બ્રેકિંગ ન્યુઝ

logo
logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

logo

રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો

logo

લોકસભા ચૂંટણી 2024: રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનનથી રાજકારણ ગરમાયું, CR પાટીલના આક્ષેપ પર શક્તિસિંહ ગોહિલનો પલટવાર

logo

રાહુલ ગાંધીના રાજા-મહારાજાઓ અંગેના નિવેદન મુદ્દે સી.આર.પાટીલે આપી પ્રતિક્રિયા, રાજા-મહારાજાઓને થયેલા અનુભવોથી જ તેઓ કોંગ્રેસથી દૂર થયા

VTV / અજબ ગજબ / Monkey Pays His Last Respects to Dead Man Who Would Feed Him in Sri Lanka

અબોલની માનવતા / VIDEO: વાંદરો પહોંચ્યો પોતાને ખવડાવનારની અંતિમયાત્રામાં, હાથથી ઉઠાડવા લાગ્યો, જોઈને રડી પડાશે

Hiralal

Last Updated: 09:42 PM, 20 October 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

શ્રીલંકામાં પોતાને રોજ ખવડાવનાર એક વ્યક્તિનું મોત થતા તેના અંતિમ સંસ્કારમાં એક વાંદરો આવ્યો હતો અને તેને હાથથી ઉઠાડવા લાગ્યો હતો.

  • શ્રીલંકામાં કપિરાજની માનવતા આવી સામે 
  • વાંદરો પહોંચ્યો યુવાનના અંતિમ સંસ્કારમાં
  • યુવાન વાંદરાને રોજ ભોજન આપતો હતો
  • લાશ પાસે બેસીને યુવાનને ઉઠાડવા લાગ્યો 

પ્રાણીઓ એટલા વફાદાર હોય છે કે પોતાને ખવડાવનાર લોકોને કદી પણ ભૂલી શકતા નથી અને અંતિમ સમય સુધી પોતાની આ ફરજ અદા કરે છે. પોતાને ખવડાવનાર એક માણસનું મોત થઈ જતા એક વાંદરો આઘાત પામ્યો હતો અને શોક દર્શાવવા માણસોની જેમ તેના અંતિમ સંસ્કારમાં પહોંચ્યો હતો. શ્રીલંકાના બટ્ટીકોલોઆ બટ્ટીકોલોઆના રહેવાસી 56 વર્ષીય પીઠમ્બરમ રાજન નિયમિત રીતે મૂંગા પ્રાણીઓને ખવડાવતા હતા. મૂંગા પ્રાણીઓનું પેટ ભરવાની તેમની નેમ હતી અને તેઓ દરરોજ વાંદરા સહિતના પશુઓ અને પ્રાણીઓને ભોજન આપતા હતા પરંતુ તાજેતરમાં બીમારીને કારણે 17 ઓક્ટોબરે રાજનનું મોત થતા પ્રાણીઓ ગમગીન થયા હતા. એક વાંદરાને પણ રાજનના મોતનો ભારે આઘાત લાગ્યો હતો અને તે અંતિમયાત્રામાં આવી પહોંચ્યો હતો. 

વાંદરો હાથ અડાડીને મરેલા શખ્સને ઉઠાડવા લાગ્યો 
પોતાનના પ્રિયજનના દર્શન કર્યા બાદ વાંદરો તેમની લાશ પાસે બેસી ગયો હતો અને તેને હાથથી ઉઠાડવા લાગ્યો હતો. આ જોઈને ત્યાં હાજર રહેલા લોકો રડવા લાગ્યા હતા. આ ભોળા અને મૂંગા પ્રાણીને શું ખબરે કે તે હવે ક્યારેક ઉઠવાનો નથી. એક પ્રાણીમાં માણસ માટે કેટલી કરુણા છે તે આ વાત પરથી સમજી શકાય. 

અંતિમ યાત્રાનો વીડિયો થયો વાયરલ 
આ વીડિયો વાયરલ થઈ રહ્યો છે અને બીબીસીના અન્ય મીડિયા પ્લેટફોર્મ દ્વારા પણ પોસ્ટ કરવામાં આવ્યો છે. ચાલો તમને જણાવીએ આ વીડિયોનું બેકગ્રાઉન્ડ. જાણકારી મુજબ આ વીડિયો શ્રીલંકાનો છે. અહીંના બટ્ટીકોલોઆ બટ્ટીકોલોઆના રહેવાસી 56 વર્ષીય પીઠમ્બરમ રાજનનું 17 ઓક્ટોબરના રોજ અવસાન થયું હતું. તેઓ લાંબા સમયથી બીમાર હતા. પીથમ્બરમ હંમેશા લંગુર ખવડાવે છે. જ્યારે તે લંગુરે તેને મૃત જોયો, ત્યારે તેની પ્રતિક્રિયા એકદમ આઘાતજનક હતી.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ