલાંક ગુજરાતી ઉદ્યોગપતિઓ માટે અવસર જેવી સાબિત થઈ રહી છે.

ભારતની નવી ઈકોનોમીમાં કેટલાંક ચોક્કસ ગુજરાતી ઉદ્યોગપતિઓ જ 'રિકવરી ગેમ' જીતી રહ્યાં છે જેના પગલે બજારમાં અન્ય રોકાણકારોનો વિશ્વાસ ઘટી રહ્યો હોય તેવો માહોલ સર્જાઈ રહ્યો છે.

એરપોર્ટ સેક્ટરમાં અદાણીનો ઈજારો ! 

બે વર્ષ પહેલા ભારતે અમુક નાના એરપોર્ટમાં પોતાના ફસાયેલા નાણા (મૂડી )ને અનલોક કરવા માટે એક પ્રશંસનીય યોજનાની જાહેરાત કરી પરંતુ પ્રાઈવેટાઇઝેશનથી જે વાસ્તવિક પરિણામ મળ્યું તે ઠગારી આશા જેવું નીકળ્યું. બ્લોક પર લગાવેલ તમામ 6 એરફિલ્ડ એક જ બિડરને મળી ગઈ. અધૂરામાં પૂરું હવે કેટલાક અહેવાલોમાં દાવા કરવામાં આવી રહ્યા છે કે ગૌતમ અદાણી મુંબઈ એરપોર્ટ પર નિયંત્રણ મેળવવામાં સફળ થઇ શકે છે. નોંધનીય છે કે ગૌતમ અદાણી શરૂઆતથી PM મોદીના ખાસ માનવામાં આવે છે. 

એક તરફ જ્યારે અદાણીના ભાગે છ એરપોર્ટ આવી ગયા અને કોરોનાકાળ શરુ થઈ ગયો ત્યારે અદાણીએ વાતચીત કરવા વાત કરી અને ત્રણ એરપોર્ટને ટેકઓવર કરવા માટે વધારે સમયની માંગ કરી. પણ બીજી તરફ જ્યારે મુંબઈ એરપોર્ટમાં GVKનો હિસ્સો ખરીદવાની વાત આવી ત્યારે આવા કોઈ અડચણ તેમને ના દેખાયા અને વાતચીત શરુ કરી દીધી. 

મહત્વનું છે કે એરપોર્ટસ એ ઈજારાશાહી ધરાવે છે, એવામાં આઠ કે તેથી વધારે અને હાલમાં જે 6 એરપોર્ટ અપાયા તે રીતે એક જ ખાનગી વ્યક્તિના હાથમાં સંચાલન જતું રહેવું એ એરલાઇન્સ, ફ્લાયર્સ અથવા એરપોર્ટ સંચાલનમાં જોડાયેલા બિઝનેસ માટે સારા સમાચાર ન ગણી શકાય.

ટૅલિકૉમ ક્ષેત્રમાં અંબાણીની ટક્કરમાં કોઈ આવી શકે તેમ નથી 

વધુ ચિંતાની બાબત એ છે કે હવે એવિએશન ઈન્ફ્રાસ્ટ્રક્ચરમાં આર્થિક શક્તિનું સંકેન્દ્રણ હવે વધારે ચલણમાં છે અને એવા વ્યવસાય પણ જ્યાં સરકાર પોતે એક મોટો ઘટક હોય, જેમ કે ટેલિકૉમ સ્પેક્ટ્રમ. 

ભારતમાં દાયકાઓથી બિઝનેસમાં માંધાતા અંબાણીએ 2016માં 4G સેક્ટરમાં ધમાકેદાર એન્ટ્રી મારી જે એક વરદાન સાબિત થઇ. તેમણે એકલા હાથે ભારતમાં ડેટા ચાર્જને કચડીને 9 પૈસા પ્રતિ GB પહોંચાડી દીધા જે વિશ્વમાં સૌથી ઓછું છે. 

બીજી તરફ વોડાફોન-આઈડીયા પાસેથી સરકારનું જે 19 બિલિયન ડોલર લેણું છે તેના પર કોર્ટ ઓર્ડર આપશે કે કંપનીએ કેટલા સમયમાં નાણા પરત કરવાના છે અને તેના પર જ તેનું આખું ભવિષ્ય ટકેલું છે. 

અંબાણી અને અદાણીની મહત્વાકાંક્ષાઓ 

જો એક તરફ અંબાણીનું વિઝન એટલું બધું આકર્ષક છે કે તે ફેસબુક અને ગૂગલ જેવી કંપનીઓને પોતાના તરફ આકર્ષિત કરી શકે તો અદાણીની મહત્વકાંક્ષા પોર્ટ, એરપોર્ટ, રેલ્વે ટ્રેક, પાવર પ્લાન્ટ અને એનર્જી ડીસ્ટ્રીબ્યુશન સુધીની છે.  

અદાણી-અંબાણીની નેટવર્થ 

અદાણી કંપની ભારતની સૌથી મોટી પોર્ટ ઓપરેટર કંપની છે. 

અદાણીના પોર્ટનું સામ્રાજ્ય : મુન્દ્રા પોર્ટ ( ગુજરાત ), દહેજ પોર્ટ ( ગુજરાત ) , હજીરા પોર્ટ ( ગુજરાત ), વીઝીન્જામ પોર્ટ ( કેરળ ), કટ્ટુપલ્લી પોર્ટ ( તામીલનાડુ ), ધામરા પોર્ટ ( ઓડીશા ) 

વીજળીમાં પણ અદાણી : નોંધનીય છે કે બે વર્ષ પહેલા જ રિલાયન્સ ગ્રુપ પાસેથી એક ડીલ બાદ અદાણીએ મુંબઈમાં ઇલેક્ટ્રિસિટી ડીસ્તટ્રીબ્યુશન ખરીદી લીધું છે. 

અદાણી ગેસ : અદાણી ગેસનું સૌથી મોટું નેટવર્ક ગુજરાતમાં છે જ્યાં કેટલાય જિલ્લાઓમાં તે સેવા આપે છે, આ સિવાય હરિયાણા, કર્નાટક, તામિલનાડુ, રાજસ્થાન અને ઓડીશામાં અદાણી પોતાનું નેટવર્ક વધારી રહ્યું છે. 

અંબાણી-અદાણીની સતત વધતી સંપત્તિ 

કોઈ સ્પર્ધા કેવી રીતે કરે જ્યારે 'વિનર્સ' પહેલેથી નક્કી હોય

ચિંતાની બાબત એ છે કે મુઠ્ઠીભર પૂંજીપતિઓ દ્વારા ઉભા થયેલ પ્રભુત્વમાં અન્ય લોકો માટે જગ્યા રહેશે જ નહીં. પરંતુ સામે સવાલ એ પણ થાય છે કે હરીફાઈ કરવા પણ કોણ તૈયાર હોય? ખાસ કરીને ત્યાં જ્યાં 'વિનર્સ' નક્કી કરવામાં સરકારની ભૂમિકા મહત્વની હોય છે. 

અમુક અપવાદોને છોડી દઈએ તો ભારતમાં બિઝનેસ હાલમાં અતિશયોક્તિયુક્ત છે અને રાજ્ય સરકાર દ્વારા સંચાલિત બેંકોની સિન્ડિકેટેડ લોનની મદદથી બનાવવામાં આવેલી સંપત્તિના કાટમાળમાં ફસાયેલો છે. રાજકારણીઓએ તો તેનું નામ પણ આપી દીધું છે : ફોન બેંકિંગ, જ્યાં તેઓ કોલ કરે છે અને બેંકર્સને કહે છે કે લોન કોને આપવી.

આ રીતે આગળ વધવું અશક્ય છે. કોરોના વાયરસ બાદ મૂડી અનુસાર ભારત સરકાર સંચાલિત બેંકોએ 70 ટકા બેડ લોન પર થયેલ નુકસાનને ભરવા 28 બિલિયન ડોલરની બાહ્ય મૂડીની જરૂર પડશે. જેમાં મોટા ભાગના પૈસા સરકારે જ ભરવા પડશે કારણ કે પ્રાઈવેટ લોનમાં રિકવરી લગભગ અશક્ય જ દેખાઈ રહી છે. 

અદાલતો જે સરકાર અને વેપાર વચ્ચે એક નિષ્પક્ષ અને સ્થિર સંબંધો લાગુ કરે છે કે તે પ્રશ્ન પૂછીને વધારે ભ્રમ પેદા કરી રહી છે કે શું બેંક માત્ર હવામાં દાવા કરે છે? જ્યારે લેણદારો પાસે અધિકારો નહીં હોય તો 5G નેટવર્ક કોણ ઉભું કરશે ? 

આત્મનિર્ભર ભારતમાં કંપનીઓને ફાયદો 

હવે આ બધામાં ચીન સાથે ખરાબ સંબંધોના કારણે આત્મનિર્ભર ભારત અભિયાન આવા બિઝનેસમેનનની ઈજારાશાહીને વધુ વેગ મળશે જ્યાં તેઓ સ્થાનિક ગ્રાહકો પાસેથી વધારે ભાવ લઈ શકશે.

વિદેશી મૂડીને આકર્ષવા બનાવેલા કાયદા પણ... 

વર્ષ 2016માં સરકાર એક નવો કાયદો લાવવામાં આવ્યો ત્યારે આશા હતી કે સરકાર એક ટ્રિલિયન મૂલ્યના ઢાંચા માટે ઓસ્ટ્રેલીયન મોડલનું પાલન કરશે પણ ઇન્સોલવંસી કોર્ટમાં અસ્થાયી રૂપથી નવા કેસ બંધ થઇ રહ્યા છે અને એક જ ખરીદદારના હાથમાં જ ઘણા બધા ઍરપોર્ટ્સ જઈ રહ્યાં છે ત્યારે હવે જોવાનું રહેશે કે શું વિદેશીઓને મૂડી રોકાણ કરવામાં કોઈ રસ દેખાય છે કે નહીં.

જેમ 1990માં ભારતના અર્થતંત્રને ખોલવું એ વર્તમાન મિડલ-ક્લાસ માટે એક મોટો પડકાર છે તેમ ભારતના અર્થતંત્રમાં વધુ પડતું ઈકોનોમિક કોન્સન્ટ્રેશન આવનાર પેઢી માટે માથાનો દુઃખાવો સાબિત થશે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ